વીટામીન ‘સી’, ‘બી-૧’, ‘બી-ર તેમજ હરસ-મસા, તાવ, કફ તથા નેત્રના રોગોને મટાડનાર અેક

રાસાયણિક ઘટકો : ૧૦૦ ગ્રામ મૂળામાં માત્ર ૧૭ કેલરી છે. મૂળામાં કાર્બોહાઈડ્રેટ, થોડી માત્રામાં પ્રોટીન, વીટામીન ‘એ’, વીટામીન ‘સી’, વીટામીન ‘બી-૧’, ‘બી-ર’ વિગેરે સારા પ્રમાણમાં હોય છે. લાલ મૂળામાં વીટામીન ‘સી’નું પ્રમાણ સફેદ કરતાં વધુ હોય છે. તે ઉપરાંત કેલ્સિયમ, ફોસ્ફરસ, આયર્ન મેગ્નેસિયમ, સોડિયમ, કલોરીન, વિગેરે હોય છે. તેના બીયામાં બ્રોડ સ્પેકટ્રમ એન્ટી બાયોટિક (જીવાણું નાશક એન્ટી બાયોટીક) માઈક્રોલાઈસીન હોય છે. જે ટી.બી.ના જંતુઓનો નાશ કરવા માટે અક્સીર છે.

નાના મૂળા સ્વાદમાં તીખા, રૂચિવર્ધક, ગરમ, ગ્રાહિ, અગ્નિપ્રદિપક, પાચક, ત્રિદોષનાશક છે. તે અર્શ (હરસ), તાવ, કંઠના રોગો અને આંખના રોગોમાં હિતકારી છે. મોટા મૂળા ગરમ, રૂક્ષ અને ભારી છે. પાકા અને જુના મૂળા ત્રિદોષકારક છે. સુકાયેલા મૂળા કફ-વાત નાશક છે. મૂળાની ભાજીનો રસ મુત્રલ, સારક અને પથરીના દર્દી માટે પથ્ય છે. તેના ફુલ કફ અને પિત્તનાશક છે. મોગરી થોડીક ગરમ, કફ તથા વાયુ નાશક છે. મહર્ષિચરકે હરસ – મસાના ઉપાય માટે મૂળાનો ઉપયોગ બતાવ્યો છે. વૈધરાજ શોઢલે મૂળાનો ઉપયોગ શરીર પર આવેલા સોજા ઉતારવા માટે ર્ક્યો છે.

આપણા ભારતીયોનાં પ્રિય આહારદ્રવ્યોમાં ‘મૂળા’નો સમાવેશ થાય છે. શાક અને કચુંબર તરીકે ઘણા પ્રાચીન સમયથી આપણે તેનો ઉપયોગ કરતા આવ્યા છીએ. શાકભાજી તરીકે વપરાતા આ મૂળા એક ઉત્તમ ઘરગથ્થુ ઔષધ પણ છે. આયુર્વેદમાં તેના ઔષધીય ગણોનું સવિસ્તાર વર્ણન મળે છે. આ વખતે આયુર્વેદના આ કંદ-ઔષધ વિષે સંક્ષિપ્તમાં નિરૂપણ કરું છું.

ફાર્મે કોપીઆના લેખક ડો. ખોરી કહે છે કે મૂળો રેચક મુત્રલ છે. પેશાબના રોગોમાં વાપરવા ખાસ ભલામણ કરી છે. સ્ટુઅર્ટ કહે છે કે પંજાબમાં મૂળાના બીજ માસિક લાવનાર તરીકે વપરાય છે.

અવાજ બેસી ગયો હોય અને કફવાળી ખાંસી, દમમાં રામબાણ ઈલાજ તરીકે તેનો ઉપયોગ બતાવ્યો છે. પેટમાં બળતરા, આફરો, ખાટા ઓડકાર અને અમ્લપિત્તમાં મૂળા લાભદાયક છે. અપચામાં પણ તે ફાયદો કરે છે. તેમાં મેગ્નેસિયમ હોવાથી પાચનશક્તિ સારી કરવાનું તે કામ કરે છે. મૂળાના બીજમાં બ્લીચીંગ તત્વ હોવાથી કાળા ડાઘા ફેકલ્સ વિગેરે દૂર થાય છે. કોઢમાં મૂળાના બીમાંથી બનાવેલી પેસ્ટ લાભપ્રદ છે.

