સામગ્રી – 6 સ્લાઈસ મોટી બ્રેડ, 250 ગ્રામ બેસન, 200 ગ્રામ બાફેલા બટાકા, લીલી ચટણી, મીઠું, મરચુ, અજમો, હિંગ, હળદર, લીલા મરચાં અને લીલા ધાણા સ્વાદ મુજબ. તળવા માટે તેલ.
બનાવવાની રીત – બેસનમાં મીઠુ અને થોડુક મરચું નાખીને પ્રમાણસર પાણી નાખી ભજીયા જેવુ ખીરુ તૈયાર કરી લો.
બટાકાનો મસાલો – બાફેલા બટાકાને મસળીને તેમા મીઠુ, સમારેલા મરચાં અજમો, હિંગ, હળદર, લીલા ધાણા નાખીને સારી રીતે મિક્સ કરી લો.
લીલા ધાણાની ચટણી – 100 ગ્રામ ધાણામાં બે ત્રણ લીલા મરચા, મીઠુ નાખીને લીલી ચટણી બનાવી લો.
હવે બ્રેડની બે સ્લાઈસ લો.. એક સ્લાઈસ પર તૈયાર બટાકાના મસાલાનુ પાતળુ પડ બીછાવી લો. અને બીજી બ્રેડની સ્લાઈસ પર લીલી ચટણી લગાવી દો. હવે આ બ્રે સ્લાઈસને એક પર એક મુકીને દબાવી દો. વચ્ચેથી કાપીને ત્રિકોણાકાર કરી લો.
હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો અને તૈયાર બ્રેડની સ્લાઈસને બેસનના ખીરામાં ડૂબાડીને તળી લો. આ રીતે બધી બ્રેડ તૈયાર કરો. આ ગરમા ગરમ બ્રેડ પકોડા સેંડવિચ ચા સાથે કે સોસ સાથે સર્વ કરો.રીત : સૌથી પહેલા ડુંગળી, લીલા મરચા, કોથમીર બારીક સમારી લો પછી તેમાં બધા મસાલા મિકસ કરી બેસન ઉમેરો અને થોડું-થોડું પાણી નાખી તેને મિકસ કરી ખીરું તૈયાર કરો. બેસનના ખીરાને થોડુ પાતળું રાખો જેથી તે બ્રેડને ચોટી શકે. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી એક-એક બ્રેડને બેસનના ખીરામાં બોળી ધીમી આંચ પર તળો. તૈયાર બ્રેડ પકોડાને સોસ અને ડુંગળી સાથે સર્વ કરો.