મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
-
હેરડાઈ ના ડાઘ કપડા પરથી દુર કરવા માટે | ટોઇલેટમાં થયેલા પીળા ડા ધને દુર કરવા માટે | વારંવાર કુકર ઉભરાઈ છે તો શું કરવું | kitchen hacks
હેરડાઈ ના ડાઘ કપડા પરથી દુર કરવા માટે | kitchen hacks નવા કપડા પર થયેલ હેરડાઈ ના કાળા કલરને દુર કરવા માટે કાચી ડુંગળીનો ઉપયોગ કરી શકો છો જો સફેદ કપડામાં આ ડાઈના ડાઘ થય ગયા હોય તો કાચો કાંદો ઘસવો અને પછી ધોવું. આમ કરવાથી કપડા પર લાગેલા હેરડાઈના ડાઘ થાય છે kitchen hacks…
-
તમે ક્યારેય ન સાંભળી હોય તેવી કિચન ટિપ્સ અને રસોઈ ટીપ્સ
માવો અસલી છે કે નકલી તે તપાસવાની સાચી રીત માવો અસલી છે કે નકલી તે તપાસવા માટે તમને કલર જોઈને પણ ખબર પડી જશે માવો અસલી છે કે નહીં અસલી માવાનો કલર પૂરો હોય છે અને નકલી માવા નો કલર સફેદ હોય છે અને સામાન્ય પીળાશ પડતો આવે છે આ કલર ઉપરથી પણ તમે નક્કી…
-
દાહોદની કચોરી અને રતલામી સેવ બનાવવાની રીત | recipe in gujarati
દાહોદના સ્ટ્રીટ ફૂડમાં દાહોદની કચોરી અને રતલામી સેવ ખૂબ જ પ્રખ્યાત છે તમને બીજી બધી ઘણી બધી દુકાનોમાં દાહોદના નામથી ટ્રીટ ફૂડમાં દાહોદની કચોરી અને રતલામી સેવ મળશે પણ સાચો સ્વાદ માણવો હોય તો તમારે દાહોદમાં જ આ કચોરી અને રતલામી સેવ ખાવી એક વખત ખૂબ જ જરૂરી છે તો જ તમને સાચો સ્વાદ મળશે.…