દરેક મહિલાઓ રસોડાને સ્વચ્છ રાખવા માટે અનેક ઉપાયો કરતી હોય છે છતાં પણ બનાવતી વખતે થોડું ઘણું રસોડામાં નીચે કે પ્લેટફોર્મ પર પડતુ હોય છે જેનાથી રસોડાની લાદી ચીકણી થઇ જાય છે. આમ લાદી પર તેના પર ચાલવાથી પગ ચોંટે છે ક્યારેક ભીનું થાય તો લસડી પણ જવાઈ છે.
અહી ગૃહિણીઓને ઉપયોગી થાય એવી કિચન સાફ રાખવા માટેની થોડી ટીપ્સ આપી છે. આ ટીપ્સના ઉપયોગથી કિચનને સ્વચ્છ રાખવામાં દરેક ગૃહિણીઓને ચોક્ક્સ મદદ થશે એવી આશા રાખું છું. હમેશને માટે રસોઇ બનાવતા પહેલા તેમજ રસોઈ બનાવ્યા પછી ગેસના ચૂલાને સાફ કરવાની આદત રાખવી જોઈએ.
ચૂલાને લૂછવા માટે અલગ સ્વચ્છ કપડું હોવું જરૂરી છે જે તમે ફક્ત ગેસ સાફ કરવા માટે જ ઉપયોગ કરતા હોઈ. પરિવારના દરેક સભ્યોએ ધ્યાનમાં રાખવાની બાબત હોય તો પરિવારના દરેક સભ્યને જમ્યા બાદ જમેલી પ્લેટ સિન્કમાં રાખવાની આદત પાડવી જોઈએ હવે વાસણોને સાફ કરતા પહેલાં તેમાંથી એંઠવાડ કાઢવો જરૂરી છે અથવા તો એઠવાડ ગાળવો જરૂરી છે જેથી સિન્કની પાઇપમાં કચરો ભરાઇ ન જાય.
એઠા વાસણોને રાખવા માટે સિન્કની બાજુમાં એક ટેબલ રાખી શકાય અથવા તો એક મોટા ટબમાં એંઠા વાસણો રાખવા જેથી સિન્કમાં એંઠવાડ પડવાની શક્યતા ન રહે. એંઠા વાસણો લાંબા સમય સુધી એમ જ પડ્યા રહેવાના હોય તો તેમાં પાણી નાખીને રાખવા અથવા તો સાદા પાણીથી વીછળીને રાખવા.
રસોડામાં રોજના વપરાશમાં આવતા વિદ્યુત ઉપકરણોને કેબિનેટમાં વ્યવસ્થિત રાખવા. જેથી રસોડાનું પ્લેટફોર્મ મોટું દેખાય અને વિદ્યુત ઉપકરણો પણ સ્વચ્છ રહે. શાક અને ફળને સમારીને તેની છાલ ડસ્ટબિનમાં નાખવી જેથી કિચન સાફ રહે અને તેના પર મચ્છર-માખી બેસે નહીં. દાળ,મસાલાના ડબ્બા, લોટના ડબામાં રાખેલી વસ્તુ ખલાસ થઇ જાય તો ધોઇને તડકામાં સુકવીને નવું ભરવું. રસોઇ અને જમ્યા બાદ રસોડામાં તેમજ ડાઇનંિગ રૂમમાં ફિનાઇલનું પોતુ ંકરવું. રસોઇ બનાવતી વખતે ખાદ્ય પદાર્થો ઢોળાયા હોય તો તરત જ સાફ કરવા. ખાતી વખતે જમીન પર કે ડાઇનંિગ ટેબલ પર ઢોળાયુ હોય તો તરત જ લૂછી નાખવું. પરિવારના એક સભ્યને આ કામ સોંપી દેવું.
શાક સમારવાના ચાકુ તેમજ માખણ લગાડવાના બટર નાઇફનો ઉપયોગ કર્યા બાદ તરત જ ધોઇ નાખવા. બિસ્કિટ, સુકા નાસ્તા વગેરેના પેકેટને બંધ ડબામાં રાખવા અને ડબા કિચન કેબિનેટમાં રાખવા. જેથી ઝીણા વાંદા કે જીવડાં તેના પર ફરે નહીં. રસોડું, કિચન પ્લેટફોર્મ તેમજ વાસણ ધોવાનો સાબુ ઉચ્ચગુણવક્તા યુક્ત હોવો જોઇએ જેથી સિન્કમાં પાવડર ચોંટી ન જાય તેમજ વાસણો તથા રસોડું ચીકણું ન રહે. કિચન કેબિનેટ તેમજ રસોડાના પ્લેટફોર્મના ખાના મહિને એકાદ વાર લૂછવા.
આવીજ અવનવી કિચન ટીપ્સ , સૌંદર્ય ટીપ્સ, રસોઈ ટીપ્સ , રસોઈ બનાવવા માટેની રેસીપી તેમજ હેલ્થ ટીપ્સ મેળવવા માટે અત્યારે જ અમારું ફેસબુક પેઝ લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરોજો તમારા કોઈ આર્ટીકલ અમારી સાથે શેર કરવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો