મ્યુકોરમાઈકોસિસ રોગના શુ છે લક્ષણ અને બચવા શું કરશો?

0
187

મ્યુકોરમાઈકોસિસના પ્રારંભીક લક્ષણો અને સંકેતો . કોવિડ -19 માંથી સાજા થયેલા હોય અને ડાયાબિટીસ હોય ( વધારે બ્લડ સુગર ધરાવતા ) ICU માં દાખલ થયેલા હોય અને ઓછી ઈમ્યુનીટી હોય તેવા દર્દીઓને મ્યુકોરમાઈક્રોસિસ માટે ખાસ સતર્ક થવા માટેના ચિહ્નો : મ્યુકોરમાઈક્રોસિસ માટે ચહેરાના લક્ષણો : 1. ચહેરાનો દુઃખાવો . 2. ચાહેરાની ત્વચાનો રંગ કાળાશ પડતો થવો . 3. ચહેરાનો કોઈભાગ સુકો ૫ડી જવો . 4. એકબાજુ તીવ્ર માથાનો દુઃખાવો આંખની પાછળના ભાગમાં 5. ચહેરા પર સોજો આવવો ,

નાકના લક્ષણો : નાકમાં દુખાવો 1. નાક જામ રહેવું 2. નાક માંથી લોહીવાળું પ્રવાહી પડવું .

આંખના લક્ષણો – 1. ડબલ દેખાવું . 2. આંખમાં ઝાંખુ દેખાવું અને આંખનું હલનચલન બરાબર ના થવું . 3. આંખની પાંપણ ના ખુલવી . 4. આંખ ઉપર તેમજ આંખની પાંપણ પર સોજો આવવો .

મોઢાના લક્ષણો : 1. દાંતનો દુઃખાવો / દાંત નબળા પડી જવા . 2. મોઢામાં પરનો રંગ બદલાવો અથવા મોઢુ કાળું પડવું ઉપર જણાવેલ કોઈપણ લક્ષણ જણાય તો તાત્કાલિક ધોરણે ડોક્ટરનો સંપર્ક કરવો . સીવીલ તથા સ્મીમેર હૉસ્પિટલમાં મ્યુકસ્માઈકસિસની અલગ 0.P.D. ની વ્યવસ્થા કરેલ છે . મ્યુકોરમાઈક્રોસિસથી બચવા શુ સાવચેતીઓ રાખશો . 1. ઘરની બહાર માસ્ક પહેરીને જવું , 2. લાંબી બાય ( Long steave ) ના કપડા પહેરવા . 3. ભેજવાળી જગ્યા પર ના જવું અને જવાનું થાય તો માસ્ક પહોરવું . 4. , હાથ અને ચહેરી વારંવાર સાબુથી સાફ કરવા . ૫. સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરવું . 6. ડાયાબીટીસ સંપૂણ કંટ્રોલમાં રાખશો , તેમજ નિયમિતપણે બ્લડ સુગર ટેસ્ટ કરવું ( લેબોરેટરીમાં અથવા ઘરે ગ્લુકોમીટર દ્વારા ) અને જરૂર પડતા ડોકટરનો સંપર્ક કરવો ,

ઘરે રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here