મામેજવો મધુપ્રમેહ(ડાયાબીટીસ)ને કાબુમાં રાખનાર ઉત્તમ ઔષધ છે. એ કફ-પીત્તશામક, ભુખ લગાડનાર, આમપાચક, ઝાડો સાફ લાવનાર, સોજો ઉતારનાર, રક્તની શુદ્ધી કરનાર તથા રક્તપીત્તને મટાડનાર છે. મામેજવાનો આખો છોડ સૂકવી તેનું ચૂર્ણ બનાવી લેવું. અડધી ચમચી જમ્યા પછી આ ચૂર્ણ લેવાથી ડાયાબીટિસ કંટ્રોલમાં રહે છે.
મામેજવાનો છોડ જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, મળ સાફ લાવનાર, રક્તની શુદ્ધી કરનાર, આમને પચાવનાર, યકૃતને ઉત્તેજીત કરનાર, રક્તપીત્ત, કફ અને પીત્તનો નાશ કરનાર છે.
અડધી ચમચી મામેજવાનું ચુર્ણ અને ત્રણ કાળાં મરીનું ચુર્ણ દીવસમાં ત્રણ વખત લેવાથી તાવમાં ફાયદો થાય છે. મામેજવાનું ચુર્ણ છાસમાં લેવાથી મૅલેરીયા અને અતીસારમાં ફાયદો થાય છે. તે કૃમીનો નાશ કરે છે, અને ડાયાબીટીસને શાંત કરે છે. મામેજવો , જાંબુ ના ઠળિયા નો પાવડર , કારેલા નો પાવડર અને બીજી ઔષધિઓ નાખી ને બનાવામા આવેલ ડાયાબિટીસ માટે નુ સ્પેશ્યલ ચૂર્ણ મળશે. જે લેવાથી ડાયાબિટીસ કંટ્રોલ થઇ જાય છે.ફોટો બાય :- વનવાસી કવિ (રાજેશ બારૈયા)
diabetes | healthtips | health article | ayurved
read this article
મિત્રો તમને અમારા આ માહિતી પસંદ આવે તો મિત્રો સાથે જરૂર શેર કરજો અને કોઈપણ આયુર્વેદિક નુસખા અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે