ચોમાસામાં દરેકને કામમાં આવે તેવી સરસ ઘર ગથ્થુ tips અજમાવી જુઓ

0
2

ચોમાસામાં વસ્તુ હવાઈ જતી અટકાવવા માટેની ટીપ્સ

  1. વસ્ત્રો અને અન્ય પદાર્થોને પ્લાસ્ટિકના ડબ્બામાં સ્થીત રાખવું
  2. ભીનાં પદાર્થોને યોગ્ય રીતે સુકાવો: કોઈ પણ ભીના પદાર્થોને સૂકવ્યા પછી જ સ્ટોર કરો. જો વસ્તુ ભીની હશે તો ભેજ લાગવાથી બગડી જશે
  3. સિલિકા જેલ પેકેટ્સનો ઉપયોગ કરો: કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરતી વખતે જો હવા ચુસ્ત બેગનો ઉપયોગ કરશો તો આ પેકેટ રાખવાથી ભેજ નહી લાગે તે માટે મદદરૂપ થાય છે.
  4. નાયલોનના કપડાના થેલો ઉપયોગ કરો: કપડાને લાગતો ભેજ અટકાવવા માટે નાયલોનના થેલો ઉપયોગ કરવો. આમ ભેજ લાગવાથી કપડામાં વાસ નહિ આવે
  5. વાતાવરણમાં વાયુ પ્રવાહ બનાવો: વધુમાં વધુ વિન્ડોઝ અને ડોર ઓપન રાખો જેથી તાજી હવા રહે અને ભેજ ઓછો લાગે.

અગાસીની છતમાં પાણી લીકેજ થાય છે અને દીવાલમાં ભેજ લાગે છે તો ભેજ દૂર કરવા શું કરવું

દિવાલમાં ભેજ આવવો એ એક સર્વસામાન્ય સમસ્યા છે. ચોમાસા દરમિયાન ઘણાં સ્વતંત્ર ઘરમાલિકોએ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ આ સમસ્યાનો ઉકેલ લાવી દેવો જરૂરી બની જાય છે. જો તેનું નિવારણ લાવવામાં ના આવે તો, દિવાલમાં પાણી ઝામવાનું શરૂ થઈ જાય છે. ભેજને કારણે ઘરમાં અનેકવિધ સમસ્યાઓ સર્જાય છે, જેમ કે, પાણી ગળવું, રંગની પોપડીઓ ઉખડી જવી, તિરાડો પડવી વગેરે. જો આ સમસ્યાનો ઉકેલ યોગ્ય રીતે લાવવામાં ના આવે તો, તેની પર પેદા થતી ફૂગ તમારા આરોગ્ય પર નકારાત્મક અસરો પાડી શકે છે. ભેજ તમારા ઘરના માળખાંને પણ નુકસાન પહોંચાડી શકે છે. આથી, તેને નિવારવી જરૂર બની જાય છે.

ભેજ લાગવાના કારણો : પાણી દિવાલો મારફતે વિવિધ કારણોસર અંદર પ્રવેશે છે, જે કારણો નીચે મુજબ છેઃ

  • તમારા ઘરની છત પર આવેલી વરસાદી પાણીના નિકાલ માટેની ગટર તૂટેલી અથવા તો અવરોધાઈ ગયેલી હોઈ શકે છે. ઇંટો હવામાનનો સામનો કરવાની તેની ક્ષમતા ગુમાવી રહી હોય તૂટેલી ઇંટો બહારની દિવાલ પર તિરાડો પડી જવી બારી અને દરવાજાની ફ્રેમમાં તિરાડો પાઇપમાંથી પાણી ટપકવું છત પરના ટાઇલ્સ તૂટી ગયેલા હોવા અથવા નીકળી ગયેલા હોવા 

ભેજ લાગીયો હોય તો આ રીતે ઉકેલો

તમારે ભેજ આવવાના કારણોની જાણકારી મેળવવી પડશે અને આ સમસ્યાને દૂર કરવા માટે તમારે આ પ્રત્યેક કારણોનો અલગ-અલગ રીતે ઉકેલ લાવવો પડશેઃ

  • ક્ષતિગ્રસ્ત થયેલી ગટરોને રીપેર કરવી અને સાફ કરવી છત પર જો કોઈ ટાઇલ્સ તૂટી કે નીકળી ગયાં હોય તો તેને બદલવા અને રીપેર કરવા. દિવાલો તથા દરવાજા અને બારીઓની ફ્રેમમાં પડેલા ટાંચા/ગોબાઓની મરમત કરવી જેમાંથી ગળતર થઈ રહ્યું હોય તેવી પાઇપોની મરમત કરવી છિદ્રાળુ ઇંટોને બદલીને પાણી પ્રવેશી ના શકે તેવી સામગ્રીમાંથી બનેલી ઇંટો લગાવવી અથવા તો તેની પર પેઇન્ટ લગાવવો.
  1. લોનેક પ્રોબ્લેમ શોધો: છતના બધાં ભાગો ચેક કરો અને જ્યાંથી લીકેજ થાય છે ત્યાં રેપેર કરો. સીલંટ ઉપયોગ કરો: યોગ્ય સીલંટ ઉપયોગ કરવાથી લીકેજ અટકાવવા મદદરૂપ થશે. વોટરપ્રૂફ કોમ્પાઉન્ડનો ઉપયોગ: આજે બજારમાં ઘણા વોટરપ્રૂફ કોમ્પાઉન્ડ ઉપલબ્ધ છે જે ઉપયોગ કરી શકાય છે. પુનઃપ્લાસ્ટરિંગ કરવું: જ્યા પલાસ્ટર ટુટે તેવા સ્થાન પર પુનઃપ્લાસ્ટર કરવું. દિવાલોમાં ભેજને પ્રવેશતો અટકાવવા માટે વૉટરપ્રૂફ ટાઇલ્સ કે ડેમ્પ-પ્રૂફ કૉર્સને ઇન્સ્ટોલ કરવા એ દિવાલમાં આવેલા ભેજના બે અસરકારક ઇલાજ છે.

ચોમાસામાં વરસાદમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું

  1. ઇલેક્ટ્રોનિક ઉપકરણો રક્ષિત રાખો: ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોને સુરક્ષિત કરવું.
  2. પાણીના પ્રવાહનું ધ્યાન રાખો: પાણી ક્યાંથી પ્રવાહ કરે છે તેની ચકાસણી કરો પાણી કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણ સુધી ણ પહોચે તે તપાસ કરી રાખો
  3. કારની સંભાળ: કારની રૂફ્રેલ્સ અને વાઇપર્સનું મિકેનિશમ ચેક કરો.
  4. પાણીના ટાંકાને કવર કરો: પાણીના ટાંકાને યોગ્ય રીતે કવર કરો .
  5. આસ્પાસ નિકાશ વ્યવસ્થા સુધારો: વરસાદી પાણી નો સંગ્રા ણ થાય તે માટે વરસાદના પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી વ્યવસ્થા કરો જેથી કરીને મચ્છર ણ થાય પાણી ભરવો થવાથી મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે

આ ઉપાયોનો ઉપયોગ કરીને તમે ચોમાસમાં પોતાના ઘરની અને દૈનિક વસ્તુઓની યોગ્ય રીતે સંભાળ કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here