બટર મસાલા મકાઈ ?
મકાઈ બધા ને બહુ ભાવે. એમાં ચોમાસા માં તો ગરમ ગરમ મકાઈ ખાવાની માજા આવે. હવે તો બહાર મસાલા વળી મકાઈ મળે છે. અહીં બહાર લારી પણ મળતી મસાલા મકાઈ જેવી મકાઈ બનાવની રીત બતાવેલી છે. તો એક વાર જરૂર થી બનાવજો આ બટર મસાલા મકાઈ.
Preparation Time: ૫ મિનિટ |
Cooking Time: ૪ મિનિટ |
Serve: ૪ |
Ingredients for બટર મસાલા મકાઈ રેસીપી
# | INGREDIENTS |
---|
1. | 2 કપ બાફેલી મકાઈ ના દાણા |
2. | 1 ચમચી અમુલ બટર |
3. | 1 ચમચી ચાટ મસાલા |
4. | 1/2 ચમચી લાલ મરચું પાવડર |
5. | 1 ચમચી લીંબુનો રસ |
6. | મીઠું સ્વાદ અનુસાર |
7. | તાજી કોથમીર સમારેલી |
Steps of બટર મસાલા મકાઈ રેસીપી
# | STEPS |
---|
1. | એક કડાઈ માં અમુલ બટર ગરમ કરો. |
2. | બટર ગરમ થઇ જાય એટલે એમાં બાફેલી મકાઈ ના દાણા, લાલ મરચું, ચાટ મસાલો, મીઠું ઉમેરો અને બરાબર મિક્સ કરો. |
3. | હવે ગૅસ બંધ કરી દો. પછી એમાં લીંબુ નો રસ મિક્સ કરો. |
4. | ઉપર કોથમીર થી સજાવો અને પીરસો. |
5. | (જો બાફેલી મકાઈ ના દાણા ગરમ હોય તો બટર ને ગરમ કરવાની જરૂર નથી. ગરમ મકાઈ ના દાણા એક બોઉલ માં લો અને એમાં બધું ઉમેરી ને બરાબર મિક્સ કરો. ) |