સવારના નાસ્તામાં બનાવો અવનવો નાસ્તો દરરોજના સેડ્યુલ સાથે

સવારે નાસ્તામાં બનાવો અલગ અલગ નાસ્તો તમે પણ એક જ નાસ્તો કરીને કંટાળી ગયા છો તો બનાવો સાપ્તાહિક નાસ્તાનું મેનુ
સોમવારનો નાસ્તો: મેટા ઉપમા બનાવવા જરૂરી સામગ્રી: 1/2 કપ સોજી, 1 કપ ટોમેટો પ્યૂરીી(બે થીીત્રણ ટામેટાં), 1 નંગ ડુંગળી ઝીણી સમારેલી, 2 ચમચી લીલા વટાણા બાફેલા, 5-6 મીઠા લીમડા ના પાન, 2 ચમચી ઘી, 1/2 ચમચી અડદ ની દાળ, 7-8 કાજુ ના ટુકડા, 1/4 ચમચી રાઈ,  1/4 ચમચી લાલ મરચું, 11/2 કપ પાણી, ચપટી હિંગ, ચપટી હળદર, મીઠું જરૂર મુજબ

ટામેટા ઉપમા બનાવવા માટેની રીત: સૌથી પેલા એક કડાઈ માં એક ચમચી ઘી મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં અડદ ની દાળ અને કાજુ ને ગુલાબી સેકી લો પછી તેમાં સોજી ને ઉમેરી મિક્ષ કરી ધીમા ગેસ પર 7 મિનિટ સેકી લો. હવે એક kadai માં ઘી મૂકો તેમાં રાઈ અને મીઠા લીમડા ના પાન ઉમેરો…. પછી તેમાં ચપટી હિંગ નાખો…અને ડુંગળી નાખી બે મિનિટ સેકી લો હવે તેમાં વટાણા ઉમેરો બે મિનિટ સાંતળો અને ઓછી તેમાં હળદર,લાલ મરચું અને ટામેટાં ની પ્યુરી ઉમેરોોને 1-1/2 કપ પાણી ઉમેરી મિક્સ કરો.હવે તેમાં જરૂર મુજબ મીઠું નાખી 5 મિનિટ ધીમા ગેસ પર ઉકાળો.pchhi તેમાં શેકેલ સોજી ઉમેરી હલાવતા રહો જ્યાં સુધી ઉપમા સરસ છૂટો થાય ત્યાં સુધી હલાવતા રહો. તૈયાર છે આપણો ટેંગી ટોમેટો ઉપમા….ગરમ ગરમ ઉપમા ની મજા માણો.

મંગળવાર નાસ્તો:  બટાકા પૌઆ બનાવવા જરૂરી સામગ્રી: 1 મોટો વાટકો પૌઆ, 2 બાફેલા બટાકા, 2 ચમચી લીલાં મરચા, 1 નાની વાટકી ઝીણી સમારેલી ડુંગળી, 1 વાટકી સમારેલા ટામેટા, 5 6 મીઠા લીમડા ના પાન, 1 નાની વાટકી દાડમ નાં દાણા, 1 લીંબુ, 2 ચમચી ખાંડ, 1 ચમચી હળદર, 1/2 ચમચી હિંગ, 1 ચમચી જીરૂ, 1 વાટકી સમારેલી કોથમીર, સ્વાદ મુજબ મીઠું, જરૂર મુજબ તેલ

