ઉપયોગમાં આવે તેવી 20 કિચન ટીપ્સ વાંચીને વધુમાં વધુ શેર કરો

1) ચોખાના ઓસામણથી સુતરાઉ સાડીને આર કરવાથી તે એકદમ કડક બને છે . *2) વાનગી તળતી વખતે તેમાં એક ચમચી ચોખખું ઘી નાખવાથી તે વાનગી લાંબો સમય સુધી સારી રહે છે . * આદુને તાજુ રાખવા માટે ભીની માટીમાં દાટી રાખવાથી સુકાશે નહિ . ૩) તુવેરદાળ ઝડપથી ચડતી ન હોય તો તેમાં કાચી સોપારીનો એક ટુકડો નાંખી દેવો . જેથી દાળ ઝડપથી અને એકરસ થઈ જશે . *4) ચામાં ગુલાબની પાંદડીઓ નાખવાથી ચામાં ગુલાબની સુગંધથી ચા સુંવાદિષટ બનશે . 5)“ ભાત બનાવતી વખતે તેમાં થોડું મીઠું- ચોખખું ઘી અને થોડું લીંબુ નીચોવવાથી ભાતની સોડમ સરસ થશે અને ભાત છૂટો થશે . 6) “ ઢોકળામાં સોડાને બદલે ઈનો ફ્રુટ સોલ્ટ નાખવાથી ઢોકળા ખૂબ પોચા બને છે . 7) છાશમાં ગરમ કરેલા તેલમાં જીરૂ – રાઈ – હિંગનો વધાર કરવાથી છાશ વધારે સ્વાદિષટ લાગે છે .8) પુરી બનાવતી વખતે તેમાં અડધી ચમચી ખાંડનું પાણી નાખવાથી પુરી ફૂલેલી જ રહેશે .9) “ કાચનાં વાસણ ધોતી વખતે વોશબેસિનની નીચે જૂના જાડા ટુવાલનો ટુકડો પાથરી દો . તેનાથી કાચનાં વાસણ તૂટવાનો ભય ઓછો રહે છે . 10) અણીદાર ચપ્પુ , કાંટા વગેરેને રસોડાના અંદરના ખાનામાં કયારેય ન રાખો , કોઈ ઊંચા સ્ટેન્ડ પર રાખો . ગેસની સગડી હંમેશા ગેસ સિલિન્ડરના ઉપરના ભાગમાં રાખો .

11) ગેસ સિલિન્ડર બદલતી વખતે બારી – બારણાં ખુલ્લાં રાખો . ગેસ લીક થવાની જરા પણ શંકા જાય , તો દીવાસળી અથવા લાઈટર લળગાવશો નહી , સાથોસાથ વીજળીનું કોઈપણ સાધન ચાલુ- બંધ ન કરશો . 12) રસોઈ બનાવવાની શરૂઆત કરતાં પહેલાં બધી જ પૂર્વ તૈયારીઓ કરી લેવી જોઈએ , જેવી કે , શાકભાજી સમારેલો હોય , મસાલા તૈયાર હોય , લોટ બાંધેલ હોય વગેરે . જેથી ? કંઈ કરવું ન પડે અને રઘવાટ ન થાય . 12) રસોડામાં પાણીની યોગ્ય વયવસથા હોવી જોઈએ . રસોઈ કરતો દાઝી જવાય તો દાઝેલો ભાગ પાણીમાં બોળી દેવો અથવા તેના ઉપર ઠંડું પાણી રેડવું . દાઝેલા જ વધારે સમય સુધી પાણીમાં રાખવાથી બળતરા ઓછી થઈ જાય છે , પછી ડોકટરને બતાવો .

13) સોના – ચાંદીના દાગીનાને ચમકદ લાવવા તેને દસ મિનિટ અરીઠાના પાણીમાં ઉકાળો . ત્યાર બાદ તેને ઠંડા પાણીથી ધોઈ સાફ નરમ કપડાંથી લૂછી લેવાથી ફરક તરત જ ઊડીને આંખે વળગશે . 14) નેઈલપૉલિશની બાટલીનું ઢાંકણ જામ થઈ ગયું હોય તો તેને ૩૦ થી ૪૫ સેકન્ડ હેરડ્રાયરની સામે મૂકી રાખવાથી સરળતાથી ખૂલી 15) “ ચોખા ભરેલા કન્ટેન્ટમાં લસણની કેટલીક કળીઓ મૂકી રાખવાથી તેમાં કયારેય જીવાત નહીં થાય . 16) “ મરચા સમાર્યા બાદ થતી બળતરા ઓછી કરવા હાથ પર થોડું દહીં અથવા હળદર ઘસવી . ‘17) પૂરીને વધુ સ્વાદિષટ બનાવવા લોટ બાંધતી વખતે તેમાં ચારથી પાંચ સ્લાઈઝ પલાળેલા બ્રેડની પણ નાખવી . 18) બચેલા નાહવાના સાબુના નાના નાના ટુકડાને ભેગા કરી ગરમ પાણીમાં છુંદી નાખો . હવે તેમાં થોડું ગ્લિસરીન નાખો . હાથ ધોવાનો સરળ અને સોંઘો લિક્વિડ સોપ તૈયાર થઈ જશે .19) “ તૂટેલા કાચના ટુકડાને ઉપાડવા બ્રેડનો ઉપયોગ કરવાથી હાથમાં ઈજા થવાની સંભાવના નહિવત્ થઈ જાય છે . 20) પલાસ્ટિકની ચીજો ગંદી થઈ જાય તો એને કેરોસીનથી સાફ કરવાથી એ નવા જેવી જ થઈ જશે

Leave a Comment