ઉપયોગમાં આવે તેવી મહિલા માટેની કિચન ટીપ્સ | રસોઈ ટિપ્સ | rasoi tips | kitchen tips

લોટમાં જીવાત(ઘનેડા) થઇ ગયા હોય તો | ચોખાને ઘનેડાથી બચાવવા માટે | લસણને ઝડપથી ફોલવા માટે | ઘરમાં રહેલા ડુંગળી બટાકા અંકુરિત થઈ જતા હોય તો | મિક્ચર જાર માંથી સરળતાથી ચિકાસ કાઠવા માટે |

જ્યારે પણ લોટ ભરો, અંદર જૂનો લોટ ના હોય એ વાત નું ધ્યાન રાખો, જૂનો લોટ હોય તો એને અલગ કાઢી લેવો, અને લોટ ભરો ત્યારે એને એકદમ દાબી ને ભરો કડછી કે ચમચા થી પ્રેસ કરતા જાવ જેથી લોટ માં રહેલી એર બહાર નીકળી જાય અને લોટ બગડે નહિ. ઘઉં ના લોટ ના ડબ્બા માં તળિયા માં , વચ્ચે અને ઉપર તમાલપત્ર મૂકવાથી જીવાત નહિ થાય

જો લોટ ઘરે જ દળતા હોવ તો તે દળવાનો અને પછી ભરવાનો ડબ્બો દર વખતે ધોઈ સાફ કરીને તડકે તપાવવો જરૂરી છે. જો લોટ બહાર દળાવતા હોવ તો બની શકે કે ત્યાં રાખેલા અનાજમાંથી ધનેરું ચડી ગયું હોય.

ચોખાને દિવેલ વાળા કરીને સાચવી રાખી શકાય છે. ચોખાને વધારે સમય સુધી રાખવાથી તેમાં ધનેડા પડી જાય છે જો તમે ચોખામાં જીવાત થતી અટકાવવા માંગતા હોય તો ચોખામાં લવિંગ રાખી શકો છો તેમજ ચોખા સાથે કડવા લીમડાના પણ સુકવણી કરીને રાખવાથી ચોખામાં જીવાત થતી નથી. તેમજ અનાજ લાંબા સમય સુધી સાચવવા માટે અનાજ સ્ટોર કરતી વખતે અનાજમાં ભેજ ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે

લસણ ઝડપથી ફોલાઈ જશે : લસણ ફોલવાનો બધાને કંટાળો આવતો હોય છે જેના નખ નાના હોય તેનાથી લસણ ફોલવું ખુબ મુશ્કેલી ભરેલું હોય છે આમ લસણને ઝડપથી ફોલવા માટે લસણની કળીને ગરમ પાણીમાં થોડી વાર સુધી બોળી રાખીને લસણ ફોલવાથી લસણ ઝડપથી ફોલાઈ જશે

મિક્ચર જાર માંથી ચિકાસ કાઠવા માટે : મિક્ચર ઝારનું ખાનું સાફ કરતી વખતે ખાનામાંથી બ્લેડ લાગી જવાની બીક લાગે છે આથી મિક્ચર ઝારમાં થયેલ ચિકાસ દુર કરવી મુશ્કેલ બની જાય છે અને જો સરખી રીતે ખાનું સાફ કરવામાં ન આવે તો તમે પીસેલ ખોરાક ખાનામાં જમા થાય છે અને ખાનું બગડવાના ચાન્સ વધી જાય છે આમ મિક્ચર જારનું ખાનું સરસ સાફ કરવા માટે મિક્ચર જારનો ઉપયોગ કરો ત્યારે ડીસ વોશિંગ લીક્વીડ ખાનામાં ભરીને ચલાવો એટલે ખાનું સરસ સાફ થઇ જશે

ઘરમાં રહેલા ડુંગળી બટાકા અંકુરિત થઈ જતા હોય તો અપનાવો આ ટીપ્સ બટાકાને અંકુરિત થતા બચાવવા માટે બટાકાને કાગળ અથવા સુત્રવ કાપડમાં રાખો . હવા ઉજાસમાં રાખો તેમજ ફળની ટોપલી થઈ બટાકા ને દુર રાખો. તેમજ ડુંગળી અને બટાકાને એક સાથે ન રાખવા જોઈએ. ભેજવાળી જગ્યા પર રાખવાથી પણ અંકુરિત થવાના ચાન્સ વધી જાય છે

Leave a Comment