બટાકા પૌઆ બનાવવા માટેની રીત: સૌ પહેલા પૌઆ ને સરખા ધોઈ ને 15 20 મિનિટ માટે નીતરવા મૂકી દેવા.  ત્યાર બાદ પૌઆ ને એક મોટા બાઉલમાં લઈ ને તેને હાથે થી છૂટા પડી લેવા. અને તેમાં હળદર,મીઠું,ખાંડ,લીંબુ અને ટામેટા નાખી ને સરખું હલાવી ને બરાબર મિક્સ કરી લેવું. હવે એક કડાઈમાં થોડું તેલ મૂકી ને તેમાં જીરું, મીઠા લીમડા ના પાન,હિંગ, હળદર, લીલાં મરચાં,ડુંગળી નાખી ને બરાબર સાંતળી લેવું અને તેમાં બફેલા બટાકા નાખીને બરાબર હલાવવું. હવે તેમાં મિક્સ કરેલા પૌઆ નાખી ને સરખી રીતે હલાવી લેવું. અને થોડી વાર માટે ઢાંકી રાખવા. ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું નાખવું. અને તેમાં કોથમીર તથા દાડમ નાં દાણા નાખી ને ગરમાગરમ સ્વાદિષ્ટ બટાકા પૌઆ નો આનંદ માણવો.

બુધવારનો નાસ્તો:  મેથી થેપલાં બનાવવા જરૂરી સામગ્રી:  ૧ કપ ઘઉંનો લોટ, ૧/૨ કપ બાજરીનો લોટ, ૧/૨ કપ કોથમીર, ૧/૨ કપ ચણાનો લોટ, ૧ ચમચી લસણની પેસ્ટ,૧ કપ સમારેલી મેથીની ભાજી, ૧/૨ ચમચી અજમો, ૧ ચમચી જીરું, ૧ ચમચી તલ
૧ ચમચી હળદર, ૧ ચમચી લાલ મરચું પાઉડર, ૧/૪ ચમચી હીંગ, ૨ ચમચી ધાણાજીરૂ પાઉડર, ૨ ચમચી તેલ, ૧/૨ કપ દહીં, ૨ ચમચી ખમણેલો ગોળ, મીઠું સ્વાદનુસાર, પાણી જરુર મુજબ, તેલ જરૂર મુજબ થેપલા શેકવા

મેથી થેપલાં બનાવવા માટેની રીત: સૌ પ્રથમ મેથીની ભાજી અને કોથમીર બંને સાફ કરીને ધોઈ અને ઝીણી સમારી લો. એક વાટકીમાં ખમણેલો ગોળ અને દહીં મિકસ કરી લો. હવે એક મોટાં વાસણમાં ઘઉં, બાજરી અને ચણાનો લોટ, અજમો, લસણની પેસ્ટ, અજમો, તલ, હળદર, લાલ મરચું, ધાણાજીરૂ પાઉડર, મીઠું, હીંગ, દહીં-ગોળ અને તેલ (મોણ માટે) ઉમેરી બધું જ બરાબર મિકસ કરી લો. ત્યારબાદ તેમાં મેથી અને કોથમીર ઉમેરી બરાબર મિકસ કરો. ભાજીમાંથી જે પાણી છુંટું પડે એનાથી જ મિડીયમ લોટ બાંધવો. જરુર પડે તો પાણીનો ઉપયોગ કરી શકાય. લોટ બાંધ્યા પછી ઢાંકી ૧૫ મિનિટ માટે સેટ થવા દો. ત્યારબાદ એક સરખા લૂઆ કરીને ગોળ મિડીયમ થેપલા વણી લો. હવે, તવી ગરમ થયા પછી તેલ લગાવીને થેપલા બંને બાજુ શેકી લો. તો તૈયાર છે થેપલા. નોંધ- દહીંમાં ખમણેલો ગોળ મિકસ કરી લોટમાં ઉમેરવાથી થેપલા એકદમ સોફ્ટ બને છે.

