ગુજરાતી અથાણાંની 10 વિવિધ પ્રકારની રેસિપીઝ
અથાણાં એ ભારતીય રસોઈનો એક મહત્વપૂર્ણ ભાગ છે, ખાસ કરીને ગુજરાતી વાનગીમાં. નીચે પ્રસ્તુત છે 10 વિવિધ પ્રકારના અથાણાં બનાવવાની રીતો.
1. મેથી ચણાનું અથાણું
મેથીના દાણા, લાલ મરચું, મીઠું, હળદર અને સરસિયાનું તેલ મિક્સ કરીને બનાવવામાં આવતું અથાણું.
- 250 ગ્રામ કાચી કેરી
- વાટકી કાળા ચણા
- 1/2વાટકી મેથી (5 ચમચી)
- 5 ચમચી મીઠું
- 1/2 ચમચી હળદર
- તેલ જરૂર મુજબ (5 ચમચા)
- 5 ચમચા મેથીયા નો મસાલો
કેરી ને છાલ કાઢી ને નાની કટકી કરી લો તેને હળદર મીઠું નાખી 5 કલાક મૂકી રાખો પછી તેનું પાણી નીતારી કપડાં પર સુકવી દો તડકા માં નહીં આમ બતાવ્યા મુજબ સુકવી દેવા. એક કપડાં માં આખી રાત ચણા મેથી પલાળી રાખો તેને સવારે ખાટા પાણી મા નાખી 2 કલાક રહેવા દો. સુકવી દો કપડાં માં. ત્યાર બાદ વાસણ માં મસાલો વાસણ માં નાખી કેરી ચણા મેથી બધુંય મિક્સ કરી લો 2 ચમચી મીઠું પણ ઉમેરો. બરાબર હલાવી બે દિવસ એમ જ રહેવા દહીં બરણી માં ભરી લેવું. તેલ રેડી દો. આ મુજબ કરવું આખું વરસ સારું રહે છે. ફ્રીઝ માં મૂકી શકાય.
2. ગોળ કેરીનું અથાણું
કાચી કેરી, લાલ મરચું, સાંચુર, મીઠું, હળદર અને તેલ વડે તૈયાર થતું.
- 500 ગ્રામ રાજાપૂરી કાચી કેરી
- 1 વાટકી રાયના કુરિયા
- 1/2 વાટકી મેથીના કુરિયા
- 300 ગ્રામ ભીલી નો ગોળ
- 100 ગ્રામ ખારેક
- 100 ગ્રામ સૂકા ગાજર
- 50 ગ્રામ ધાણાના કુરિયા
- 200 ગ્રામ તેલ
- 3 ચમચી મીઠું
- 1 ચમચી હળદર
- 2 ચમચી વરિયાળી
- 2 ચમચી મરી
- 10 સૂકા મોટા લાલ મરચા
- 1/2 વાટકી મરચું પાઉડર
- 1 ચમચી અથાણામાં નાખવા માટે હળદર
સૌપ્રથમ કેરી ને બરાબર ધોઈ તેની પીલર વડે છાલ ઉતારવી પછી તેના ટુકડા કરવા. ત્યારબાદ કેરીના ટુકડામાં ૩ ચમચી મીઠું 1 ચમચી હળદર નાંખવી મેં તેને છ કલાક માટે હલાવીને રાખી મૂકવા છ કલાક પછી કેરીનું ખાટું પાણી તૈયાર થશે તે કાઢીને કેરી ને એક કોટનના કપડામાં સુકવવી ત્યારબાદ ખારેકના ટુકડા કરી તેને ખાટા પાણીમાં પલાળવી ગાજરને પણ ખાટા પાણીમાં પલાળવા અને સુકા મરચા ને પણ ખાટા પાણીમાં પલાળવા આ બધાને બે કલાક માટે સૂકવવા. ત્યારબાદ એક મોટી ડીશ મા પ્રથમ રાયના કુરિયા નાખવા ત્યારબાદ મેથીના કુરિયા નાખવા અને દોઢ ચમચી હિંગ નાંખવી ત્યારબાદ એક તપેલામાં 200 ગ્રામ તેલ ગરમ કરવા મુકો તેલ એકદમ ગરમ કરવું સહેજ ઠંડું કરી કુરિયા પાથરેલા છે તેમાં તેલ રેડવું આ બધા મસાલાને થોડીવાર ઠંડા થવા દેવા પછી તેમાં ધાણાના કુરિયા નાખવા અધકચરા ખાંડેલ મરી નાખવા વરીયાળી નાખવી આ બધા મસાલાને હલાવવા પછી તેમાં 1/2વાટકી સૂકું મરચું નાખો એક ચમચી હળદર નાખવી અને ખમણેલ ભીલી નો ગોળ નાખવો અને આ બધાને મિક્સ કરવું સુકવેલા કેરીના ટુકડા ખારેક ગાજર અને મરચા નાખો. મસાલાઓમાં કેરી ખારેક ગાજર મરચા બધાને બરાબર મિક્સ કરવા પછી ધીમે ધીમે તેલ ઉપર આવશે આમ આપણું સ્વાદિષ્ટ ખટમીઠું ગોળ કેરીનું અથાણું તૈયાર થશે આ અથાણાંને બે દિવસ માટે ઢાંકીને રાખવું ત્યારબાદ ફરીથી હલાવો એટલે ગોળ બરાબર મિક્સ થઈ જશે પછી સર્વિંગ બાઉલમાં કાઢીને ગોળ કેરીનું અથાણું સર્વ કરવું આ આપણું ટ્રેડિશનલ અથાણું છે અને આપણે ભાખરી રોટલી વગેરે સાથે ખાઈએ છીએ ખૂબ જ સ્વાદિષ્ટ સુગંધી લાગે છે.
