તમારા ઘરમાં કોઇ તમાકુ ખાય છે તો આ જરૂર વાંચો અને શેર કરો

0
378

તમાકુ ખાવાની આદત છોડવા માંગો છો ? તો અજમાવો આ ઘરેલું નુસખા રસોડામાં રહેતા અજમો , લિંબુ , સંચળ , હરડે સહિતની સામગ્રીઓથી છૂટી શકે છે તમાકુની આદત તમાકુ સ્વાથ્ય માટે કેટલું ખતરનાક સાબિત થઇ શકે છે . આ દરેક લોકો જાણે છે તેને ખાવાથી માત્ર કેન્સર પરંતુ અન્ય કેટલીક ગંભીર બીમારીઓ પણ શરીરના ) કરીને મોતના ઘાટ ઉતારી શકે છે . જો તમે કે તમારા પરિવારમાં કોઇપણ સદસ્ય તમાકુનું સેવન કરે છે . તો આ આદતને છોડવી ખૂબ જરૂરી છે જાણો તેના ઘરેલું ઉપાય ઝીણી વરિયાળી સાથે મિશ્રીના દાણા મિક્સ કરીને ધીમે ધીમે ચૂસવા જોઇએ . નરમ થવા પર ચાવીને ખાઈ જાઓ . સતત આ ઉપાય કરવાથી થોડાક સમય બાદ તમને તમાકુની આદત છુટી જશે . – અજમો સાફ કરીને લીંબુના રસ અંગોનો નુકસાન –

તેમજ સંચળને બે દિવસ પલાળીને રાખો . તેને છાંયડામાં સુકવીને રાખી લો તેને મોંમાં રાખી મૂકવાથી તમને તમાકુની જરૂરત પડતી નથી અને તેની આદત છૂટી જાય છે . નાની હરડેને લીંબુના રસમાં તેમજ સિંધા મીઠામાં ઘોલ કરીને બે ત્રણ દિવસ સુધી ફુલવા દો . તેને નીકાળીને છાંયડામાં સુકવીને શીશીમાં ભરી લો રહો . નરમ થવા પર ચાવીને ખાઇ લો . – તમાકું સુંઘવાની આદત છોડવા માટે ગરમીમાં કેવડો , ગુલાબ , ખસ સબિતના અત્તરના પૂમડા કાનમાં લગાવવો . શિયાળામાં તમાકુ ખાવાની ઇચ્છા થવા પર હિનાની સુંગંધીવાળા પૂમડા સુંઘો . – તમાકુ ખાવાની આદત ધીમે ધીમે છોડો . એકદમ બંધ ન કરો . કારણકે લોહીમાં નિકોટીનના સ્તરને ક્રમશઃ જ ઓછું કરવું જોઇએ .

તમાકુ છોડવાના ઉપાય: તમાકુ એક એવું ઝેર છે જેને કોઇ પણ સ્વરૂપે શરીરમાં દાખલ કરો એ શરીરને નુકસાન કર્યા વગર નહીં રહે. તમાકુને ચાવો તો મોઢા અને ગળામાં, સુંઘો તો નાકમાં અને ફૂંકો તો ફેફસાંમાં ચેપથી માંડીને કેન્સર સુધીના અનેક રોગો ઉદભવે છે.

આખા વિશ્વમાં દર વર્ષે આશરે ત્રીસ લાખ લોકોનું મોત તમાકુના સેવનથી થાય છે અને જો તમાકુનો વપરાશ આ રીતે વધતો રહેશે તો આવતાં ત્રીસ વર્ષમાં તમાકુના કારણે થતાં વાર્ષિક મૃત્યુનો આંક સિત્તેર લાખને આંબી જશે! પરંતુ શું તમે જાણો છો કે અજ્ઞાન કે ગેરસમજણને કારણે વ્યસનમાં સપડાયેલા વ્યક્તિ અનેક પ્રયત્નો છતાં જલદીથી વ્યસનમુક્ત થઇ શકતો નથી. આવા વ્યસનને કારણે ફેફસાંનું કેન્સર, શ્વાસનળીનું કેન્સર, અન્નનળીનું કેન્સર, મોં-ગળાનું કેન્સર, જીભનું કેન્સર, ગર્ભદ્વારનું કેન્સર, થાઈરોઈડ કેન્સર જેથી આજે અમે તમાકુના સેવનથી થતાં રોગો, તમાકુને છોડવા માટેના સરળ 10 રસ્તા અને તમાકુ છોડવાથી થતાં ફાયદાઓ વિશે તમને જણાવીશું.

