અજમાવી જુઓ આ ઉપયોગી ઘરગથ્થું ટિપ્સ આ Tips જરૂર થી Try કરો અને Share કરો.

0
1329

અજમાવી જૂઓ ઘરગથ્થુ ઉપાય બટાકાનો સ્વાદ ઘણી વખત મીઠાશ પડતો લાગે છે . આવા બટાકા ઘરમાં આવી ગયા હોય તો મૂંઝાશો નહીં . બટાકા બાફતી વખતે તેમાં અડધો ચમચો મીઠું અને ચાર લવિંગ નાખવાથી સ્વાદ સામાન્ય થઇ જશે .

મૂળાને લાંબા સમય સુધી તાજા રાખવા હોય તો

  • જો તમે પણ મૂળાને લાંબા સમય સુધી તાજા રાખવા માંગતા હોય તો મૂળાના પાનને કાપશો નહિ. કારણ કે લીલા પાંદડા હોવાને કારણે જ મૂળો લાંબા સમય સુધી તાજી રહે છે. જો મૂળાના એકથી બે પાંદડા પાંદડા પીળા પડી ગયા હોય તો તમે તેને કાપી શકો છો.
  • સમય સમય પર મૂળા અને પાંદડા પર પાણી છાંટવું જોઈએ. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે તમે કોઈપણ શાકમાં મૂળાના પાનનો ઉપયોગ કરી શકો છો અને તેનો ઉપયોગ સલાડમાં પણ સરળતાથી કરી શકાય છે.
  • બટાકા, ડુંગળી, મૂળા વગેરે શાકભાજીને સાથે મૂળાને રાખવાથી જલ્દી બગડવા લાગે છે.શિયાળાની ઋતુમાં મૂળાને ફ્રીજમાં રાખવાનું ટાળવું જોઈએ કારણ કે મૂળો ઠંડો હોય છે. ઘણી વખત મૂળાને ફ્રીજમાં રાખવાથી તેનું શુગર લેવલ વધી જાય છે, આ પણ કારણ છે મૂળો બગડવાનું.
  • આ સિવાય જો મૂળો પ્લાસ્ટિકની થેલીમાં હોય તો તેને બહાર કાઢીને રાખો અને ગરમ જગ્યાએ સ્ટોર ના કરવો જોઈએ. કાપેલા મૂળાને એક કે બે દિવસ પછી બગડવા લાગે છે તો તમારે તરત ઉપયોગ કરી લેવો જોઈએ.

આ Tips જરૂર થી Try કરો અને Share કરો.

કંટોલાનું શાક બનાવતી વખતે તેમાં જરા રાઇના કુરિયા નાખવાથી શાક સ્વાદિષ્ટ બને છે . મેંદાને પ્લાસ્ટિકના ડબામાં કે ઝીપલોક થેલીમાં રાખીને રેફ્રિજરેટરમાં રાખવાથી તેમાં જીવાત પડતી નથી . –

ચણાના લોટનો હલવો બનાવતી વખતે ચણાના લોટને ઘીમાં શેકી સાકરની ચાસણી ધીમે ધીમે ઉમેરતા જવું . ધીમા તાપે રાખી હલાવતા જવું જેથી લોટમાં ગઠ્ઠા નહીં બાઝે .

મલાઇને ડીપફ્રિજરમાં રાખી માખણ બનાવી ઘી બનાવવાથી ઘી બનતી વખતે આવતી વાસ ઘરમાં ફેલાશે નહીં . ઘરમાં ઘી બની રહ્યું છે તેની કોઇને જાણ સુદ્ધાં નહીં થાય .

અનારદાણાને વાટતા પહેલાં તેને બે મિનિટ ઓવનમાં શેકવાથી અનારદાણા મિક્સરમાં ચોંટશે નહીં . ફૂલાવેલી ફટકડીની ૪ થી ૯ માત્રા દિવસમાં ત્રણ વખત લેવાથી કફ અને ઉધરસમાં રાહત થાય છે

ઢોકળાના ખીરામાં કોથમીર તેમજ રાઈ – જી – હિંગ , લીમડાનો વઘાર કરી તેને ઉથ્થપાની રીતે ઉતારી ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે . કડક ભાવતું હોય તો ખીરાને તવા પર ફેલાવી મધ્યમથી ધીમો તાપ રાખી તવા પર ઢાંકણ ઢાંકી દેવું . ઢાંકણ ઢાંકતા પહેલાં ફેલાવેલા ખીરાની આસપાસ તેલ પાથરવું . એક બાજુ થઇ જાય પછી એ જ રીતે બીજી સાઇડ રાંધવી . સ્વાદિષ્ટ ઉથ્થપા ઉતરશે .

વ્હાઇટ સોસ ઘરમાં ન હોય અને ઝટપટ બનાવવાની જરૂર પડે તો એક મોટા ચમચા પિગળેલા માખણમાં દોઢ મોટો ચમચો મેંદો ભેળવી બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી ધીમા તાપે હલાવી આંચ પરથી ઉતારી લેવું . આંબળાના અથાણામાં થોડી સાકર ભેળવી દેવાથી અથાણાનો રંગ જળવાઇ રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here