પનીર પકોડા-જ્યારે તમે પંજાબમાં મુસાફરી કરતા હો ત્યારે ત્યાંની અતિ પ્રખ્યાત નાસ્તાની વાનગીનો તમને ગમે ત્યાં ભેટો થઇ જશે અને તે છે પકોડા.પકોડા બનાવવા લગભગ કોઇ પણ શાકભાજી જેવી કે પાલક, કાંદા, ફૂલકોબી, બટાટા અને મરચાંનો ઉપયોગ થાય છે અને મજેદાર ચણાના લોટના ખીરામાં ડૂબાડીને તેને તળવામાં આવે છે. ખરેખર તો પકોડાનો સ્વાદ તો તે જ્યારે ગરમ હોય ત્યારે જ માણવા જેવો હોય છે અને તેમાં પણ જ્યારે પકોડામાં પનીર મેળવવામાં આવે છે, ત્યારે બનતા પકોડા એવા મજેદાર તૈયાર થાય છે કે તે તમારા મોઢામાં મૂક્તાની સાથે જ પીગળી જશે.ચટણી સાથે પકોડા તો એક અદભૂત નાસ્તાની ડીશ ગણાય છે જે તમારા કુંટુબીજનો અને મહેમાનો જીભ વડે આંગળા ચાટી જશે એવા સ્વાદિષ્ટ બને છે. ટી પાર્ટી માટે તો પકોડા યોગ્ય પસંદગી ગણાય. લીલી ચટણી સિવાય તે ગ્વાકામોલ અથવા ચીલી ગાર્લિક સૉસ જેવી વાનગી સાથે પીરસીને તેનો મજેદાર સ્વાદ આનંદથી માણી શકાય છે.
સામગ્રી–200ગ્રામ પનીરના ક્યૂબ
-1 ટી સ્પૂન જીરૂં પાવડર
-2 ટી સ્પૂન આદું-લસણની પેસ્ટ
-1 કપ ચણાનો લોટ
-1 ચપટી કુકિંગ સોડા
-તેલ તળવા માટે
-પાણી જરૂર મુજબ
-મીઠું સ્વાદાનુસાર
રીત-સૌપ્રથમ પનીરના ટુકડાને જીરૂં પાવડર, મીઠું અને આદું-લસણની પેસ્ટમાં વીસ મિનિટ સુધી મેરિનેટ થવા દો. હવે ચણાનો લોટ, કુકિંગ સોડા અને મીઠું મિક્સ કરીને પાણીની મદદથી ઘટ્ટ ખીરુ બનાવો. એક પેનમાં તેલ ગરમ કરો. પનીરના ટુકડાને ખીરામાં ડુબાડીને તેલમાં તળી લો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળો. ક્રિસ્પી પનીર પકોડા તૈયાર છે. ટોમેટો સોસ અને લીલી ચટણી સાથે સર્વ કરો.
રીત 2: ખીરૂં તૈયાર કરવા માટે
એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
આગળની રીત
એક ઊંડા બાઉલમાં પનીર સાથે તૈયાર કરેલો સૂકો પાવડર મેળવી હલકે હાથે ઉપર નીચે કરી મિક્સ કરી લો.
હવે એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં એક-એક કરીને દરેક મસાલા-પનીરના ચોરસ ટુકડાને ખીરામાં ડુબાડીને એક સમયે થોડા-થોડા ક્યુબને મધ્યમ તાપ પર ક્યુબ દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે તળી લો.
આમ તૈયાર થયેલા પકોડાને ટીશ્યુ પેપર પર નિતારી લો.
લીલી ચટણી અને ટમૅટો કેચપ સાથે ગરમ-ગરમ પીરસો.