ઉનાળામાં પરસેવાની દુર્ગંધ એક મીનીટમાં દૂર કરવા અપનાવો આ ૪ દેશી ઉપચાર

0
578

ઉનાળો શરુ થાય એટલે લોકો ગરમીથી કંટાળી તજાય છે લોકો ગરમી સહન નથી કરી શકતા અને આ ગરમીમાં કેટલાક લોકોને ખુબ પરસેવો નીકળે છે અને આ પરસેવાના લીધે ખુબ દુર્ગંધ આવે છે આ દુર્ગંધથી છુટકારો મેળવવા માટે શું કરવી જોઈએ એ તમારા માટે દેશી ઉપચાર લઈને આવિયા છીએ ગરમીમાં   પરસેવાની  દુર્ગંધ  સૌથી  વધુ લોકોને  હેરાન કરે છે.ઘણા  લોકોનો પરસેવો ખુબ  ગંધાતો હોય છે કે જેથી કરીને  તેમની બાજુમાં બેઠેલી વ્યકિત પણ શાંતિથી ન બેસી શકે આ પરસેવાના દુર્ગંધના લીધે લોકો ઇગ્નોર કરતા હોય છે લોકો દુર્ગંધ ન આવે એ માટે જુદા જુદા પરફ્યુમનો ઉપયોગ કરીને પસીનાની વાસને હળવી કરવાનો પ્રયાસ કરતાં હોય છે.

સૌ કોઈ એવું માને કે બદબૂ પરસેવાના લીધે આવે છે. જ્યારેએની સાચી  હકીકત એ છે કે દુર્ગંધ આવવાનું કારણ પરસેવો  નહીં, પરંતુ જે તે વ્યક્તિની ત્વચા પર રહેલા બેક્ટેરિયા જ હોય છે. અને આ બેક્ટરિયા દૂર  કરવા કેટલાંક દેશી ઘરગથ્થુ નુસખા પણ કામ આવી શકે છે . વળી તેને કારણે તમે સ્વયં તાજગી અનુભવો . આજે આપણે આવા દેશી  નુસખાઓ વિશે થોડુક જાણીએ.

આ પણ વાંચો: કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ગ્રીન ટીથી પરસેવો દુર કરવા માટેની ટીપ્સ : ગ્રીન ટીને પાણીમાં ઉકાળો. હવે તેને ટાઢું થવા દો. આ પાણીને રૂના પુમડા વડે શરીરમાં જ્યાં જ્યાં પરસેવાની દુર્ગંધ આવતી હોય ત્યાં ત્યાં લગાવોે. તે તમને આ વાસમાંથી મુક્તિ આપશે.

ટામેટાં થી પરસેવો દુર કરવા માટેની ટીપ્સ: ટામેટાંમાં રહેલો એન્ટિસેપ્ટિક ગુણ શરીર પર રહેલા બેક્ટેરિયાને ખતમ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેથી બેથી ત્રણ ટામેટાંનો રસ કાઢીને સ્નાન કરવાના પાણીમાં ભેળવો. હવે આ પાણીથી સ્નાન કરો. જો હાથપગમાંથી વધારે પડતી વાસ આવતી હોય તો થોડીવાર માટે આવા પાણીમાં હાથપગ બોળી રાખો.

ઉનાળામા લુ લાગવાથી લાભકારી છે આ વસ્તુનું સેવન વાંચવા અહી ક્લિક કરો

લીંબુ થી પરસેવો દુર કરવા માટેની ટીપ્સ: લીંબુ  ઘણી રીતે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારક છે  એ વાત સર્વવિદિત છે. પરંતુ લીબુને વચ્ચેથી કાપીને તેને બગલમાં લગાવો. તમે ચાહો તો મકાઇના લોટમાં લીંબુનો રસ ભેળવીને પેસ્ટ બનાવો. તેને બગલ, હાથ-પગ કે પછી આખા શરીરે લગાવો. હવે તેને ૧૦ મિનિટ રહેવા દો. ત્યાર પછી સ્નાન કરી લો. આટલું કર્યા પછી તમે દિવસભર તાજગી અનુભવશો અને તમારા શરીરમાંથી બદબૂ પણ નહીં આવે.

લોહીના બાટલા ગોતવા નહિ પડે લોહીની ઉણપ પૂરી કરે છે આ શાકભાજી

બેકિંગ સોડાથી પરસેવો દુર કરવા માટેની ટીપ્સ : બેકિંગ સોડા માત્ર રસોઇ બનાવતી વખતે જ વપરાય એવું નથી. તે પસીનાની દુર્ગંધ દૂર કરવામાં પણ ખપ લાગે છે. તમે તેને બગલ જેવા ભાગમાં ટેલ્કમ પાવડરની જેમ લગાવીને થોડીવાર માટે રહેવા દો. ત્યાર પછી વેટ વાઇપ્સ વડે તે લૂછી નાખો. તમે ચાહો તો બેકિંગ સોડા નાખેલું સ્પ્રે વૉટર પણ બનાવી શકો. તેને માટે એક કપ પાણીમાં એક ચમચી બેકિંગ સોડા ભેળવો. હવે તેને પરફ્યુમની જેમ સ્પ્રે કરો. તેનાથી પસીનાની બદબૂથી છૂટકારો મળશે.

રેસીપી: ઉનાળાની સિઝનમાં બનાવો કેસર પીસ્તા આઈસ્ક્રીમ અને સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here