કમળા માટે પણ મૂળો ઘણો અક્સીર ઈલાજ તરીકે જણાયો છે. તે કબજીયાત દૂર કરીને ભૂખ લગાડે છે. આમ મૂળો અનેક રીતે ઉપયોગી છે.

ગુણકર્મો : શિયાળાની પથ્ય ભાજીરૂપ મૂળા કારતક-માગશર મહિનામાં ખૂબ થાય છે. તેના એકથી દોઢ ફૂટ ઊંચા વર્ષાયુ-દ્વિવર્ષાયુ છોડ ભારતમાં સર્વત્ર ઊગે છે. નાના-મોટા, કાચા-પાકા સફેદ મૂળા ઉપરાંત લાલ-ગોળ જાતના મૂળા પણ જોવા મળે છે. નાના મૂળા ગુણોમાં સર્વોત્તમ ગણાય છે. મૂળાની શીંગને ‘મોગરી’ કહે છે. તેનું પણ શાક અને રાયતું થાય છે.

આયુર્વેદ પ્રમાણે મોટા મૂળા સ્વાદમાં તીખા, ગરમ, પચવામાં ભારે, રુચિકર્તા અને ત્રણે દોષને ઉત્પન્ન કરનાર છે, પણ તેલ કે ઘીમાં પકવીને તેનું શાક કરવાથી તે ત્રિદોષનાશક બને છે. નાના મૂળા તીખા, ગરમ, રુચિવર્ધક, પચવામાં હળવા, પાચક, ત્રણે દોષને હરનાર અને સ્વરને સારો કરનાર છે. તે તાવ, શ્વાસ-દમ, નાક અને ગળાના રોગો તથા નેત્રના રોગોને મટાડનાર છે. કુમળા મૂળા ત્રિદોષહર છે. પાકા અને ઘરડા મૂળા ત્રિદોષકારક છે.

અદ્યતન વૈજ્ઞાનિક મત પ્રમાણે મૂળામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને લોહ પર્યાપ્ત માત્રામાં રહેલાં છે. તેમાં વિટામિન ‘એ’, વિટામિન ‘સી’, પોટેશિયમ અને સૂક્ષ્મ પ્રમાણમાં તાંબું પણ રહેલું છે.

ઉપયોગ : આયુર્વેદના મર્હિષ ચરકે શુષ્ક-સૂકા મસામાં મૂળાનો ઉપયોગ સૂચવ્યો છે. સૂકા મૂળાને તેમણે વાયુ અને કફનો નાશ કરનાર કહ્યા છે. સૂકા હરસ-મસા વાયુ કે કફદોષને કારણે જ થાય છે, એટલે સૂકા મૂળા તેમનું અકસીર ઔષધ છે. કુમળા મૂળા પણ દોષોનો નાશ કરનાર હોવાથી મસાની તકલીફવાળાએ મૂળાની ઋતુમાં રોજ એકથી બે કુમળા મૂળાનું સેવન કરવું જોઈએ. માત્ર સૂકા મસામાં જ નહીં, દૂઝતા મસામાં પણ મૂળા પ્રયોજાય છે. કુમળા મૂળા પિત્તશામક હોવાથી રક્તસ્રાવી મસામાં પણ તે ઉપયોગી છે. મૂળાનું રોજ સેવન કરવાથી રક્તસ્રાવી મસા સાવ મટી ગયાનાં પણ ઉદાહરણ છે.

સૂકી ઉધરસ-ખાંસીમાં વાયુનું પ્રતિલોમન થાય છે. મૂળા વાયુનાશક તથા મળશુદ્ધિ કરનાર છે. એટલે મર્હિષ ચરકે સૂકી ખાંસીમાં મૂળાને પથ્ય ગણ્યા છે. સૂકી ખાંસીવાળા માટે કુમળા મૂળાના શાકનું સેવન લાભકારક છે. કબજિયાતમાં પણ મૂળા ફાયદો કરે છે.

