પીપર આ ત્રણ તીખી ઔષધીઓનો યોગ કોમ્બિનેશન છે . આ ઔષધો વાયુ અને કફથી થતા રોગોમાં ખૂબ જ ઉપયોગી છે . શ્વસનતંત્રને દેઢ કરનાર અને કોવિડ -૧૯ સામે શરીરને સુરક્ષા આપવા સક્ષમ હોવાથી આયુષ મંત્રાલયે પણ તેને પ્રમાણિત કરેલ છે . આ ત્રિકટુમાંથી સુંઠ અને મારી વિશે આપણે અગાઉ જાણી ગયા . આ વખતે “ પીપર’ના ઔષધીય ગુણકર્મો અને ઉપયોગ વિશે નિરૂપણ કરું છું,,
ગુણાકમાં પીપરને આપણે ગુજરાતીમાં લીંડીપીપર ’ કહીએ છીએ . તેની જુદીજુદી ઘણી જાતો આપણે ત્યાં બજારમાં વેચાતી મળે છે . જેમાંથી ગજપીપર અને ગણદેવી એ તેની બે મુખ્ય જાત છે . ગજપીપર કદમાં મોટી અને ગણદેવી નાની હોય છે . પાતળી , તીખી , કૃષ્ણવર્ણની અને તોડવાથી વચ્ચે જે લીલા રંગની હોય તે પીપર ઉત્તમ ગણાય છે . ઔષધોપચારમાં આવી જ પીપરનો ઉપયોગ કરવો જોઈએ .
પીપર એ લતા વર્ગની વનસ્પતિ છે . તેની વેલ બહુવર્ષાયુ અને તેનાં પાન નાગરવેલનાં પાન જેવાં જ પણ કદમાં સહેજ નાનાં હોય છે . આયુર્વેદ પ્રમાણે પીપર સ્વાદમાં તીખી , નહીં ગરમ કે નહીં ઠંડી , ચીકણી , પચવામાં હળવી , પાચક , જઠરાગ્નિવર્ધક , વૃષ્ય – કામોત્તેજક , રસાયન , હૃદય માટે હિતકારી , વાયુ અને કફનાશક , મૃદુરેચક તથા રક્તશુદ્ધિકર છે . તે શ્વાસ – દમ , ઉધરસ , અજીર્ણ , મંદાગ્નિ , કબજિયાત , પેટના રોગ , હરસ , આમવાત , કટિશૂળ , મૂત્ર અને ત્વચાના રોગને મટાડે છે . તાજી પીપર પિત્તશામક છે .
જ્યારે સૂકી પીપર પિત્તકારક છે . રાસાયણિક દૃષ્ટિએ પીપરમાં ૧ % સુગંધિત તેલ , પાઈપરીન – ૪-૫ % , પિપલાર્ટિન , પિપલાસ્ટિરોલ અને સિસેમિન નામનાં ક્ષારીય તત્ત્વો સાથે સ્ટાર્ચ , ગુંદર , ચરબી વગેરે પણ રહેલાં હોય છે …….ઉપયોગો આયુર્વેદના પંડિત ભાવમિશ્ન વિવિધ દ્રવ્યો સાથે પ્રયોજવાથી પીપર કયા રોગમાં લાભકારક છે તેની રજૂઆત કરી છે .
જેમ કે , મધની સાથે પીપરનું સેવન કરવામાં આવે તો તે કફ અને મેદનો નાશ કરે છે , શ્વાસ – દમ , ઉધરસ અને તાવને મટાડે છે , બુદ્ધિ અને વીર્યને વધારે છે . રોગપ્રતિકારક શક્તિ વધારે છે તેમજ જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે . ફેફસાંને લગતા વાઇરલ રોગોથી બચવા મધ સાથે પીપરનો ઉપયોગ હિતકારી છે . જીર્ણ તાવ હોય અને અગ્નિમાંદ્ય હોય તો ગોળની સાથે પીપરનું સેવન ઉત્તમ પરિણામ આપે છે .
ગોળની સાથે લીધેલી પીપર અજીર્ણ , અરુચિ , દમ , ઉધરસ , હૃદયના રોગ , રક્તાલ્પતા અને પેટના કૃમિને દૂર કરે છે . ગોળ સાથે પીપરના સેવનમાં પીપરનાં ચૂર્ણ કરતાં ગોળ બમણો લેવો જોઈએ . નાનાં બાળકોમાં વાઇરલ ઈન્ફશનનો ખતરો વધારો રહે છે . તેમને જોતજોતામાં ખાંસી , સસણી , વરાધ , શરદી , તાવ વગેરે થઈ આવે છે . એમના માટે અહીં એક ઔષધ ઉપચાર જણાવું છું . પીપર , કાયફળ , કાકડાસીંગી અને પુષ્કરમૂળ- આ ચારેય ઔષધોનું ચૂર્ણ સરખા વજને લાવી તેમાં જરૂર પ્રમાણે મધ મેળવીને ચ્યવનપ્રાશ જેવું અવલેહ – ચાટણ બનાવી લેવું .
નાનાં બાળકોને થોડું થોડું આ ઔષધ દિવસમાં ત્રણથી ચાર વાર ચટાડવું . વયસ્ક વ્યક્તિઓએ અડધી – અડધી ચમચી લેવું . ઉત્તમ પરિણામ મળશે . આ તદ્દન નિર્દોષ ઔષધ છે . પ્રત્યેક પરિવારે તે બનાવી રાખવા જેવું છે . પીપર કફના રોગોનું અદ્ભુત ઔષધ છે . તે ફેફસાં અને હૃદયને બળ આપનાર તથા કફને બહાર કાઢનાર છે . પ્રસૂતિ પછીના તાવમાં , સંધિવામાં , અત્યાધિક મેદમાં , રાંઝણ ( સાયટિકા ) માં , શરદીના તાવ વગેરેમાં મધ સાથે પીપરનું સેવન હિતકારી છે
હરસવાળાએ ગોળ સાથે પીપરનું સેવન કરવું . આયુર્વેદનાં અનેક ઔષધોમાં પીપર મુખ્ય ઔષધીના રૂપમાં પ્રયોજાય છે . જેમ કે , પિપ્પલ્યાસવ , સિતોપલાદિ ચૂર્ણ , બાલચાતુર્ભેદ્ર ચૂર્ણ , પિપ્પલાદિ લોહ , પિપ્પલી રસાયન વગેરે . આ ઔષધો નિષ્ણાત વૈદ્યની સલાહ અનુસાર પ્રયોજવાં વધુ હિતકારી છે .
- રસોડાના કામને સરળ પણ બનાવશે અને તમારા પૈસા પણ બચાવશે એવી આ ટીપ્સ
- બજાર જેવી ઘરે સેવ ઉસળ બનાવવાની રીત | sev usad bnavvani rit
- છ ફ્લેવરનું પાણી પુરીનું પાણી બનાવવાની રીત | લારી પર મળે તેવું પાણી પુરીનું પાણી
- શિયાળાની ઠંડીમાં બનાવી શકાય તેવા શાક | મકર સંક્રાંતિ સ્પેશિયલ શાક બનાવવા માટેની રીત
- કિચન કિંગ બનવા માટે દરેક મહિલાઓ માટેની સ્માર્ટ કિચન ટિપ્સ | કિચન ટીપ્સ | રસોઈ ટીપ્સ