સ્ટીલની તપેલીમાં દૂધ ગરમ કરવાથી તળિયે દૂધ જામી જાય છે આમ સ્ટીલની તપેલીમાં દૂધ જામે નહિ એ માટે આટલું કરોસ્ટીલના તપેલાને પાણીથી ધોઈ દૂધ ગરમ કરવાથી તપેલીમાં દૂધ ચોંટશે નહીં.
સૂરણને બાફી ઘીમાં સાંતળી ને ખાવાથી હરસમાં ફાયદો કરે છે. બાફેલું સૂરણ દહીં સાથે ખાવાથી પણ રાહત થાય છે. દાદર અને ખુજલીમાં રાહત મેળવવા માટે ડુંગળીનો રસ દાદર કે ખુજલી પર ચોપડવાથી ફાયદો થાય છે.
મૂળાના રસમાં લીંબુનાં રસ ભેળવીને પીવાથી ભોજન પછી થતા પેટના દુખાવા તથા ગેસમાં રાહત થાય છે. કાળી પડી ગયેલ ગરદન માટે પાકા પપૈયાના ગટ-માવમાં સપ્રમાણ હળદર ભેળવી પેસ્ટ બનાવી ૧૦-૧૫ મિનિટ ગરદન પર લગાડી માલિસ કરી સ્નાન કરવાથી શ્યામ ગરદન ઊજળી થાય છે.
ગોળ સાથે કોપરું ખવડાવવાથી બાળકોનું સુકલકડી શરીર હ્રષ્ટ પુષ્ટ બને છે, શરીરમાં ચરબીમાં વધારો થાય છે અને બાળકો જલદી ગજું કરે છે. તેમજ સુકલકડી શરીર વાર લોકોએ બોડી બનાવવા માટે ખજૂર દશ તોલા અને કિસમિસ દ્રાક્ષ પાંચ તોલા દરરોજ ખાવાથી સુકલકડી શરીરવાળા દર્દીઓના શરીરમાં નવું લોહી પેદા થાય છે.
તમને વારંવાર ચામડીના રોગ થતા હોય તો સવાર-સાંજ પાકાં ટમેટાંનો રસ પીવાથી અને ભોજનમાં મીઠું ઓછું કરવાથી ત્વચા પર થનારાં લાલ-લાલ ચાઠાં, ચામડીની શુષ્કતા, ખંજવાળ, ત્વચા પર થતી નાની ફોડલીઓ વગેરે લોહી વિકારમાં ફાયદો થાય છે.
કાયમી કબજીયાતથી પરેશાન છો તો જામફળનું શાક બનાવી ખાવાથી કબજિયાત મટે છે. ટામેટું, ગાજરનો રસ, સંતરાનો રસ, કાકડીનો રસ અને ગુલાબજળ મિક્સ કરી ચહેરા પર ૩૦ મિનિટ લગાડી રાખવાથી ચહેરા પર ટોનિકનું કામ કરે છે.
ડુંગળી ખાધા પછી મોંમાં આવતી દુર્ગંધ દુર કરવા માટે આટલું કરો ડુંગળી ખાધા પછી મુખ દુર્ગંધ દૂર કરવા થોડો ગોળ ખાવો. આમ જમ્યા પછી ગોળ ખાવો ખુવ લાભદાયક છે આમ એકસાથે 2 ફાયદા થશે વારંવાર આવતી હેડકીથી રાહત મેળવવા માટે હેડકી પર ચપટી હળદર ફાકવાથી રાહત થાય છે. જયારે અચાનક હેડકી આવવાનું શરુ થાય ત્યારે કોઈ રીતે હેડકી બંધ થાવવાનું નામ નથી લેટી ત્યારે આ પ્રયોગ અજમાવવો જોઈએ
દહીને એકદમ પોડા જેવું જમાવવા માટે તેમજ પાણી ન રહે એવું જમાવવા માટે દહીંને કાંચ અથવા માટીના વાસણમાં જમાવવાથી દહીં ખાટું નહીં થાય તેમ જ તેમાંથી પાણી નહીં છૂટે. રાંધતી વખતે તેલનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવું તે વધુ ગરમ ન થાય તેલ વધુ પ્રમાણમાં ગરમ થવાથી તેમાંની ચીકાશ દૂર થાય છે.