તળિયે બેસી ગયેલા ભાતની વાસ દૂર કરવા માટે
તમે કુકરમાં ભાત વધારો છો અને તળિયે કૂકરમાં ભાત ચોંટી જાય છે અથવા તો ભાત રાંધતી વખતે તળિયે ભાત બેસી જાય છે તો ભાત તળિયે બેસી જાય એટલે ભાતમાં બળેલી વાસ આવે છે આ બળેલી વાતને દૂર કરવા માટે ભાતમાં આ એક વસ્તુ નાખી દો ભાતની ઉપર થોડું મીઠું નાખી દેવું એટલે તળિયે બેસેલા ભાતની વાસ આવશે નહીં પછી ઉપરથી ભાત લઈને ખાવામાં ઉપયોગ કર
કોથમીર ને 10 થી વધારે દિવસ સુધી તાજી રાખવા માટે
કોથમીરની લાંબા સમય સુધી તાજી રાખવા માટે એટલે કે કોથમીરને દસ દિવસ સુધી તાજેતાજી રાખવા માટે આ એક કિચન અપનાવો જેથી કરીને કોથમીર લાંબો સમય સુધી તાજી રહેશે કોથમીરને તાજી રાખવા માટે એટલે કે કોથમરીને સ્ટોર કરવા માટે સૌ પ્રથમ કોથમીરને સારી રીતે સાફ કરી લેવી અને એક એર ટાઈટ ડબામાં સ્વચ્છ કપડું મૂકીને કોથમીરને લપેટી લેવી કપડું બધેથી જ ભેજ શોષી લેશે અને કોથમીરને બગડવા દેશે નહીં ચાર દિવસ પછી કપડું બદલી નાખવું એટલે કોથમીર લાંબો સમય સુધી તાજી રહે છે.
ખાટું થઈ ગયેલું ઈડલીના ખીરાની ખટાશ દૂર કરવા માટે
ઈડલી નુ ખીરુ ખાટુ થઈ ગયું છે અને ખીરાની ખટાશ દૂર કરવા માટે આટલું કરો એટલે ખીરાની ખટાશ દૂર થઈ જશે ખાટુ થઈ ગયેલા ખીરામાં લીલા મરચા અને આદુની પેસ્ટ ઉમેરી દો તેથી ઈડલી વધારે સ્વાદિષ્ટ લાગશે અને ખટાશ બેલેન્સ થઈ જશે ઈડલીનું ખીરું જો વધારે ખાટું થઈ ગયું હોય તો તમે ગોળ અથવા ખાંડ ઉમેરી શકો છો અને સ્વાદમાં પણ સારું આવશે ખટાશ દૂર થઈ જશે અથવા તો તમે ખીરામાં ચોખાનો લોટ કે રવાનો લોટ પણ ઉમેરી શકો છો જેથી કરીને ખીરાની ખટાશ થોડી ઓછી થશે અને ઈડલી પણ સોફ્ટ બનશે અને ઈડલીનું બેટર ખાટું ન થાય એ વાતનું ધ્યાન રાખવી હોય તો ચોખા અને દાળને તમે પીસો છો ત્યારે ગરમ પાણી નહીં પરંતુ ફ્રીજ નું ઠંડુ પાણીનો ઉપયોગ કરો જેથી આથો આવ્યા પછી પણ બેટર ખાટુ થશે નહીં
પૂરીને ક્રિસ્પી બનાવવા માટે પુરીના લોટની કણકમાં એક ચમચી જેટલો ચોખાનો લોટ અથવા તો રવાનો લોટ ઉમેરી દેશો તો પૂરી કુરકુરી અને સરસ ક્રિસ્પી બનશે
રાયના દાણામાં ભેળસેળ છે કે નહીં તે તપાસવા માટે
રાઈના દાણામાં ભેળસેળ છે કે નહીં ઘરે બેઠા તપાસવા માટે આટલું કરો સૌ પ્રથમ એક થી બે કપ પાણી ગરમ કરો અને આ ગરમ પાણીમાં ખાવાનો સોડા ઉમેરીને બરાબર મિક્સ કરો પછી આ ગરમ કરેલા પાણીમાં રાઈના દાણા નાખીને થોડીવાર પૂરતા રહેવા દો જો રાઈના દાણા રંગ છોડી દે એટલે કે રંગ જતો રહે તો તમે કહી શકશો કે રાયના દાણામાં કોઈ ભેળસેળ છે
ઘરની લાદી માં થયેલા સીમેન્ટના ડાઘ દૂર કરવા માટે
ઘરની લાદી માં થયેલા સિમેન્ટના ડાઘ દૂર કરવા માટે સરળ કિચન ટીપ્સ સાપ પણ થઈ જશે અને એકદમ નવીની જેમ ચમકવા પણ લાગશે ટાઇલ્સ સાફ કરવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં ગરમ પાણી લેવું અને એક થી બે ચમચી જેટલું હાઈડ્રોજન પેરોક્સાઈડ મિક્સ કરો. હવે આ મિશ્રણમાં ડાઘ વાળી જગ્યાએ ડુબાડીને થોડીવાર છોડી દો થોડા સમય પછી ડાઘ વાળી જગ્યા પર બ્રશ ઘસીને ડાઘને સરળતાથી સાફ કરી શકશો
તાંબાના વાસણોને સાફ કરવા માટે આ કિચન ટિપ્સ અપનાવો જેથી એકદમ નવા જેવા વાસણો ચમકવા લાગશે તાંબાના વાસણ ને સાફ કરવા માટે ખાટી આંબલી એક ઘરેલુ ઉપચાર છે ખાટી આંબલીને એક કપ પાણીમાં અડધો કલાક સુધી પલાળી રાખવી આંબલી ઓગળી જાય એટલે તે પાણીમાં મસળી લેવી અને આ આમલીના પાણીથી વાસણને સાફ કરવાથી તાંબાના વાસણો ચમકવા લાગશે તેમ જ તાંબાના ગંદા વાસણોને ચમકાવવા માટે મીઠું અને વિનેગરનો ઉપયોગ પણ કરી શકો છો તેમાં થોડું લીંબુ પણ ઉમેરી શકો જેથી