કેમ છો મિત્રો અત્યાર શ્રાવણ માસ ચાલી રહ્યો છે એટલે અનેક તહેવારો આવશે અને હવે નજીકમાં જ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે આ રક્ષાબંધનના તહેવારમાં બજારના પેંડા લેવા કરતા ઘરેજ પેંડા બનાવજો તમારો ભાઈ ખુબ ખુશ થઇ જશે
માવા બદામના પેંડા બનાવવા માટે જરૂરી સામગ્રી નોંધી: 300 gm મોરો માવો, 200 ગ્રામ ખાંડ, 1 ટે સ્પૂન મિલ્ક પાવડર, 2 ટી સ્પૂન એલચી પાવડર, બદામ જરૂર મુજબ, 2 ટી સ્પૂન ધી
બદામના પેંડા બનાવવા માટે સ્ટેપ બાય સ્ટેપ માહિતી: સૌ પથમ માવો લેવો અને માવા ને ખમણીની મદદથી ખમણી લો. ત્યારબાદ બદામ ને ૪-૫ કલાક પલાળી રાખવી અને બદામની છાલ ઉતરી જાય એટલે બદામની પેસ્ટ બનાવવી. હવે ગેસ ઓન કરી તેના પર એક કડાઈ મૂકી તેમાં ધી ગરમ કરવું અને તેમાં ખમણેલો માવો નાખીને સાંતળી લેવો. માવો એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી શેકો. બરાબર હલાવતા જાવ. અને જો માવાનું મિશ્રણ તમને ઢીલું લાગે તો તેમાં તમે વધુ મિલ્ક પાવડર ઉમેરી શકો છો. ત્યારબાદ તેમાં બનાવેલ બદામ ની પેસ્ટ ઉમેરી દેવી .ત્યાર બાદ ખાંડ ઉમેરવી ખાંડ નાં બદલે મિલ્ક મેડ વાપરી શકો છો. મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લેવું અને ઠંડું કરવા રાખી દેવી ઠંડુ થઇ જાય એટલે પેંડા બનાવવા માટે તમારા હાથ ધી વાળો કરી મન પસંદ આકારના પેંડા વાળી લેવા. તો તૈયાર છે બજાર માં મળતા પેંડા જેવા પેંડા.
થાબડી પેંડા બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 વાટકી ખાંડ, 1/4 ઈલાયચી નો ભુક્કો, 2 લીટર દુધ, 1 ચપટી ફટકડી
થાબડી પેંડા બનાવવા માટેની વિગતવાર માહિતી: સૌ પ્રથમ દૂધ ને ઉકળવા મુકવું અને તેમાં ચપટી ફટકડી ઉમેરવી અને ફટકડી નાખીને દુધને બરાબર હલાવતા રહેવું. થોડીવાર પછી દુધ માં લચ્છા પડવા લાગશે એટલે દુધને સતત હલાવતા રહેવું.. જ્યાં સુધી દૂધનું મિશ્રણ ઘાટું ન થાય ત્યાં સુધી સતત હલાવતા રહેવાનું. જયારે તમને એવું લાગે છે મિશ્રણ ઘટ્ટ થઇ ગયું છે એટલે તેમાં અડધી ખાંડ ઉમેરવી અને સતત હલાવતા રહવું. ત્યરબાદ બીજા ગેસ પર ધીમા તાપે એક કડાઈમાં બાકી રહેતી ખાંડ ઉમેરો અને ગરમ કરી ગોલ્ડન બ્રાઉન રંગ થાય ત્યાં સુધી સતત હલાવતા રહેવું હવે આ ખંડ દુધ વાળા મિશ્રણ માં રેડી દેવી.. અ મિશ્રણને બરાબર થાળીમાં પથરાય એટલું ઘાટું થવા દો. તમને એવું લાગે કે મિશ્રણ પેંડા બનાવવા માટે તૈયાર છે ત્યાર ગેસ પર્થ નીચે ઉતારી લેવું ત્યારબાદ એક થાળી માં ઘી લગાડી ને તેના પર મિશ્રણ પાથરી દો. અને ઠંડુ થવા રાખી મુકો મિશ્રણ ઠરી જાય એટલે તમે તમારા મનપસંદ આકારમાં પેંડા બનાવી લો. તો તૈયાર છે બજાર માં મળતા થાબડી પેંડા જેવા થાબડી પેંડા.
માવાના કેસર પેંડા બનાવવા જરૂરી સામગ્રી: 100 ગ્રામ મોળો માવો, 1 કપ દૂધ, 15 બદામ ગર્નિસ માટે, 8 કેસર ના તાંતણા, 1 કપ ખાંડ, 2 ચમચી ઘી, 1 કપ મિલ્ક પાઉડર, 1 ચમચી ઈલાયચી પાઉડર
માવાના કેસર પેંડા બનાવવા માટેની સંપૂર્ણ રીત: સૌ પ્રથમ એક કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકી તેમાં ખાંડ અને ઘી ઉમેરી ધીમા તાપે ચડવા ડો. ખાંડ ઓગળી જાય એટલે તેમા મીલ્ક પાઉડર નાખવો અને કેસર ઉમેરી બરાબર મિશ્રણ મીક્સ કરી લેવું હવે આ મિશ્રણમાં અંદર માવો નાખી ધીમા તાપે ચડવા દેવું. ત્યારબાદસૌથી છેલ્લે ઈલાયચી પાઉડર નાખી બરાબર મિક્સ કરી લેવો હવે મિશ્રણને ગેસ બંધ કરી ઉતારી લેવું અને મિશ્રણને એક ડીશમાં કાઢી ઠંડુ થવા મુકવું પછી તેના પેંડા વાળી લો પછી ઉપરથી બદામથી ગર્નીશ કરવું તો તૈયાર છે કેસર માવા પેંડા
સફેદ પેંડા: ૧ વાડકી મિલ્ક પાઉડર, ૩ કપ દૂધ, ૧ ચમચી ઘી
સફેદ પેંડા બનાવવા માટેના જરૂરી પગલા: સૌ પ્રથમ એક નોન સ્ટીક કડાઈમાં ૧ ચમચી ઘી ઉમેરવું અને તેમાં દૂધ નાંખી ગરમ કરવું હવે દુધમાં મિલ્ક પાઉડર ઉમેરવો અને સતત હલાવતા રહેવું જ્યાં સુધી દૂધ ઘટ્ટ ના તઃય ત્યાં સુધી સતત હલાવવું જયારે તમને લાગે કે હવે મિશ્રણ ઘટ્ટ થઈ ગયું છે અને પેંડા વળી જશે ત્યારે એક થાળીમાં કાઢી ઠંડુ કરો. મિશ્રણ ઠંડુ થાય એટલે તેના પેંડા બનાવો