મોટા ભાગના લોકો પીઝા ઘરે બનાવે પંતુ પીઝા બેઇઝ એટલે કે પીઝાનો રોટલો દુકાનેથી લઈ આવે છે અને એ પણ મેંદાના લોટનો પંતુ આજે આપણે ઘઉંના લોટ ના ઇન્સ્ટન્ટ પીઝા ના રોટલા બનાવાની રીત શીખીશું . જે કુકર માં સરળતા થી બની જાય છે અને ઓવન માં પણ બનાવી શકાય છે. એક વાર તમે ઘરે બનાવશો પછી બહાર થી ક્યારેય નહીં લાવો વારંવાર ઘરે જ બનાવશો પીઝાનો રોટલો
યીસ્ટ વગર ના ઘઉં લોટના પિઝા ના રોટલા માટે જરૂરી સામગ્રી:- 2 કપ ઘઉં નો લોટ ( મેં મલ્ટિગ્રેન લોટ લીધો છે), 1 ચમચી મિક્સ હર્બસ અથવા 1/2 ચમચી અજમો ક્રશ કરેલો, 1 ચમચો દહીં, 1 ચમચી બેકિંગ પાવડર, 1/2 ચમચી ખાંડ, , 4 મોટા ચમચા તેલ, મીઠું સ્વાદઅનુસાર, 1 કપ પાણી, કણક કુણવવા માટે થોડું તેલ,
પીઝાનો રોટલો બનાવવા માટેની રેસીપી: સૌ પ્રથમ પાણી સિવાય ની બધી જ સામગ્રી મિક્સ કરી લેવી અને ધીમે ધીમે પાણી ઉમેરી ને મીડિયમ સોફ્ટ કણક બાંધો. હવે હાથ તેલ વાળા કરતા જાવ અને 10 -15 મિનીટ સુધી કણક ને બરાબર મસળી ને બાંધતા જાવ. બહુ કઠણ લાગે તો જ વધારે પાણી ઉમેરવું એકદમ સોફ્ટ કણક બાંધવાની છે. 10 -15 મિનીટ સુધી ભીનું કપડું કરી લોટને ઢાંકી દો અને પછી ફરીવાર 2 મિનીટ કણક કુણવી . ત્યારબાદ કણક માંથી લુઆ બનાવો. હવે લુઆ લઇ ભાખરી જેવું જાડું વણી ને રોટલો બનાવો રોટલો વણવા માટે થોડું અટામણ લેવું જેથી સરળતાથી વણી શકાય. રોટલા ની બંને બાજુ કાંટા ચમચી વડે કાણા કરો. એવું કરવાથી બંને બાજુ અંદર થી બરાબર ચઢી જાય અને કાચું ના રહે. હવે ખાલી કુકર માં એક થોડું ઊંચું હોય એવું સ્ટેન્ડ મુકો અને એની ઉપર એલ્યુમિનિયમ ની તેલ થી ગ્રીસ કરેલી ડીશ મુકવી. હવે કુકર ગરમ કરવા મુકો. કુકર ગરમ થાય એટલે ડીશ માં એક પીઝાનો રોટલો મુકો અને કુકર ના ઢાંકણ માંથી રિંગ અને સીટી નિકાળી ને કુકર બંધ કરી દેવું. સાવ ધીમા ગેસ પર 5-7 મિનીટ પીઝા ના રોટલાને થવા દો. પછી ઢાંકણ ખોલી ને પીઝા ના રોટલા ને બીજી સાઈડ ફેરવી ને કુકર પાછું બંધ કરો અને ફરી થી ધીમા ગેસ પર થવા દો. 5-7 મિનિટ પછી જોઈ લો આછાં ગુલાબી રંગ ના થયા હોય તો રોટલાને બહાર નીકાળી લો અને ઠંડા થવા દો. ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બા માં મૂકી જ્યારે મન થાય એટલે બટર થી બંને બાજુ શેકી ને મનગમતું ટોપિંગ કરીને પીઝા બનાવી શકો છો ..આજ પીઝા ના રોટલા ને આપણે ઓવન માં પણ શેકી શકીએ છીએ. 220° તાપમાને 10- 15 મિનિટ માટે પ્રિહીટ કરેલા ઓવન માં રોટલા ને ગ્રીસ કરેલી બેકિંગ ટ્રે માં વણી ને મૂકી દો . અને જોતા રહો. જ્યારે આછા ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી શેકવા પછી ભાર કાઢી લેવા . બંને બાજુ શેકાય ગયા છે કે નહીં તે ચેક કરી લેવું. એક્વાતનું ખાસ ધ્યાન રાખવું તમારે કણકને બરાબર કુણવાની છે એટલે સરસ પીઝા બેઇઝ બનશે.
