વધુ દિવસો સુધી રેફ્રિજરેટર બંધ રાખવાનું હોય તો તેને બરાબર કોરું કરકી તેમાં દરેક દરેક અખબારના કાગળ બિછાવી થોડો થોડો બૉરીક પાઉડર ભભરાવવાથી ફ્રિજમાં ગંધ નહીં બેસે.
ટામેટાનો સૉસ બનાવતી વખતે તેમાં ખમણેલું બીટ નાખવાથી કલર ઘેરો થશે…….
ઑવનમાં સંતરાની છાલ બેક કરી તેનો પાવડર કરવો. કેક બનાવતી વખતે તેમાં આ પાવડર ભેળવવાથી કેક સૉડમની અનેરી આવશે……
કોપરેલમાં હળદર ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા ચમકીલી બનશે………
લીંબુના રસને ખાટા દહીંમાં ભેળવી તેનાથી નોનસ્ટિક વાસણ સાફ કરવાથી વાસણ ચમકીલા થશે……
મેંદુવડા બનાવવા અડદની દાળને લીસી વાટવી. દાળ વાટતી વખતે તેમાં થોડું થોડું પાણી નાખતા જવું. પાણી વધી જવાથી વડા સરખા થશે નહીં. દાળ બરાબર વટાશે તો જ મેંદુવડા સારા થશે…….
શરીર પર ગરમ પાણી પડવાથી દાઝી જવાય તો તરત જ દાઝ્યા પર વનપસ્તિ ઘી લગાડી દેવાથી ફોડલાં નહીં પડે.તેમજ બળતરા શાંત પડી જશે.
આદુના રસમાં ચપટી હીંગ નાખીને ઉપયોગ કરવાથી કાંદા જેવી જ સોડમ આપશે. કાંદા ન હોય તો આ નુસખો ઉપયોગી બને છે.
ઢોસાના ખીરામાં અડધું લીંબુ નિચોવી બરાબર હલાવી ઢોસા ઉતારવાથી ઢોસા કરકરા ઉતરશે તેમજ તવો બળશે નહીં.
પંજાબી સમોસા બનાવતી વખતે બાફેલા બટાટાને બદલે બટાકા ઝીણા સમારી તેલમાં વઘારીને નાખવાથી સમોસા સ્વાદિષ્ટ થશે.
દાઢના દુખાવાથી રાહત પામવા લવિંગનું તેલ લગાડવું.
હેડકીથી છુટકારો પામવા તુલસી તથા સાકર ખાઇને પાણી પીવું.
નાળિયેર પાણીનું નિયમિત સેવન કિડનીમાં રહેલી પથરીને દૂર કરે છે.
ઢોસા ઉતારવાના તવા પર અડધો કાંદો રગડવો પછી તવા પર તેલના બે-ચાર ટીપાં નાખી કાંદાથી ફેલાવાથી ઢોસો તવા પર ચોંટશે નહીં તેમજ ક્રિસ્પી થશે.
દાડમ કબજિયાત દૂર કરે છે તેના સેવનથી પેટના દુખાવામાં રાહત થાય છે તેમજ પાચનશક્તિ સુધરે છે.
નસકોરી ફુટતા નાકના ફોયણાં પાસે કાંદાનો ટુકડો રાખવાથી આરામ ે મળે છે.
ચણાના લોટના જાડા ગાંઠિયા તળી કઢીમાં નાખવું. સ્વાદિષ્ટ કઢી બનશે.
મેથીના સકરપારા કે પૂરી બનાવવા ઘઉંના લોટના એક વાડકામાં અડધો વાડકો મેંદો ભેળવી મનભાવતો મસાલો કરવો.
કોલેરામાં દરદીના પેટ તથા પેડુ પર ઠંડા પાણીથી ભીંજવેલો ટુવાલ રાખવાથી ફાયદા થાય છે.
કાળી ચા થી અરીસો લૂછવાથી ચકચકિત થશે.
જૂતાના ડંખ ન પડે માટે પગ પર વેસેલાઈન અને પેટ્રોલિયમ જેવી લગાડવી.
કચોરીના મસાલામાં આમચૂરના સ્થાને લીંબુનો રસ ભેળવવાથી કચોરી સ્વાદિષ્ટ લાગશે.
કેકના મિશ્રણમાં દૂધ નાખવાને બદલે પાણી ભેળવવાથી કેક હળવી ફૂલ થશે.
કેળાં વધુ પ્રમાણમાં લેવાઈ ગયાં હોય તો રેફ્રિજરેટરમાં મૂકી રાખવા કેળાની છાલ કાળી પડશે પરંતુ અંદરથી કેળું ખરાબ નહીં થાય.
સરગવાની શીંગને અખબારમાં વીંટાળી રેફ્રિજરેટમાં મૂકવાથી લાંબા સમય સુધી તાજી રહેશે.
……. વરસાદના પાણીથી પગને ઇન્ફેકશન ન લાગે માટે ફૂટ ક્રિમ અથવા કોપરેલ લગાડવું.
પુરીને કડક બનાવવા લોટમાં બ્રેડ નાખી લોટને ફરીથી મસળવો.
સ્તનપાન કરાવતી માતા નાસપતિ, દ્રાક્ષ, ચીકુ ખાય તો ધાવણ વધુ આવે છે. હુૅફાળા મીઠાના પાણીના કોગળા કરવાથી ગળાનો કફ તેમજ સોજો ઓછો થાય છે. દિવસમાં છ-સાત વખત કરવાથી ફાયદો થાય છે.
જાંબુના કોમળ પાનને વાટી પાણીમાં ભેળવી કોગળા કરવાથી મુખમાંના છાલાથી રાહત થાય છે.
ફોતરાવાળી બદામના ફોતરાને બાળી તેની રાખ દાંતે ઘસવાથી દાંત પરની પીળાશ દૂર થાય છે.
જરીની સાડીની જરી કાળી ન પડે માટે તેને પાતળા કાગળમાં લપેટી કબાટમાં રાખવી. ચોમાસામાં ખાસ કરીને આ રીતે સાડીની જાળવણી કરવી.
બીટ વધુ પ્રમાણમાં ખરીદાઈ ગયા હોય તો તેને ખમણી તડકામાં સૂકવી દેવા અને હવાચુસ્ત બરણીમાં ભરી દેવા. જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરવો. અધિક ગરમીને કારણે જામેલા દહીંમાંથી પાણી છોડતું હોય તો દહીંમાં વાસણમાં લીમડાની (લાકડી) ડાળખી નાખવાથી દહીંમાનું પાણી સુકાઈ જશે અને ત્રણ-ચાર દિવસસુધી ખરાબ પણ નહીં થાય.
ગૉલ્ડન ફ્રેમના ચશ્મા પર પારદર્શક નેઈલ પૉલિશનું ચોક કૉટ લગાડવાથી ફ્રેમ કાળી નહીં પડે.
ગરમ પાણીનો શેક કરવા વપરાતી રબરની થેલી લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાતી હોવાથી તેના બન્ને પડ એકબીજા સાથે ચોંટી જતા હોય છે. આમ ન થાય માટે રબરની થેલીમાં ગ્લિસરીનનાં થોડાં ટીપાં નાખી દેવા.
કાંદાનો રસ પીવાથી કરમિયાંની તકલીફ દૂર થાય છે.
કટલેટના મિશ્રણમાં બ્રાઉન બ્રેડને દળીને નાખવું તેમજ તવા પર સેકવાથી ક્રિસ્પી થાય છે તથા ઓઇલી નથી લાગતી.