પાલકના મુઠીયા
બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 ઝુડી પાલક, 250 ગ્રામ હાંડવા નો લોટ, 1 ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ, 1/4 કપ , દહીં, 2 ટેબલ સ્પૂન તેલ, 2 ટી સ્પૂન ખાંડ, 1/2 ટી સ્પૂન હળદર, ચપટી બેકીંગ સોડા, મીઠું સ્વાદ મુજબ
પાલકના મુઠીયા બનાવવા માટેની રીત: સૌ પ્રથમ પાલકની ભાજીને બે થી ત્રણ વાર સારા પાણીથી ધોઈ કોરા કપડા ઉપર કોરી કરી તેને સમારી લેવી. એક બાઉલમાં સમારેલી પાલક લઈ તેમાં મીઠું અને ચપટી બેકિંગ સોડા નાખી હાથ થી ચોળી લેવી. પછી તેમાં દહીં, આદુ- મરચાની પેસ્ટ, હળદર અને ખાંડ ઉમેરવી. હવે તેમાં તેલ ઉમેરી બરાબર મિક્સ કરી હાંડવા નો લોટ ઉમેરી લોટ બાંધી લેવો. હવે તેને દસ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપવો. હવે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકો. હવે હાથ તેલ વાળા કરી મુઠીયા વાળી સ્ટીમરમાં મૂકી દસથી પંદર મિનિટ માટે સ્ટીમ કરી લેવા. મુઠીયા ઠંડા થઈ જાય એટલે તેના પીસ કરી લેવા. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ,જીરુ, તલ,લીલા મરચાં અને લીમડાનો વઘાર કરી મુઠીયા વઘારી લેવા. ગેસ બંધ કરી કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
પાલકના સક્કરપારા | palak recipes
પાલકના સક્કરપારા | palak recipes બનાવવા માટે જરૂરી સામગ્રી: ૨ કપ ઘઉંનો લોટ, ૧ કપ પાલક ની પ્યુરી, મીઠું સ્વાદ અનુસાર, ૨ ચમચી આદુ, મરચા ની પેસ્ટ, ચપટી હીંગ, તેલ જરૂર મુજબ
પાલકના સક્કરપારા બનાવવા માટેની રીત: એક કથરોટ માં લોટ લઈ તેમાં પાલક ની પ્યુરી, આદુ, મરચા ની પેસ્ટ, હિંગ, મીઠું સ્વાદ અનુસાર, ૨ ચમચી તેલ નાખી લોટ બાંધી લો જરૂર પડે તો થોડું પાણી નાખવું લોટ બંધાઈ જાય એટલે તેને ૧૦ મીનીટ માટે રેસ્ટ આપવો. ત્યારબાદ લોટ માંથી લૂઆ કરી મોટા ગોળ આકાર માં વણી લેવા ત્યારબાદ ચપ્પુ થી આડા અને ઊભા કાપા કરી સક્કરપારા નો શેપ આપી દેવો. એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સક્કરપારા નાખી તળી લેવા તો તૈયાર છે પાલક ના સક્કરપારા
પાલકના પકોડા palak recipes |
પાલકના પકોડા palak recipes | બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 ઝૂડી પાલક, 1 વાટકો ચણાનો લોટ, ચપટી સોડા, મીઠું સ્વાદાનુસાર, તીખા, તળવા માટે તેલ, આદુ મરચાં ની પેસ્ટ
પાલકના પકોડા બનાવવા માટેની રીત: સૌ પ્રથમ પાલક ને ઝીણી સમારી લો ત્યારબાદ તેને પાણી વડે સાફ કરિ લો. ત્યારબાદ તેમાં આદુ મરચાં ની પેસ્ટ ઉમેરો ત્યારબાદ તેમાં ચણાનો લોટ અને બીજો બધો મસાલો નાખી મિક્સ કરી લો. યારબાદ ગેસ પર તેલ ગરમ કરી તેમાં ગરમ ગરમ પકોડા તરી લો વરસાદ માં ગરમ ગરમ પકોડા ખાવાની ખૂબ મજા આવે છે.
પાલકમાંથી બનતી સેવ
પાલકમાંથી બનતી સેવ palak recipes | માટે જરૂરી સામગ્રી: 1 બાઉલ પાલક ભાજી (ધોઈને સમારેલી), 1/2 ચમચી આદું, 1/2 ચમચી લસણ, 1 ચમચી લીલું મરચું (તીખું સ્વાદ પ્રમાણે), 1 ચમચી ચાટ મસાલા, 1/2 ચમચી કાળા મરી પાઉડર, 1/2 ચમચી લાલ મરચું પાઉડર, 1/2 ચમચી હળદર, 1/4 ચમચી હિંગ, મીઠું (મીઠું – સ્વાદ પ્રમાણે), 5-6 પત્તા કઢી લીમડી, 3 વાટકી ચણાનો લોટ (બેસન), 1.5 ચમચી ચોખાનો લોટ, તળવા માટે તેલ
પાલકમાંથી બનતી સેવ માટેની રીત: સૌ પ્રથમ મિક્સર બાઉલમાં પાલકભાજી, આદું, લીલા મરચા, લસણ, લાલ મરચું પાઉડર, હળદર, હિંગ, ચાટ મસાલા, મરી પાઉડર, મીઠું (મીઠું) નાંખી એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવી. (પેસ્ટ એકદમ સ્મૂથ જ હોવી જોઈએ). યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ (બેસન) લઇ એમાં પેહલા તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી 1ચમચી તેલનું મોણ લઈને કણક બાંધવી. (કણક પાલખની તૈયાર કરેલી પેસ્ટથી જ બાંધવી, જરૂર પડે તો જ એમાં પાણી ઉમેરવું.) હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી સેવ પાડવી.જ્યારે સેવ તળાઈને તૈયાર થાય ત્યારે એમાં 3-4 પત્તી કઢી લીમડી નાંખી તરત જ પ્લેટમાં કાઢી લેવી. આ સેવને એમ જ ફરસાણ તરીકે અથવા ચાટ માં કે શાકમાં પણ યુઝ કરી શકો.
પાલક પનીરનું શાક બનાવવા | palak recipes |
પાલક પનીરનું શાક બનાવવા | palak recipes | માટે જરૂરી સામગ્રી: 300 ગ્રામ પાલક,150 ગ્રામ પનીર,2 ચમચી તેલ,3 ચમચી બટર,1 ચમચી જીરૂ, 1/2 ચમચી હિંગ, 2 નંગ તમાલ પત્ર, 15 જેટલી લસણ ની કળી ની પેસ્ટ, 1 નગ લીલું મરચું, 1/2 ચમચી પંજાબી મસાલો, 2 ચમચી લાલ મરચું, 1 ચમચી ખાંડ, 2 ચમચી મલાઈ
પાલક પનીરનું શાક બનાવવા માટેની રીત: સૌ પ્રથમ પાલક ને સારા પાણીથી ધોઈને પાણી માં નાખી કૂક કરી લો. કૂક કરવા માં 1 ચમચી ખાંડ નાખવી. જેથી પાલકનો કલર ગ્રીન રહે ઝાંખો નહિ પડે. એક પેન માં તેલ અને બટર મૂકી ને તેમાં જીરું, હિંગ મૂકો. પછી તમાલ પત્ર નાખીને વઘાર કરવો. ત્યાર બાદ તેમાં લસણ ની પેસ્ટ એડ. કરો. અને ધીમે ધીમે હલાવી પછી તેમાં પાલક ની પેસ્ટ એડ કરો. હવે ધીમા ગેસ પર કૂક કરો. અને બધા મસાલા એડ કરો પછી મલાઈ એડ કરી પનીર એડ કરો. તો તૈયાર છે પાલક પનીરનું શાક અને સર્વ કરો