3. લસણનું અથાણું
- લસણની કળીઓ, મીઠું, લાલ મરચું, ધાણાજીરું અને તેલ વડે સ્વાદિષ્ટ અથાણું.
4. ચણાનું અથાણું
- ચણા દાળ, હળદર, લાલ મરચું, મીઠું, હિંગ અને તેલ મિક્સ કરી બનાવતા.
5. મારચાનું અથાણું
- હરી મરચા, લિંબુનો રસ, મીઠું, સરસિયાનું તેલ અને હળદર સાથે.
6. આદુનું અથાણું
- આદુની પેસ્ટ, લીંબુનો રસ, મીઠું, લાલ મરચું, ધાણાજીરું અને તેલ.
7. મિક્સ વેજિટેબલ અથાણું
- વિવિધ શાકભાજી, જેમ કે ગાજર, મૂળા, કોબી, હળદર, મરચું, ધાણાજીરું અને તેલ.
8. શેંગદાણાનું અથાણું
- શેંગદાણા, લાલ મરચું, મરચાં, લીંબુનો રસ, મીઠું અને તેલ.
9. સંબારૂનું અથાણું
- સંબારુ ડાળ (મગફળી સાથે), મીઠું, લાલ મરચું, હિંગ અને તેલ મિક્સ કરી તૈયાર કરવું.
10. કાળા ચણાનું અથાણું
- કાળા ચણા, લાલ મરચું, મીઠું, હળદર, હિંગ અને તેલ વડે બનાવવું.
ગુંદા કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું
- 500 ગ્રામ ગુંદા
- 500 ગ્રામ કાચી કેરી
- 250 ગ્રામ મેથીનો મસાલો
- 50 મી.લી. તેલ
ગુંદા અને કેરીને ધોઈ લેવા તેમાંથી ઠળિયા કાઢી લેવા કેરીના કટકા કરી લેવા. ત્યારબાદ તેમાં મેથીનો મસાલો ઉમેરી મિક્સ કરો. તૈયાર થયેલા અથાણાંને કાચની બોટલમાં ભરવું તેલ ગરમ કરી ઠંડું થાય એટલે અથાણા ઉપર રેડી સ્ટોર કરવું અથાણા ને ફ્રિજમાં સ્ટોર કરવું
કાચી કેરીનો મુરબો બનાવવાની રીત
- અઢીસો ગ્રામ કાચી કેરી
- 400 ગ્રામ ખાંડ
- 1 ચમચી હળદર
- 2 ચમચી મીઠું
- ૬-૭ નંગ કેસરના તાતણા
- 2 ગ્લાસ પાણી કેરી બાફવા માટે
સૌપ્રથમ કેરી ને પાણીથી ધોઈ લો ત્યારબાદ તેની છાલ કાઢી નાખો તેના એકસરખા ટૂકડા કરી લો.હવે તેમાં હળદર અને મીઠું ઉમેરીને મિક્સ કરી લો ત્યારબાદ તેને કલાક એક ઢાંકીને રાખી દો હવે એક તપેલીમાં ગરમ પાણી મુકો પાણી ઉકળે એટલે તેમાં કેરીના કટકા ઉમેરી દો ત્યારબાદ તેમાં ઉભરો આવે એટલે ચારણીમાં કાઢી લો હવે એક તપેલીમાં ખાંડ નાખો પછી તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખો અથવા ખાંડ ડૂબે તેટલું પાણી નાખો તેની એક તારની ચાસણી બનાવી લો ત્યારબાદ તેમાં બાફેલા કેરીના કટકા ઉમેરીને હલાવતા રહો જ્યારે તે ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી તેને હલાવો હવે તેને ઠંડું પડે એટલે કાચની બરણીમાં કાઢી લો ઉપરથી કેસરના તાંતણા નાખીને ડેકોરેશન કરો તો તૈયાર છે કેરી નો મુરબો
આ બધા અથાણાં સ્વાદિષ્ટ અને સંગ્રહણલાયક છે, જે તમારા ભોજનને વધુમાં વધુ ખાસ બનાવી દેશે.
પંજાબી અથાણું બનાવવાની રીત | panjabi athanu | panjabi pickels
- 250 ગ્રામ ગાજર
- 250 ગ્રામ કાચી કેરી
- 250 ગ્રામ લીંબુ
- 250 ગ્રામ લીલા મરચા
- 125 ગ્રામ(એક વાટકી) રાઈના કુરીયા
- 125 ગ્રામ (એક વાટકી)મેથીના કુરીયા
- 50 ગ્રામ (એક વાટકી)લાલ મરચુ સ્વાદ પ્રમાણે વધારે ઓછુ કરી શકાય
- 50 ગ્રામ મીઠું (1/2વાટકી) સ્વાદ પ્રમાણે વધારે ઓછુ કરી શકાય
- 4/5 મોટા લીંબુ નો રસ અથવા વિનેગર અથાણું નરમ બનાવવા માટે
ગાજર ને 1/2 કરી ગોળ સમારો. 2કેરી મીડિયમ સાઇઝ મા સમારો. 3મરચા 2 ઈંચ ના ટુકડા મા સમારો. 4લીંબુ એક ના આઠ ટુકડા થાય તેવા સમારો. 5રાઈના અને મેથી ના કુરીયા મિક્ષર મા ઝીણા વાટો. 6એક બાઉલમાં સમારેલ મરચા, લીંબુ, કેરી, ગાજર લો. તેમા વાટેલા રાઈ અને મેથી ના કુરીયા નાખો. મીઠું, લાલ મરચું, લીંબુ નો રસ /વિનેગર નાખો. બરાબર મિક્સ કરો. અને બે દિવસ એમાં જ રહેવા દો. અને તેને હલાવતા રહો. પછી તેને બોટલ માં ભરી દો. 7આ અથાણું થોડા દિવસ પછી વાપરવું. લીંબુ તથા કેરી મા મસાલા મિક્સ થતા થોડી વાર લાગે છે. (લીંબુ નો રસ / વિનેગર અથાણું નરમ/ લિકવીડ જેવુ થાય એટલુ નાખવું.)
- કંદોઈ જેવી મીઠાઈ ઘરે બનાવવાની રીત | કેસર પેંડા બનાવવાની રીત
- માંડવી પાક બનાવવાની રીત | sing pak banavvani rit
- બજાર જેવી ઘરે સેવ ઉસળ બનાવવાની રીત | sev usad bnavvani rit
- છ ફ્લેવરનું પાણી પુરીનું પાણી બનાવવાની રીત | લારી પર મળે તેવું પાણી પુરીનું પાણી
- શિયાળાની ઠંડીમાં બનાવી શકાય તેવા શાક | મકર સંક્રાંતિ સ્પેશિયલ શાક બનાવવા માટેની રીત
- બજાર જેવા મસાલા ઘરે બનાવવાની રીત | પાવભાજીનો મસાલો બનાવવાનો રીત | masalo banavvani rit
- હોટલ જેવું ડ્રાય મન્ચુરિયન બનાવવાની રીત | dry manchurian banavvani rit
- સાંજે ગરમા ગરમ ખાય શકાય તેવું ખીચું બનાવવાની રીત | khichu banavvani rit
- લીલી તુવેરની રેસીપી | lili tuverni recipe | સાંજનું મેનુ | લીલી તુવેરમાંથી રેસીપી બનાવવાની રીત
- શિયાળાનું પ્રખ્યાત લીલુ ઊંધિયું શાક બનાવવાની રીત | green undhiyu banavvani rit | SURATI UNDHIYU
- દરેક ગુજરાતીઓની પ્રખ્યાત વાનગી બનાવવાની રીત | ગુજરાતી રેસીપી