મૂળા મૂત્રલ-મૂત્રવર્ધક હોવાથી સમ્યક્ મૂત્રપ્રવૃત્તિ કરાવે છે તથા મૂત્રાશયની શુદ્ધિ કરે છે. એટલે મૂત્રલ ઔષધ તરીકે મૂળાનો ઉપયોગ નિર્દોષ અને સસ્તો છે. મૂત્રપ્રવૃત્તિ બરાબર ન થતી હોય તેમણે મૂળાનાં પાનનો રસ ઘણો લાભદાયી છે. પથરીની શરૂઆતની અવસ્થામાં મૂળાના ઉપયોગથી પથરીને ઓગાળી શકાય છે.

મૂળા જઠરાગ્નિવર્ધક, આહારનું યોગ્ય પાચન કરનાર અને પોષણ આપનાર હોવાથી શિયાળામાં પથ્ય છે. શરદઋતુમાં મૂળા ખાવા હિતાવહ નથી. ભોજનની પહેલાં મૂળા ખાવાથી પિત્તને વધારે છે, એટલે ભોજનની સાથે તે ખાવા જોઈએ.

૧.] મૂળાનો કંદ સફેદ હોય છે પણ તેમાં લોહધાતુ હોવાથી તે લોહીને શુદ્ધ કરે છે અને લોહીના ઘટકોની વૃદ્ધિ કરે છે અને શરીરને તાંબા જેવું બનાવે છે. પાંડુરોગ અથવા એનિમિયાના રોગીઓ માટે મૂળા એક વરદાનરૂપ છે.

૨.] મૂળાનું સેવન કરવાથી દમ અને ઉધરસમાં રાહત થાય છે. મૂળા અતિ મૂત્રલ છે. તેનું સેવન કરવાથી મૂત્રનું પ્રમાણ વધે છે. આ કારણથી મૂત્રાશય અને કિડનીનો સોજો, પથરી, અને ક્ષાર વગેરે દૂર થાય છે. તેમજ શરીરના અન્ય સોજાને પણ દૂર કરે છે.

૩.] મૂળાનું સેવન સૂકી ઉધરસ-ખાંસીમાં વાયુને દૂર કરે છે. મૂળા વાયુનાશક તથા મળશુદ્ધિ કરનાર છે. એટલે મર્હિષ ચરકે સૂકી ખાંસીમાં મૂળાને ગુણકારી ગણ્યા છે. સૂકી ખાંસીવાળા માટે કુમળા મૂળાના શાકનું સેવન લાભકારક છે. કબજિયાતમાં પણ મૂળા ફાયદો કરે છે.

૪.] આયુર્વેદના મર્હિષ ચરકે શુષ્ક-સૂકા મસામાં મૂળાનો ઉપયોગ સૂચવ્યો છે. સૂકા મૂળાને તેમણે વાયુ અને કફનો નાશ કરનાર કહ્યા છે. સૂકા હરસ-મસા વાયુ કે કફદોષને કારણે જ થાય છે, એટલે સૂકા મૂળા અક્સીર ઔષધ છે.

૫.] હૃદય સંબંધી બીમારીથી પીડાતા લોકો અને કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે મૂળાનું સેવન લાભકારક હોય છે. બ્લડપ્રેશરના દર્દીઓએ પણ નિયમિત સલાડ તરીકે મૂળાનું સેવન કરવું જોઈએ. કારણ કે બ્લડપ્રેશરની સમસ્યાને જડથી દૂર કરવામાં મૂળા કારગર સાબિત થાય છે.

૬.] મૂળાના રસમાં થોડું મીઠું અને લીંબુનો રસ મિક્ષ કરીને નિયમિત રીતે પીવાથી સ્થૂળતાથી છુટકારો મળે છે અને શરીર સુડોળ બને છે.

૭.] મૂળાના પાતળા કટકા સરકામાં નાંખીને ધૂપમાં રાખવા, તેનો રંગ બદામી થાય ત્યારે તે ખાવા, આવું કરવાથી ભૂખ ખુલે છે. મૂળાનો રસમાં મીઠું મિક્ષ કરીને પીવાથી પેટનું ભારેપણું, આફરો અને મૂત્રરોગ દૂર થાય છે.

૮.] ચામડીના નાના-મોટા રોગમાં મૂળા ખૂબ ગુણકારી માનવામાં આવે છે. ખસ, ખરજવું, દાદર જેવા રોગમાં આખા મૂળા ચાવીને ખાવાથી લાભ થાય છે. મૂળા બળવર્ધક પણ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles