બાળકોની તોતડી ભાષા સુઘારવા ખવડાવો આ વૃક્ષના ફળ

પીપળો : પીપળાનાં મૂળ , પાન , છાલ , ફળ , લાખ ( ગુંદર ) એ પાંચેય ઔષધોમાં વપરાય છે . ભારતીય ઉપખંડ સિવાય કોઈ દેશમાં આ વૃક્ષ થતું નથી , પીપળો કડવો , તુરો , સહેજ મધુર , શીતળ , દુર્જર , ગુરૂ , રૂક્ષ , રંગ સુધારનાર , યોનિ શુદ્ધ કરનાર , કફ , પિત્ત , દાહ તથા વણનો નાશ કરનાર છે . પીપળાનાં પાકાં ફળ શીતળ તથા હૃદય માટે હિતાવહ છે . તે કફના અને પિત્તના રોગો , રક્તદોષ , વિષદોષ , બળતરા , ઊલટી , શોષ , તૃષા અને અરુચિનો નાશ કરે છે . ( ૧ ) પીપળાનાં પાકાં ફળ ખાવાથી બાળકોની બોબડી ભાષા શુદ્ધ થાય છે . ( ૨ ) પીપળાની કોમળ ટીશીઓનો એક ચમચી તાજો રસ રોજ રાત્રે આપવાથી બાળકોનો અપસ્માર મટે છે . ( ૩ ) પીપળાની વડવાઈનો રસ રોજ રાત્રે આપવાથી સ્ત્રીઓને થતો હિસ્ટીરિયા મટે ’ છે . ( ૪ ) પીપળાના પાનની નવી કળીઓનો રસ અને મધ બે બે ચમચી મિશ્ર કરી સવાર – સાંજ પીવાથી જામી ગયેલું – ગંઠાયેલું લોહી ઓગળી જાય છે .

( ૫ ) પીપળાનાં કોમળ પાન દૂધમાં ઉકાળી સવાર – સાંજ પીવાથી પરમિયો – ગોનોરિયા મટે છે . એનાથી મૂત્રની બળતરા મટે છે અને સરળ મળશુદ્ધિ થાય છે , તથા પરનો નાશ થાય છે . પાનની જેમ પીપળાના થડની તાજી છાલનો ઉકાળો સવાર – સાંજ પીવાથી પણ એવો જ ફાયદો થાય છે . ( ૯ ) પીપળાની લાખ અડધી ચમચી અને કોમળ પાનનો રસ મિશ્ર કરી એક ચમચી જેટલું આ ચાટણ સવાર – સાંજ લેવાથી રક્તસ્ત્રાવ બંધ થાય છે . ( ૭ ) પીપળાની લાખ , માખણ અને મધ સમાન ભાગે મિશ્ર કરી સવાર – સાંજ ચાટવાથી ઉગ્ર અમ્લપિત્ત અને તીવ્ર હેડકી તરત જ શાંત થાય છે . ( ૮ ) પીપળાનાં સૂકાં ફળનું એક ચમચી ચૂર્ણ બે ચમચી મધ સાથે ચાટવાથી દમનો હુમલો શાંત થાય છે . ( ૯ ) પીપળાની લાખનું ચણા જેટલું ચૂર્ણ મધ અથવા માખણ સાથે બાળકોને દિવસમાં ત્રણ વાર ચટાડવાથી ઉટાટિયું – કુકડિયા ખાંસી – હુપીંગ કફ મટે છે . ( ૧૦ ) પીપળાના સૂકાં ફળનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી કફના રોગો મટે છે .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles