હેરડાઈ ના ડાઘ કપડા પરથી દુર કરવા માટે | ટોઇલેટમાં થયેલા પીળા ડા ધને દુર કરવા માટે | વારંવાર કુકર ઉભરાઈ છે તો શું કરવું | kitchen hacks

0
655

હેરડાઈ ના ડાઘ કપડા પરથી દુર કરવા માટે | kitchen hacks

નવા કપડા પર થયેલ હેરડાઈ ના કાળા કલરને દુર કરવા માટે કાચી ડુંગળીનો ઉપયોગ કરી શકો છો જો સફેદ કપડામાં આ ડાઈના ડાઘ થય ગયા હોય તો કાચો કાંદો ઘસવો અને પછી ધોવું. આમ કરવાથી કપડા પર લાગેલા હેરડાઈના ડાઘ થાય છે kitchen hacks

ટોઇલેટમાં થયેલા પીળા ડાધને દુર કરવા માટે | kitchen hacks

ટોયલેટમાં પીડા ગંદામાં ગંદા ડાઘ થઈ ગયા હોય અને તે જીદી ડાઘ કોઈ રીતે દૂર થતા નથી તો આ એક ઉપાય જરૂર કરી જુઓ જેથી ટોયલેટમાં કે બાથરૂમમાં થયેલા પીળા ડાઘ ચપટી વગાડતા દૂર થઈ જશે એના માટે તમારે બહારથી કંઈ પણ લઈ આવવાની જરૂર નથી ઘરે રહેલી વસ્તુ માંથી આ પીળા ડાઘ તમે દૂર કરી શકશો

બાથરૂમમાં થયેલા ડાઘ દૂર કરવા માટે તમારે આ વસ્તુની જરૂર પડશે મીઠું , લીંબુ અને ઈનો આ બધી વસ્તુને મિક્સ કરીને પેસ્ટ બનાવો પછી જ્યાં દાંત થયેલા છે તે ડાઘ પર આ પેસ્ટ 10 થી પંદર મિનિટ સુધી રહેવા દો પછી ગરમ પાણીની મદદથી બાથરૂમની સફાઈ કરી નાખો. હવે તમે જોઈ શકશો કે ઇડા ડાઘ દૂર થઈ ગયા છે અને તમારું બાથરૂમ કે ટોયલેટ ચક ચકિત થઈ ગયું છે, જો તમે બજારની વસ્તુનો ઉપયોગ કરવા માંગતા હોય તો બ્લીચીંગ પાણી તમારો બાથરૂમ અને ટોયલે ની સફાઈ કરવામાં કારગર છે

ગ્રેવી વાળા શાકમાં દહીં નાખાવાથી ક્યારેય નહિ ફાટે | kitchen hacks

ઘણી વખતે ઉતાવળથી રસોઈ બનાવતા હોઈ અને ગ્રેવી વાળું શાક બનાવવાનું હોય તો ઉતાવળમાં ગરમ ગરમ શાકમાં દહીં ઉમેરી દેતા હોઈએ છીએ આમ કરવાથી પણ દહીં ફાટે છે અને એ બાબતનું પણ ધ્યાન રાખવાનું છે કે તમે શાકમાં દહીં ઉમેરો છો અને તરત તેમાં મીઠું ઉમેરી ડો છો તો પણ શાકમાં દહીં ફાટી જવાના ચાન્સ વધી જાય છે તેમજ એક બીજી એ બાબતનું ધ્યાન રાખવાનું છે kitchen hacks જયારે તમે દહીં ઉમેરો છો ત્યારે ગેસની આંચ ધીમી હોવી જોઈએ જ્યાં સુધી દહીં અને ગ્રેવી મિક્સ થઇ જાય ત્યાં સુધી ગેસની આંચ ધીમી રાખો

વારંવાર કુકર ઉભરાઈ છે તો શું કરવું | kitchen hacks

વારંવાર ઉભરતા કુકર સારુ કરવા માટે ઘણી વખત આપણે શાક કે ખીચડી બનાવીએ કે પછી દાળભાતની દાળ કુકરમાં બાફવા મૂકે ત્યારે કુકરમાં ઉભરો આવે છે અને સિટી માંથી ફીણ જેવું પાણી નીકળે છે આમ થવાથી ગેસ બગડી જાય છે જે સાફ કરવું ખૂબ મુશ્કેલ લાગે છે જો તમે કુકરમાં વસ્તુ બાફતી વખતે આ એક વસ્તુ નાખી દેશો તો કુકર ઉભરાશે નહિ, કુકર માં વસ્તુ બાફવા મૂકો ત્યારે તેમાં એક ચમચી તેલ અથવા એક ચમચી ઘી ઉમેરી દો એટલે કુકર ઉભરાશે નહિ, એક ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે કે કુકરમાં પાણી કુકરમાં પ્રમાણમાં અધૂરું રાખવાનું છે જો કુકર આખું પાણીનું ભરેલું હશે તો કુકર ઉભરવાના ચાન્સ વધી જશે kitchen hacks

કપડા પર લાગેલા હળદરના પીળા ડાઘ દૂર કરવા માટે શું કરવું

જો તમારા મનપસંદ ટીશર્ટ કે શર્ટ જીન્સ પર હળદરનો પીળો ડાઘ લાગી ગયો હોય તો તે તમે પહેલી વખત પહેર્યો જ હોય તો બીજી વખત આ ટીશર્ટ કે શર્ટ પહેરવામાં ખૂબ શરમ અનુભવો છો અને આ હળદરનો પીળો ડાઘ જો સફેદ કપડામાં લાગ્યો હોય તો તે ખૂબ જ દેખાય છે અને તેને દૂર કરવો પણ ખૂબ મુશ્કેલ છે જો આ ઉપાયથી તમે કપડા પર લાગેલા હળદરનો પીળો ડાઘ દૂર કરી શકશો, કપડામાં જે જગ્યા પર ડાઘ લાગેલો છે ત્યાં થોડી ટૂથ પેસ્ટ લગાવો અને બેકિંગ સોડા મિક્સ કરો. આ પેસ્ટને જે જગ્યા પર ડાઘ લાગેલો છે ત્યાં સારી રીતે ઘસો આજથી દસ મિનિટ સુધી આ પેસ્ટ રહેવા દો પછી પાણીની મદદથી ધોઈ નાખો આ ઉપાય કરવાથી કપડા પર લાગેલા હળદરના પીળા ડાઘ દૂર થશે

કપડા પર લાગેલા હળદર નો પીળો ડાઘ દૂર કરવા માટે તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો જે જગ્યા પર ડાઘ થયેલ છે તે જગ્યા પર લીંબુ ને કાપીને ઘસવાથી ડાઘ દૂર થાય છે

આ પણ વાચો : read english recipe click here અને ગુજરાતીમાં વાંચવા અહી ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here