ખીલની સમસ્યાથી છૂટકારો પામવા ૨૫ ગ્રામ અજમામાં ૨૦ ગ્રામ દહીં નાખી વાટી લેવું . રાતે સૂતી વખતે ચહેરા પર લેપ લગાડી દેવો , સવારે હુંફાળા પાણીથી ધોઈ નાખવો . આ પ્રયોગ નિયમિત કરવાથી ખીલમાં અવશ્ય ફાયદો થશે . પગે કણી પડી હોય તો દરરોજ હૂંફાળા પાણીમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને એમાં પગ ડુબાડી રાખો . એ પછી સૂર્યમુખીનું તેલ અને વિનેગર સમભાગે લઈને કણી અને એની આસપાસના ભાગમાં માલિશ કરો . ધોયા વગર આખી રાત રહેવા દો . એક જ અઠવાડિયામાં કણી સાફ થઈ જશે .
ઝડપથી , ઝંઝટ વગર અને સરળતાથી પેડિક્યોર કરવા માટે એક ચમચો ઘઉંનો લોટ , ચપટી હળદર અને લીંબુનો થોડો રસ મિક્સ કરીને પગ ઉપર ઘસો . સાધારણ ત્વચાને રૂક્ષ થતી રોકવા પાંચ ચમચી ચોખાનો લોટ , એક ચમચી દૂધ , ચપટી હળદર , એક ઈંડાની ફીણેલી સફેદી , થોડાં ટીપાં લીંબુનો રસ , થોડું ગુલાબજળ અને સહેજ કોપરેલ મિક્સ કરીને એ માસ્ક ચહેરા પર લગાડો .
કમળકાકડી સૂકવીને તેનો પાઉડર બનાવી દૂધમાં મેળવીને જાડી પેસ્ટ બનાવો. તૈલી ત્વચાવાળા માટે આ શ્રેષ્ઠ કલીન્ઝર સાબિત થશે . બદામ , પીસ્તા , કાજુ અને અખરોટનો કરકરો ભૂકો કરીને ફ્રીજમાં રાખી મૂકો . થોડું થોડું લઈ જરાક દૂધ ઊમેરી ફેઈશ સ્ક્રબ તરીકે વાપરો . – મધ , મલાઈ અને બદામનો ભૂકો સરખે ભાગે લઈ મિક્સ કરો . રૂક્ષ ત્વચા માટે સરસ માસ્ક બની રહેશે .
નયણા કોઠે ૧૦૦ થી ૧૫૦ ગ્રામ ગાજરનો રસ બે અઠવાડિયા સુધી પીવાથી અજીર્ણની ફરિયાદ દૂર થાય છે . ચહેરા પરના ખીલથી છૂટકારો મેળવવા ૨૦ ગ્રામ મલાઈમાં એક લીંબુ નિચોવી ચહેરા પર લગાડી હુંફાળા પાણીથી ધોઈ નાખવું . તાજાં આંબળાનો રસ કાઢી બરાબર માત્રામાં મધ ભેળવી પીવાથી આંખની જ્યોતિ વધે છે . લીંબુના રસમાં આમળાનો પાવડર ભેળવી , વાળના મૂળમાં લગાડવાથી વાળ ઝડપથી વધશે . આંખોમાંથી પાણી વહેતું હોય તો સ્વચ્છ રૂથી આંખોની પાંપણ પર સવાર – સાંજ ગોમૂત્ર લગાડવું , દાઝી જવાય તો ગાજરને વાટી તેનો લેપ કરવો તો બળતરા શાંત થશે
છ ભાગ લીબુનો રસ અને બે ભાગ ગ્લીસરીન મિક્સ કરીને ત્વચા ઉપર ઘસવાથી ત્વચા તંદુરસ્ત રહે છે . જો તમારા નખનો રંગ ખરાબ થઈ ગયો હોય તો તેના પર લીંબુની છાલ નિયમિત રીતે ઘસો . તેનાથી નખનો કુદરતી રંગ પાછો આવશે . ત્વચા ઉપર ડાઘ પડ્યા હોય તો એક ચમચો ચણાનો લોટ , એક ચમચો લીંબુનો રસ , એક ચમચો દહી , એક ચમચો દૂધ , એક ચમચો ગુલાબજળ અને મધના થોડાં ટીપાં મિક્સ કરીને લગાવો આમ ત્વચા પર
કાળા ડાઘ પડતા નથી .
આ પણ વાંચો:
- રસોડાના કામને સરળ પણ બનાવશે અને તમારા પૈસા પણ બચાવશે એવી આ ટીપ્સ
- બજાર જેવી ઘરે સેવ ઉસળ બનાવવાની રીત | sev usad bnavvani rit
- છ ફ્લેવરનું પાણી પુરીનું પાણી બનાવવાની રીત | લારી પર મળે તેવું પાણી પુરીનું પાણી
- શિયાળાની ઠંડીમાં બનાવી શકાય તેવા શાક | મકર સંક્રાંતિ સ્પેશિયલ શાક બનાવવા માટેની રીત
- કિચન કિંગ બનવા માટે દરેક મહિલાઓ માટેની સ્માર્ટ કિચન ટિપ્સ | કિચન ટીપ્સ | રસોઈ ટીપ્સ