1) ચોખાને આખું વર્ષ તાજા રાખવા અને જીવાત થતી અટકાવવા માટે આટલું કરો ચોખા ના ડબ્બામાં ફૂદીનાના પાન અથવા લસણ રાખવાથી ચોખા આખું વર્ષ તાજા રેહશે. અને ચોખામાં જીવાત થતી બચી જશે
2) આદુ મરચાની પેસ્ટ કાળી ન પડે એ માટે આદુ મરચાની પેસ્ટ બનાવીને રાખી એટલે થોડા સમયમાં કાળી પડી જાય છે જો આ આદુ મરચાની આદુ – મરચાં ની પેસ્ટ માં મીઠું નાખવાથી પેસ્ટ તાજી રહેશે. લાંબા સમય સુધી રાખવાથી પેસ્ટ કાળી નહિ પડે
3) પૂરીને વધુ સ્વાદિષ્ટ અને એકદમ ફૂલેલી બનાવવા માટે પુરી નાં લોટ માં 2-3 બ્રેડ સ્લાઈસ પલાળી ને નાખવાથી પુરી વધુ સ્વાદિષ્ટ બનશે.
4) રોટલી નરમ અને સોફ્ટ બનાવવા માટે રોટલી નો લોટ એક-દોઢ કલાક અગાઉ બાંધવાથી રોટલીઓ વધુ નરમ બનશે. અને ફૂલીને દડા જેવી થશે
5) કેળાને લાંબા સમય સુધી તાજા રાખવા માટે કેળા ને કોટન ના કપડા, કાગળ અથવા છાપા માં વીંટીયા પછી કોથળી માં રાખવા થી કેળા વધુ સમય માટે તાજા રેહશે.
6) દહીંવડા બનાવતી વખતે ખીરા માં દહીં ઉમેરવા થી વડા પોચા બનશે અને તેલ પણ ઓછું શોષસે. સમય માટે તાજી રાખવા માટે કાચી કેરી પર તેલ અને મીઠું ચોપડી ને પછી ફ્રીઝર માં રાખવા થી કેરી વધુ સમય કાચી કેરી જેવી રેહશે. 7) કચોરી ને તળતા પહેલા એમાં 2-3 નાના કાણા પાડવા થી કચોરી ફાટશે નહી. 8) ચોખા બાફતા પહેલા ચોખા માં લીંબુ નો રસ અને તેલ ઉમેરવાથી ભાત વધુ સફેદ બનશે. અને ભાત છુટા છુટા રહેશે
9) દહીં મેળવતી વખતે 2-3 ટીપા વિનેગર / સરકો નાખવા થી દહીં વધુ કઠણ બનશે. અને દહીંમાં પાણી નહિ રહે. 10) અનાજનાં ડબ્બામાં લીમડા નાં પાન રાખવા થી અનાજ આખું વર્ષ તાજું રેહશે. અને લાંબા સમય સુધી અનાજમાં જીવાત નહિ પડે.
11) તુવેર દાળ ને ગરમ પાણી થી ધોવી અને અડધી કલાક સુધી પલાળવી. આવું કરવા થી રાંધવાનો સમય અને ગેસ બનેની બચત થશે.
12) કપ રકાબીમાં પીડા ડાઘ દુર કરવા માટે કપ રકાબીમાં ઘણી વખત પીડા ડાઘ થઇ જતા હોય છે આ પીડા ડાઘ દુર કરવા કપ – રકાબી ને મીઠા થી ઘસીને ધોવા થી વધુ રકાબી ચોખ્ખી થશે.
13) સ્ટીલની ગેંડી સાફ કરવા માટે સ્ટેઈનલેસ સ્ટીલ ના સિંક ને સાફ કરવા માટે કોર્ન ફલોર નો ઉપયોગ કરવો. આમ સિંક ચમકી જશે