રોજ સાંજે પાણીમાં પલાળીને વહેલી સવારે પી જાવ આ પાણી થશે અનેકગણા ફાયદા મોટા ભાગના લોગો આ ફાયદા વિષે નથી જાણતા
ત્રણ-ચાર ભીંડાને રાતના પાણીમાં પલાળી ડો અને સવારે આ પાણી પીવાથી ડાયાબિટિસમાં ખુબ સારો ફાયદો થાય છે. આ પાણી કેવી રીતે બનાવશો સૌ પ્રથમ ભીંડાના મોટા મોટા કટકા કરવા.ભીંડાના ડીટીયા ફેંકી દેવા. આ કટકા પાણીમાં પલાળી દેવા આ પાણી સવારે નરણા કોઠે પીવાથી તમને મદદ કરશે ટૂંક સમયમાં જ તમને રાહત મળશે અને તમારા શરીરમાં સુગર લેવલ કન્ટ્રોલ કરશે આખી રાત પાણીમાં ભીંડી પલાળીને અને તે પાણી પીવાથી ડાયાબિટીઝ થોડા દિવસોમાં કાબૂમાં આવે છે અને તમે આ પ્રયોગ નિયમિત કરશો તો ડાયાબીટીસથી કાયમ છૂટકારો મેળવી શકો છો. આ સિવાય ડાયાબિટીસના દર્દીઓને વધુને વધુ ભીંડા નું શાક ખાવા માટે પણ કહેવામાં આવે છે
મેથીના સાત-આઠ દાણા પાણીમાં પલાળી સવારે તે પાણી પી જવાથી ગેસની તકલીફમાં ફાયદો થાયછે.મેથી ચાવી જવી. બિનઉપયોગી દહીંને ફેંકી ન દેતાં તેનો વાળ ધોવામાં ઉપયોગ કરવો. કંડિશનરનું કામ કરશે.
ઇંડાને મીઠાયુક્ત પાણીમાં ઉકાળવાથી ઇંડા તૂટશે નહીં. ઘઉંની પૂરીમાં લોટ બાંધતી વખતે તેમાં થોડો મેંદો તથા સાકર ભેળવવાથી પૂરી નરમ-મલાયમ બનશે. – દાળ-શાકમાં બળવાની ગંધ બેસી ગઇ હોય તો ટામેટાંના નાના ટુકડાનો જીરા સાથે વઘાર કરી દાળ-શાકમાં ભેળવી દેવાથી તે સ્વાદિષ્ટ લાગશે તેમ જ બળવાની ગંધ નષ્ટ થશે.
ઉધરસ સતત આવતી હોય તો સૂતી વખતે એક નાનો ચમચો અજમો ચાવીને ખાવાથી રાહત થશે. નાના મોઢાની શીશીને સાફ કરતી વખતે શીશીમાં સાબુનું પાણી નાખો ત્યારે ચોખાના દાણા નાખી હલાવવાથી શીશી બરાબર સાફ થઇ જશે. બટાકાની ચીપ્સને કરકરી બનાવવા બટાકાને છોલી ધોઇ પાતળી ચિપ્સ સમારી તેને મીઠું ચોળી તળવી.
ઇડલી-ઢાસા સાથે ખાવાનો સંભાર બનાવ્યા બાદ તેને ઉપરથી વઘાર કરવાથી સંભારનો સ્વાદ તેમજ રંગ નિખરે છે. તળતી વખતે તેલમાં અડધી ચમચી મીઠું ઉમેરી દેવાથી તેલ ઓછું બળશે.