મરચા આમ તો દરેક વાનગીમાં સ્વાદ વધારવાનું કામ કરે છે. પરંતુ સ્પેશિયલ મરચાની વાનગી કરીએ તો તેનું ……. નામ સાંભળતા જ કેટલાકના મોં મા તીખાશ વ્યાપી જશે અને તેઓ માની લેશે કે મરચાની જ વાનગી બનાવીએ તો તે ચોક્કસ બહું જ તીખી હશે અને તેને ખાવી મુશ્કેલ બનશે. પરંતુ અમે તમને આજે મરચાની એવી વાનગી જણાવીશું જે તમેં હોંશે હોંશે ખાવાનું પસંદ કરશો.
વઢવાણ ની સ્પેશીયાલીટી ..ભરેલા મરચા અહીં પ્રસ્તુત છે….
- સામગ્રી :-
- વઢવાણી મરચા : ૧૦૦ gm
- – શેકેલ ચણાનો લોટ : ૧૦૦ gm
- – તેલ : ૪ ટી.સ્પુન
- – ધાણાજીરું : ૫ ટી.સ્પુન
- – મીઠું : જરૂર પ્રમાણે
- – ખાંડ : ૧ ૧/૨ ટી.સ્પુન
- – ગરમ મસાલો : ૧/૨ ટી.સ્પુન
- – હળદર : ૧/૨ ટી.સ્પુન
- – તેલ : ૩ ટી.સ્પુન
- – હિંગ : ચપટી
- રીત :-
સૌ પ્રથમ મરચા ને સરખી રીતે ધોઈ વચ્ચેથી કાપા પાડી તેના બી કાઢી નાખવા. હવે ચણાના લોટમાં તેલ નાખી તેને શેકવો. હવે આ લોટમાં ૨ ટી.સ્પુન જેટલું તેલ નાખી તેમાં ધાણાજીરું, મીઠું, હળદર, ખાંડ, ગરમ મસાલો, બધું જ મિક્સ કરી મિશ્રણ તૈયાર કરવું. હવે અન્ય એક કડાઈ માં તેલ નો વઘાર કરી ચપટી હિંગ નાખી, મરચા વઘારવા. ગેસનો તાપ ધીમો જ રાખવો.૧૦ મિનીટ માં ભરેલા મરચા રેડી થઇ જશે……..!