જ્યારે એકાદ મોટો વિમાન કે ટ્રેન અકસ્માત થાય ત્યારે આખા જગતમાં હો હા મચી જાય છે, પણ ભાગ્યે જ કોઇને ખબર હશે કે આખા વર્ષ દરમ્યાન થતા ટ્રાફિક અકસ્માતમાં કમોતે મરતા લોકો કરતાં પાંચ ગણા વધુ લોકો તમાકુથી કમોતે મરે છે. દુર્ભાગ્યે ટ્રાફિક અકસ્માતથી મરનાર વ્યક્તિઓની જેમ તમાકુથી કમોતે મરનાર વ્યક્તિની નોંધ પણ કોઇ વર્તમાનપત્ર આપતું નથી, ન તો કોઇ આવા ફોટા સાથે શ્રદ્ધાંજલિ આપે છે!

તમાકુથી ઉદભવતા રોગો: કેન્સર : ફેફસાંનું કેન્સર, શ્વાસનળીનું કેન્સર, અન્નનળીનું કેન્સર, મોં-ગળાનું કેન્સર, જીભનું કેન્સર, ગર્ભદ્વારનું કેન્સર, થાઈરોઈડ કેન્સર. શ્વસનમાર્ગના રોગો : બ્રોન્કાઇટીસ, એમ્ફાઇસીમા, વારંવાર શ્વસનમાર્ગનો ચેપ, અસ્થમા (દમ)નો હુમલો નોતરવો. હ્રદયના રોગો : એન્જાઇના પેકટોરીસ, હાર્ટએટેક, એથેરોસ્કેલેરોસીસ. પાચનતંત્રના રોગો : એસિડિટિ, પેપ્ટીક અલ્સર, મોં માં ચાંદાં પડવાં, દાંતને નુકસાન. ચેતાતંત્રના રોગો : પેરાલિસિસનો હુમલો; અંધત્વ.પ્રજનનતંત્રના રોગો : પ્રજનનશક્તિમાં ઘટાડો, ઓછા વજનવાળું નબળું બાળક, ખોડખાંપણવાળું બાળક, મંદબુદ્ધિનું બાળક.

– પુષ્કળ પાણી પીઓ. તમાકુની તલપ લાગે ત્યારે પાણી પીઓ. જરૂર પડયે ડોકટરની સલાહથી નિકોટીન-યુકત દવા કે પેચનો વપરાશ કરો. થોડુંક માથું દુ:ખે કે ગળું બળે તો ખુશ થાઓ- એ દર્શાવે છે કે તમારું શરીર તમાકુની જીવલેણ પકડમાંથી છૂટી રહ્યું છે. તમાકુ છોડીને તમારો જીવ બચાવવાના લાભની સામે સામાન્ય માથું દુ:ખે કે હાથપગ દુ:ખે તો એ કંઇ મોટી વાત નથી. એક-બે અઠવાડિયામાં બધી જ શારીરિક તકલીફ નાબૂદ થઇ જશે અને તમારું શરીર તમાકુની પાશવી જાળમાંથી છૂટી જશે.

– કસરત કરો – ચાલવું-દોડવું, સાયકલ ચલાવવી, દોરડાં કૂદવાં જે ઇચ્છા પડે તે શરીર શ્રમની પ્રવૃત્તિ કરો. જેટલી વધુ કસરતો કરશો એટલી વધુ કરવાનું મન થશે અને તમે સ્વસ્થ રહેશો.

– એક બીડી-સિગરેટ પણ ઘણી વધારે છે એ ભૂલશો નહીં. લાલચને કાબૂમાં રાખો. માત્ર એક જ સિગરેટ, આગના એક તણખલાની જેમ બધી મહેનત નકામી કરી નાંખે છે. એક જ સિગરેટ પીવાનો આગ્રહ કે લાલચ ન રાખો. એક સિગરેટ બીજી ઘણીને ઘુસાડશે.

– બીડી-સિગરેટ ન પીવાથી થતી બચતોથી તમારી જાત માટે તમને ગમતી વસ્તુ ખરીદો-માણો. છ મહિનાની બચત ભેગી કરી પ્રવાસનું આયોજન કરો.

તમાકુ છોડવાના ફાયદાઓ: આયુષ્ય રેખા વધે છે. તમાકુ છોડનારાઓનું સરેરાશ આયુષ્ય તમાકુ લેવાનું ચાલુ રાખનારાઓ કરતાં લાંબું હોય છે. પચાસ વર્ષની ઉંમર પહેલાં બીડી-સિગરેટ છોડી દેનાર વ્યક્તિની આવતાં પંદર વર્ષોમાં મૃત્યુ થવાની શકયતા બીડી-સિગરેટ પીવાનું ચાલુ રાખનારા કરતાં અડધી થઇ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here