ગુરુવારનો નાસ્તો:  સવારના ગરમ ગરમ ચા સાથે એકદમ તીખી ભાખરી ખાવામાં આખો દિવસ સુધરી સરસ જાય. અને આ ભાખરી ગઈ સાથે પણ ખુબ જ સરસ લાગે છે જેમને તીખો ચટપટો ખાવાનો શોખ હોય એના માટે આ બેસ્ટ નાસ્તો છે. આ ભાખરી ત્રણ ચાર દિવસ આસાનીથી રહી શકે છે. જો તમે ટ્રાવેલિંગ કરતા હોય તો આ સરસ સોલ્યુશન છે તમે લઈ જઈ શકો છો અને આ બાળકોને પણ ખુબ જ ભાવે છે. અને હમણાં અથાણાની સીઝન ચાલતી અચાર મસાલો તો બધાના ઘરમાં હોય જ તો તમે આ મસાલાનો ઉપયોગ ભાખરી માં કરો અને ભાખરી નો ટેસ્ટ આખો બદલાઈ જાય છે. રેગ્યુલર ભાખરી સાદી સિમ્પલ ખાઈ ને તો આપણે થાકી ગયા હશો તો તમે આ મસાલાનો ઉપયોગ ભાખરીમા ટ્રાય કરજો જરૂરથી ભાવશે.

તીખી ભાખરી બનાવવા માટે જરૂરી સામગ્રી: ૨ ચમચી અચારી મસાલા, ૧ વાડકી ધઉનો લોટ, ૧/૨ ચમચી મીઠું, ૨ ચમચી દૂધની મલાઈ, ૧/૪ ચમચી હળદર, ૧/૪ ચમચી ધાણાજીરું પાઉડર, ૨ ચમચી તેલ મોણ માટે, ૧ ચમચી સફેદ તલ, તેલ ભાખરી શેકવા માટે, લોટ બાંધવા માટે પાણી જરૂરિયાત મુજબ

તીખી ભાખરી બનાવવાની રીત:  સૌપ્રથમ એક વાડકામાં ઘઉંના લોટ લઇ લો પછી એની અંદર મીઠું, ધાણા-જીરુ પાઉડર, સફેદ તલ,અચારી મસાલો નાખી બરાબર હાથથી મિક્સ કરો,  પછી ની અંદર મને દૂધની મલાઈ અને મોણ માટેનું તેલ નાખી મિક્સ કરી જરૂરિયાત મુજબ પાણી થી લોટ બાંધો. લોટ ઘઉં નરમ પણ નથી બાંધવાનો અને બહુ કડક પણ નથી બાંધવાનું, પછી એને દસ-પંદર મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો. ગેસ પર ધીમા તાપે તવી ગરમ કરવા મુકો પછી અને લોટના લૂઆ કરી પાતળી વણવી પછી એને તવી પર શેકવા મૂકવી જરૂરિયાત લાગે એટલું તેલ નાખી અને બંને સાઇડ બરાબર કડક શેકાવા દેવી., આચાર મસાલા ભાખરી તૈયાર છે એ તમે સવારના નાસ્તામાં ચા સાથે દહીં સાથે પણ લઈ શકો છો તમે કશી ટ્રાવેલિંગમાં જતા હોય ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે ટેસ્ટી અચારી મસાલા ભાખરી..

શુક્રવારનો નાસ્તો ચોખાના લોટનું ખીચું બનાવવા જરૂરી સામગ્રી: 100 ગ્રામ ચોખા નો લોટ, 3 વાટકી પાણી, 1 ચમચી મીઠું, 1 ચમચી જીરૂ પાઉડર, 1 વાટકી શીંગ તેલ, 2 ચમચી લાલ મરચું પાઉડર

રીત: એક તપેલી મા ધીમા ગેસ પર પાણી ગરમ કરવા મૂકો તેમાં મીઠું અને જીરું પાઉડર ઉમેરી ને 4 મિનિટ માટે પાણી ઉકાળો. હવે તેમાં ધીમે ધીમે લોટ ઉમેરી ને વેલણ વડે એક સાઇડ મા લોટ અને પાણી ને મિક્સ કરો. મિક્સ કર્યા બાદ 3 થી 4 મિનિટ માટે ધીમા ગેસ પર ખીચું ને પકાવી દો. ત્યાર બાદ થોડું ખીચું એક થાળી માં લઇ ને તેમાં શીંગ તેલને લાલ મરચું પાઉડર ઉમેરી ને ખીચા માં મિક્સ કરીને ગરમા ગરમ સર્વ કરો.

Leave a Comment