ઉનાળાની સીઝનમા ઘરે બનાવો મેંગો આઈસક્રીમ- મેળવો ગરમીથી છુટકારો

0
314
  • સામગ્રી-મેંગો આઈસક્રીમ-
  • -2 થી 3 વાટકી તાજો બનાવેલો કેરીનો રસ
  • -1/2 વાટકી ખાંડ
  • -1 વાટકી દૂધ
  • -1/2 વાટકી ફ્રેશ મલાઇ
  • -1/4 પા વાટકી મિલ્ક પાવડર
  • -1/2 ચમચી જીએમએસ પાવડર
  • -1/4 વાટકી બદામ પિસ્તાની કતરણ
  • -કેરીના થોડા કટકા
  • રીત-

સૌથી પહેલા કેરીના રસને ગાળી લો. બાદમાં દૂધમાં મિક્લ પાવડર અને ખાંડ નાંખીને ઉકાળીને ઠંડુ કરો. સારી રીતે ઠંડુ થાય એટલે તેમાં કેરીનો રસ, જીએ મએસ પાવડર, દૂધ અને મલાઈ નાંખી મિક્સીમાં બરાબર મિક્સ કરો. હવે આ મિશ્રણને આઇસ્ક્રીમ પોટમાં નાંખો અને એક-દોઢ કલાક માટે ફ્રીઝરમાં મૂકો. ફરીથી બહાર કાઢો અને મિક્સીમાં ફેરવી મિક્સ કરો. ફરીથી આઇસ્ક્રીમ પોટ માં નાંથી ઓછામાં ઓછું ત્રણ-ચાર કલાક માટે ફ્રીઝરમાં રહેવા દો. હવે તૈયાર થયેલા આઇસ્ક્રીમને બદામ-પિસ્તાની કતરણથી સજાવો અને કેરીના કાપેલા ટૂકડાથી ગાર્નિશ કરી કૂલ-કૂલ સર્વ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here