મહિલાને માસિક નિયમીત તેમજ રક્તના રોગોનો નાશ કરનાર છે આ ઔષધિ

0
211

ઓળખીયે આયુર્વેદીક ઔષધીઓને …..આયુર્વેદીક ઔષધીઓનો સામાન્ય પરીચય કરાવવામાં અહી કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે દરેક ઔષધીઓનો ઉપાય પણ આપેલ છે દરેકને એકજ ઉપાય લાગુ પડી શકે નહીં કેમકે દરેક વ્યક્તિની પ્રકૃતી અલગ અલગ હોય છે એક ઉપાય કોઈને નીવડ્યો હોય તે ઉપાય બીજાને ન પણ નીવડે તેમ છતાં ઉપચારો કોઈ યોગ્ય વૈદ્ય, ડોકટર કે નિષ્ણાતોનું માર્ગદર્શન લઈને કરવા અહીં આ ઔષધીઓનો પરીચય તેમજ ઉપાય મુકવાનો હેતુ માત્ર માહિતીનો છે

(૧૧૭) કૌચાકવચના વેલા ખેતરની વાડો પર ખૂબ થાય છે, જેની શીંગો પર ઝીણી રુંવાટી હોય છે. આ રુંવાટી શરીરના સંપર્કમાં આવતાં ખંજવાળ આવે છે. આ શીંગની અંદરનાં બીજ તે કૌચાં. આ બીજની અંદરનું પડ – ફાડા ખુલ્લા કરી તેની વચ્ચેનો અંકુર કાઢી લેવો, જે ઝેરી હોય છે. કૌચાંના આ ફાડાનો ખાંડીને ઔષધ તરીકે ઊપયોગ થાય છે. કોચાનું ચૂર્ણ ચાટણ અને પાક રૂપે વપરાય છે. એ મૈથુન શક્તિ વધારનાર, વાયુના રોગો મટાડનાર, પિત્તને શાંત કરનાર, રક્ત વિકારો મટાડનાર, જ્ઞાનતંતુઓને બળ આપનાર, માસિક નિયમિત કરનાર, કષ્ટાર્તવ મટાડનાર, શ્વેતપ્રદર અને રક્તપ્રદરમાં હિતાવહ છે. કીંચા પુશકળ કામશક્તિ વધારે છે. તે સ્વાદે મધુર અને કડવાં, પચવામાં ભારે, શરીરને પુષ્ટ કરનાર વાયુનાશક, બળ આપનાર, વાયુ, પિત્ત અને રક્તના રોગોનો નાશ કરનાર છે. કીંચા અને અડદના ગુણોમાં ઘણી સમાનતા છે. :

અડધી ચમચી કૌચાનાં બીજનું ચૂર્ણ એક ગ્લાસ દૂધમાં એટલું જ પાણી મેળવી ધીમા તાપે પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળવું. એને ગાળી ઠંડુ પાડી બે ચમચી સાકર ઉમેરી પીવાથી શુક્રવદ્ધિ તથા કામશક્તિની વૃદ્ધિ થાય છે.કૌંચાનાં બીજના ૧૦ ગ્રામ ચૂર્ણને બસો ગ્રામ દૂધમાં ધીમા તાપે પાણીનો ભાગ ઊડી જાય ત્યાં સુધી ઉકાળી થોડી સાકર નાખી પીવાથી થોડા દિવસમાં કામશક્તિ વધે છે. શરીર હૃષ્ટપુષ્ટ કરવા માટે આ પ્રયોગ દિવસમાં બે વખત કરવો. જેમને સ્વપ્નદોષ થતો હોય કે શીઘસખલન થતું હોય તેમણે આ ક્ષીરપાક સવાર-સાંજ લેવો, આહારમાં મધુર, સ્નિગધ અને પૌષ્ટિક દ્રવ્યો લેવાં. ચોખા, દૂધ, દહીં, ઘી, માખણ, સાકર, મધ, અડદ, કઠોળ, સલાડ અને ફળો લેવાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here