મુસળીના ભરપુર ફાયદા મૂત્રમાર્ગની પથરીમાં મુસળી ઉત્તમ પરિણામ આપે છે. પથરીની તકલીફવાળાએ મૂસળી અને ગોખરું સરખા ભાગે લેવા અને તેનું ચૂર્ણ બનાવી રાખવું સવાર – સાંજ બનાવેલ આ ચૂર્ણ અડધી ચમચીની માત્રામાં દૂધ સાથે અથવા પાણી સાથે લેવું થોડાક જ દિવસમાં પથરી તૂટીને બહાર નીકળી જશે. તેમજ મૂસળી એ વાયુનો નાશ કરનાર પણ માનવામાં આવે છે. એટલે જ તો મુસળી સંધિવા, કમરનો દુખાવો વગેરે તકલીફોનું તે ઉત્તમ ઔષધ માનવામાં આવે છે. મુસળીમાં કાળી મૂસેળી, અશ્વગંધા અનેં ગોંખરું સરખા ભાગે લઈ ચૂર્ણ કરી લેવું. એક ચમચી જેટલું આ ચૂર્ણ દૂધ કે પાણી સૌથે સવાર – સાંજ લેવું. આ ચૂર્ણ લેવાથી વાયુને કારણે થતાં બધાં જ રોગમાં રાહત અનુભવાશે. તેમજ વાયુ ને કારણે થતા બધા રોગોનો નાશ થશે કાળી મૂસળીમાંથી બનતો મૂસળીપાક ખુબ પ્રસિદ્ધ છે. એ સિવાય મૂસળી મદનાનંદ ચૂર્ણ મૂસલ્વાદિ ચૂર્ણ , પુષ્ટિકર ચૂર્ણ , પુષવલ્લભ ચૂર્ણ વગેરે આયુર્વેદીય દવામાં મુખ્ય ઔષધ રૂપમાં પ્રયોજાય છે . આયુર્વેદમાં મૂસળીનું ઘેણું જ મહત્ત્વ છે.
ખસ ખસના ફાયદા પલાળેલા ખસ ખસને દૂધમાં પલાળીને પીવાથીના થાય છે અનેકગણા ફાયદા પાણીમાં બે ચમચી ખસ ખસને છ કલાક સુધી પલાળી રાખો પછી તેને દૂધ સાથે મિક્સ કરી તેનું સેવન કરો. હાર્ટ પ્રોબ્લેમ એટલે કે હૃદય સંબંધી બીમારીઓને દૂર કરે છે. હદય સંબંધી બીમારીઓ હોય છે તે લોકોનું કોલેસ્ટ્રોલ વધી જતું હોય છે. જેના કારણે તેમનું હૃદય જોખમાતું હોય છે તેથી કોલેસ્ટ્રોલ વધવાના કારણે અટેક આવી શકે છે. પરંતુ ખસ ખસમાં કોલેસ્ટ્રોલ શૂન્ય હોય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે .જેના કારણે તમારું કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે જેથી તમે હદય સંબંધી બીમારીઓથી બચી શકો છો
નાગરવેલ ના ફાયદા નાગરવેલનું પાન રુચિ ઉપજાવનાર છે તેમજ ઝાડો સાફ લાવનાર, પિત દુર કરનાર, બળ વધારનાર, કફનાશક અને મોંની દુર્ગધ દૂર કરનાર તથા થાક દૂર કરે છે. તેમાં એક જાતનું સુગંધિત દ્રવ્ય રહેલું છે જે મોં ને ચોખ્ખું કરે છે, દાંતમાં સડો થતો અટકાવે છે અને પાચન માટે જરૂરી પાચક રસોનો સ્ત્રાવ કરે છે. નાગરવેલના પાનમાં અડધી ચમચી મધ અને હળદર અને આદુનો એક ટુકડો મૂકી ખૂબ ચાવીને દિવસમાં ત્રણ – ચાર વાર ખાવાથી શરદી અને સળેખમ ઉધરસ જેવા કફના રોગો મટે છે.
હંમેશ માટે સ્વસ્થ રહેવા માટેના 10 નિયમ દરેક વ્યક્તિ એ અપનાવા જેવા ખાસ ઉપચાર સવારે ખાલી પેટ 2 ગ્લાસ ગરમ પાણી પીવો તેનાથી તમારા શરીરમાં થાય છે અનેકગણા ફાયદા સવારે ખાલી પેટ ક્યારેય ચા ના પીવી જોઈએ, સવાર અને બપોરના ખાવામાં થોડુંક દહીં લેવું જમ્યા બાદ વરિયાળી કે ગોળ જરૂર ખાવો જોઈએ સફેદ મીઠું ખાવાનું બંધ કરો હમેશા સિંધાલૂણ મીઠું જ ખાવાનો આગ્રહ રાખવો. ટીવી અને મોબાઇલ જોતા જોતા ન જમવું. નાસ્તો કરતા પહેલા અને જમ્યા બાદ 500 પગલાં જરૂર ચાલો. રાતના સમયે દહીં , ભાત કે રાજમાં ના ખાવા જોઈએ. રાત્રે સૂતા પહેલા દાંત સાફ કરીને અને પાણી પીને જ સુવો સુતા પહેલા પાણી પીવાનું ભૂલવું નહિ. રાત્રે 10 વાગે સુઈ જાઓ સવારે વહેલા ઉઠી જાઓ આમ નિયમિત કરવાથી તમારું શ્રી સ્વસ્થ રહેશે. લોકોના હિત માટે આ જાણકારીને અવશ્ય શેર કરજો.
5 થી 15 મિનીટ નિયમિત ચાલવાથી અચાનક આવતા મૃત્યુનું 33 ટકા જોખમ ઘટી જાય છે. 5 થી 15 મિનીટ ચાલવાથી કાર્ય કરવાની ક્ષમતા માં 60 ટકા જેટલો વધી જાય છે. આથી આયુર્વેદિકમાં કહેવામાં આવ્યું છે કે 15 થી 20 મિનીટ ચાલવાથી બ્લડ સુગર ઘટે છે. 20 થી 30 મિનીટ ટહેલતા કુદરતી સૌંદર્ય જોઇને ચાલવાથી નિરાશાજનક વિચારો ઘટી જાય છે અને તમારું મગજ શાંત અને પ્રફુલિત થાય છે. 30 થી 35 મિનીટ ચાલવાથી બીમારીનું જોખમ ઘટી જાય છે ચાલવાનું શાંતિથી રાખવું