ઘણા લોકોના ચહેરા ને શરીર પર મસા થઇ જતા હોય છે. જેના લીધે એમની સુંદરતા પર અસર પડે છે. જો તમારા શરીર પર પણ એવા અણગમતા મસા છે, અને તમે એનાથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો નીચે જણાવેલ ઉપાયો કરો. આ ઉપાયો કરવાથી મસા ખતમ થઇ જશે અને એનાથી છુટકારો મળી જશે. તો આવો જાણીએ મસાને ગાયબ કરવાના કેટલાક ઘરેલું ઉપાય..
૧. સફરજનનું વિનેગર મસા પર લગાવવાથી એ મૂળથી ખત્મ થઇ જાય છે. તમારે રોજ ઓછામાં ઓછી ૫ વખત મસા પર રૂની મદદથી વિનેગર લગાવવાનું છે. એવું કરવાથી મસા સુકાઈને નીકળી જશે.
૨ બીટના પાનને મસા પર લગાવવાથી મસા ગાયબ થઇ જાય છે. બીટના પાનને પીસી લો અને એમાં થોડું મધ ઉમેરો. પછી એને મસા પર લગાવી દો. મસા દૂર થઇ જશે.
૩. બદામને પીસી લો અને એમાં ખસ ખસ અને ગુલાબની પાંખડીનો પાવડર ઉમેરી લો. આ પેસ્ટને મસા પર કે તલ પર લગાવો. આ પેસ્ટ રોજ મસા પર લગાવવાથી એનાથી રાહત મળી જશે.૪. મોસંબીનો રસ તલ પર લગાવવાથી તલ સુકાઈને નીકળી જાય છે અને ધીમે ધીમે ખત્મ થઇ જાય છે. એ સિવાય કાજૂની છોતરાને પણ મસા પર લગાવવાથી એ દૂર થઇ જાય છે.
૫. ચૂનો અને ઘી મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને રોજ મસા પર લગાવો. આ પેસ્ટ લગાવવાથી મસા પોતાની જાતે જ સુકાઈ જશે અને નીકળી જશે.
૬. ફટકડી અને કાળા મરી એક સાથે મસા પર લગાવવાથી એ સુકાઈ જાય છે.
૭. અગરબતીને બાળીને એની રાખને મસા પર લગાવો. એવું કરવાથી મસા ખત્મ થઇ જશે. આ પ્રક્રિયા ૮ થી ૧૦ વાર કરો.
૮. લસણની કડીઓને છોલીને કાપી લો અને એ મસા પર રગડો. એવું કરવાથી પણ થોડાજ દિવસોમાં મસા સમાપ્ત થઇ જશે.
૯. લીંબુના રસને પણ મસા પર લગાવવાથી આરામ મળે છે.૧૦. બેકિંગ સોડા, એરંડિયું, અનાનાસનો રસ , ફ્લાવરનો રસ અને મધને લગાવવાથી મસા ખત્મ થઇ જાય છે.
૧૧. વિટામીન એ , સી યુક્ત વસ્તુઓનું સેવન કરવાથી પણ મસા દૂર થાય છે.૧૨. આખા ધાણાને પીસીને પેસ્ટ તૈયાર કરી લો. એ થોડા દિવસો સુધી મસા પર લગાવો. આ પેસ્ટ મસા પર લગાવવાથી એ સુકાઈ જશે અને નીકળી જશે.
૧૩. બટેકાનો રસ કે બટેકાને કાપીને મસા પર લગાવવાથી એ સુકાઈ જાય છે અને એનાથી રાહત મળે છે.૧૪.અંજીરને પીસીને મસા પર ઓછામાં ઓછા અડધા કલાક સુધી લગાવો. પછી પાણીથી એ સાફ કરી લો. રોજ એવું કરવાથી મસા ખત્મ થઇ જશે.૧૫. ડુંગળીનો રસ મસા પર લગાવવાથી મસા સુકાઈ જાય છે અને એનાથી છુટકારો મળી જાય છે.