નોનસ્ટીક તવી અથવા નોનસ્ટીક વાસણને સાફ રાખવા માટેની ટીપ્સ

0
399

kitchen tips: મોટા ભાગે ઢોસા બનાવવા માટે નોનસ્ટીક તવીનો ઉપયોગ થતો હોય છે એવું કહેવામાં આવે છે ક નોનસ્ટીક વાસણ સાફ કરતી વખતે ખાસ ધ્યન રાખવું પાડે છે જો તવી સાફ કરતી વખતે ધ્યાન રાખવામાં ન આવે તો બીજી વખત ઢોસા બનાવતી વખતે ઢોસા તવીમાં ચોટવાની સમસ્યા થાય છે.  નોનસ્ટિક વાસણ એવા હોય છે કે જેમાં કોઈ પણ પ્રકારનું શાક બનાવવા માટે ખૂબજ નહીવત તેલનો વપરાશ થાય છે, ઓછા તેલનું ભોજન હંમેશાથી હેલ્ધી ગણાય છે જેથી નોનસ્ટિક વાસણોનો માર્કેટમાં જથ્થો મોંધો પણ મળતો હોય છે.

કિચનમાં (રસોડામાં) નોનસ્ટિક વાસણોને(non stic) ખાસ રીતે સાચવવા પડતા હોય છે, આજના જમાનામાં  માત્ર બેલ્ક કલરના નોનસ્ટિક વાસણ જોવા મળતા નથી, હવે તો તેના ઉપર જૂદા જૂદા કલરનું કોટિન કરેલા વાસણો મળી રહ્યા છે જેને જરા પર ખરોચ આવતા કલર નીકળી જવાનો ભય પણ રહે છે માટે આ પ્રકારના વાસણોને ખૂબ સાચવવા પડતા હોય છે. વાસણ સાફ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે છે  કોઈ પણ પ્રકારના નોનસ્ટિક વાસણમાં જમવાનું બનાવ્યા બાદ તેની સફાઈ કરવા માટે કોટનના નરન કપડા કે પછી નાયલોન કૂચાવીની જ મદદ જ સાફ કરવું જૌઇએ,  જેથી તેની અંદરનું કોટિન ખરાબ નહી થાય અને બહારનો કલર પણ બગડશે નહિ.

નોનસ્ટિક વાસણમાં સબજી કે વાનગીઓને બનાવવા  હંમેશ માટે  લાકડાના જ ચમચા ,તવીથા કે ચમચીનો ઉપયોગ કરવો જોઈએ., સ્ટિલના ચમચાના ઉપયોગથી કોટિન ખરાબ થઈ જવાની સમસ્યા થાય છે, આ સાથે જ નોનસ્ટિક વાસણમાં જમવાનું બનાવ્યા બાદ તેને પાણીમાં તરત પલાળી દેવા ત્યાર બાદ તેનો સાફ કરવા જોઈએ. રસોઈ બનાવીને તરત તેને સાફ n કરવું થોડી વાર પાણીમાં પલાળીને જ વાસણ સાફ કરવું જોઈએ . આ વાસણમાંથી ચીકાશ દુર કરવા માટે ટે લેમન યુક્ત  લિક્વિડનો ઉપયોગ કરવો જેથી વાસણ ચીકળા નહી રહે અને સરસ સાફ થઈ જશે. નોનસ્ટિક વાસણને અલગથી રાખવા જોઈએ, એક બીજા વાસણ સાથે આ વાસણ ન અથડાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ .નહી તો બહારનો કલર ખરાબ થવાની શક્યતાઓ રહેતી હોય છે. નોનસ્ટિક વાસણમાં એવી વાનગીઓ ક્યારેય નહી બનાવવી જોઈએ જેને વધારે પડતી કડક કરવી હોય અથવા કુક કરવી હોય જેમ કે, કેક છે,હાંડવો છે એવી વસ્તુઓને વધારે બાળવા દેવી પડે છે જેમાં નોનસ્ટિક કોટિન ઉખડી જવાની શક્યતાઓ જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here