લીંબુ : લીંબુ શરીરમાં ઉત્પન્ન થતી અમ્લતા દૂર કરે છે . એમાં રહેલું વિટામીન ‘ સી ‘ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે . લીંબુ હૃદયને સ્વસ્થ રાખે છે . હૃદયના રોગોમાં લીંબુ , દ્રાક્ષ કરતાં વધુ ફાયદો કરે છે . લીંબુ અને એની છાલ બન્ને ઔષધીય ગુણોથી ભરપુર છે. લીંબુ તીણ , વાયુનાશક, આહાર પચાવનાર, ભૂખ લગાડનાર , પચવામાં હલકે, પેટનાં દર્દને મટાડનાર અને પેટના કૃમિ – જેતુઓનો નાશ કરનાર છે . તે ઊલટી, પિત્ત, આમવાત, અગ્નિમાંદ્ય, વાયુ, વાયુના રોગો , કૉલેર , ગળાના રોગો, ઉધરસ અને કફ દૂર કરે છે .
( ૧ ) ભૂલ લાગતી ન હોય કે આહાર પર રુચિ થતી ન હોય તો બે ચમચી લીંબુનો રસ અને પાંચ ચમચી ખાંડની ચાસણી મિશ્ર કરી પાણી ઉમેરી શરબત બનાવી , મરી અને લવિંગનું થોડું ચૂર્ણ ઉમેરી સવાર – સાંજ પીવાથી ભૂખ ઉઘડે છે .
( ૨ ) ખોટા આહાર – વિહારને કારણે શરીરમાં યુરિક એસિડ બને છે , તેને દૂર કરવા સવારે નરણા કોઠે ગરમ , પાણીમાં લીંબુનો રસ આદુના રસ સાથે લેવો જોઈએ .
માણસે અલ્પ આહાર કરવો જોઈએ અને અવાર નવાર ઉપવાસ કરવા જોઈએ . – મહાત્મા ગાંધી .
( ૩ ) લીંબુ પેશાબ વાટે યુરિક એસિડનો નિકાલ કરે છે . સાથે સાથે કબજિયાત , પેશાબની બળતરા , લોહીનો બગાડ , મંદાગ્નિ અને ચામડીના રોગોમાં તે અકસીર છે .
( ૪ ) લીબુંના રસથી દાંત અને પેઢાં સ્વચ્છ થાય છે. પાયોરિયા અને મોંની દુર્ગધ દૂર થાય છે . ( ૫ ) યકૃતની શુદ્ધિ માટે લીંબુ અકસીર છે . ૯ ) અજીર્ણ , છાતીની બળતરા, સંગ્રહણી, કૉલેરા, કફ, શરદી, શ્વાસ વગેરેમાં લીંબુ ઔષધનું કામ કરે છે .
( ૭ ) લીંબુના રસમાં ટાઈફોઈડનાં જંતુઓ તરત જ નાશ પામે છે ( ૮ ) લીંબુનાં સેવનથી પિત્ત શાંત થાય છે. ( ૯ ) લીંબુથી લોહી શુદ્ધ થવાથી શરીરમાં તાજગી અનુભવાય છે. લોહીમાંથી ઘેરી તત્ત્વ નાશ પામતાં માંસપેશીઓને વધુ બળ મળે છે .
( ૧૦ ) લીંબુ સમગ્ર શરીરની સફાઈ કરે છે . આંખોનું તેજ વધારે છે . રોજ એક લીંબુનો ઉપયોગ કરવાથી સ્વસ્થ અને પ્રસન્ન રહી શકાય . e ( ૧૧ ) ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધ લેવાથી શરદી, કફ, ઈન્ફલ્યુએન્ઝા વગેરેમાં પૂરી રાહત મળે છે . લીંબુ અને મધનું પાણી લઈ લાંબા સમય સુધી ઉપવાસ દ્વારા ચિકિત્સા થઈ શકે છે . એ વાયુનાશક, અગ્નિદીપક, પાચન વધારનાર, રુચિવર્ધક છે .
( ૧૨ ) લીંબુના ફાડિયા પર નમક , જીરું , કાળાં મરી , સુંઠ અને અજમાનું બારીક ચૂર્ણ ભભરાવી જરાક ગરમ કરી ભોજન પૂર્વે ધીમે ધીમે ચૂસવું .એનાથી રુચિ ઉઘડે છે અને વાયુ નીચે ઉતરે છે .હેડકી , ઉધરસ, આફરો જેવા વાયુના રોગોમાં પણ એનાથી લાભ થાય છે .
( ૧૩ ) સાંધામાં કાચો રસ જામી જવાથી થતા પીડાકારક આમવાત રોગમાં બે વખત નમક વગરના રાંધેલા મગ ખાવા , સવારે અને સાંજે એક ગ્લાસ સહેજ હૂંફાળા પાણીમાં લીંબુ નીચોવી પી જવું . છ અઠવાડિયાં આ પ્રયોગ કરવાથી ઉત્તમ લાભ થાય છે .પછી ધીમે ધીમે ખોરાક પર ચડવું .
( ૧૪ ) ઘી વાળો ભારે ખોરાક ખાવાથી અજીર્ણ થયું હોય તો બે વખત નવશેકા પાણીમાં લીંબુ નીચોવી પી જવુ
( ૧૫ ) લીંબુમાં વિટામિન સી હોવાથી દાંતના પેઢામાંથી લોહી નીકળતું હોય તો નવશેકા પાણીમાં લીંબુ પીવાથી મટે છે .
( ૧૬ ) લીંબુ આલ્કલાઈન હોવાથી એસિડીટીમાં ઉત્તમ ગુણકારક છે . કફ , ઉધરસ , દમ અને શરીરના દુખાવાના કાયમી દર્દીએ લીબું લેવું નહિ. લોહીનું નીચું દબાણ , માથું દુઃખવું , પગમાં કળતર , તાવ વગેરેમાં લીંબુ નુકસાન કરે છે .
- Eminem – Stronger Than I Was
- Dj Dark – Chill Vibes
- Leona Lewis – Bleeding Love (Dj Dark & Adrian Funk Remix)
- Silicon Valley Guru Affected by the Fulminant Slashed
- Watch Awesome Kate Go Full Cooking Pro in England this Week