હવે આપણે વેઝીટેબલ પીઝા બનાવવાની રીત શીખીશું : ૧ નંગ સોફ્ટ પીઝા બેઝ, ૩ ચમચી પીઝા સોસ, ચીલી ફ્લેક્ષ, ઓરેગાનો, સીઝ્નીંગ, ૧ નાની ચમચી બટર, ૧ ક્યુબ ચીઝ, કેપ્સીકમ, ડુંગળી(જો ખાતા હોવ તો), 1 નાગ ટમેટું, 1 ચમચો કોબીજ, 1 ચમચો ગાજર, ૨ ચમચી તેલ
પીઝા બનાવવા માટેની રીત: પીઝા બનાવવા માટે ડુંગળીને એલ્દ્મ પતલી સ્લાઈડ કરીને સમારી લેવી, ત્યારબાદ ટમેટું, કેપ્સીકમ, અને કોબીજ એકદમ પાટલી સ્લાઈડ કરીને સમારી લેવા , સૌથી પહેલા પીઝા બનાવવા માટે સ્ટફિંગ બનાવશું તો સ્ટફિંગ બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી ઉમેરી નવસેકી શેકો ત્યારબાદ તેમાં કોબીજ, ટમેટું અને ગાજર ઉમેરું, ત્યારબાદ તેમાં કેપ્સીકમ ઉમેરવું અને ધીમા તાપે આછું પાતળું શેકવું, તેમાં સ્વાદનુસર મીઠું ઉમેરવું અને સીઝ્નીંગ પાવડર ઉમેરવો(આ મસાલો બજારમાં તૈયાર મળે છે) હવે પીઝા બેસ પર બટર લગાવી દો. હવે પછી ગેસ શરુ કરી તેના પર નોનસ્ટીક તવી મૂકી ગરમ કરો અને પીઝા બેઈઝ્ને નોન સ્ટીક ની તવી માં સેકી લો. ૨-૩ મિનીટ પછી એક બાજુ થોડો કડક પિઝ્ઝા બેસ તૈયાર થાય એટલે એને ફેરવી દો, જો તમારે પિઝ્ઝા ને સોફ્ટ રાખવો હોય તો ૧ મીનિટ પછી બીજી બાજુ ફરાવી લો. હવે સેકાયેલા ભાગ ઉપર ૨-૩ ચમચી જેટલો પિઝ્ઝા સોસ લગાવી દો. હવે તેના ઉપર તૈયાર કરેલ સ્ટફિંગ એડ કરો અને તેના પરી 1 ક્યુબ ચીઝ ખમણો. ચીલી ફ્લેક્ષ અને ઓરેગાનો એની ઉપર મૂકી દો,જો ચાટ મસાલો નાખવો હોય તો પણ નાખી શકાય પીઝાને સારી રીતે શેકવા માટે તેના પર ઢાંકણ ઢાંકો અને ધીમા તાપે ૪-૫ મિનીટ ચાલવા દો. પછી ઢાંકણ લઈ ચેક કરવી ચીઝ સ્પ્રેડ થઇ ગયું છે કે નહિ, ચીઝ સ્પ્રેડ થાય એટલે પીઝો તવી પરથી ઉતારી લેવો, અને તેના પીસ કરી સર્વ કરવો, મકાઇ પસંદ હોય તો બાફીને મકાઈના દાણા ઉમેરી શકો છો.
પીઝા બનાવવા માટેની રીતનો વિડિયો જોવા માટે નીચે આપેલ લીનક પર ક્લિક કરો.
Pizza recipe | homemade pizza recipe | પીઝા બનાવવાની રીત