તમે ક્યારેય ન સાંભળી હોય તેવી કિચન ટિપ્સ અને રસોઈ ટીપ્સ

માવો અસલી છે કે નકલી તે તપાસવાની સાચી રીત

માવો અસલી છે કે નકલી તે તપાસવા માટે તમને કલર જોઈને પણ ખબર પડી જશે માવો અસલી છે કે નહીં અસલી માવાનો કલર પૂરો હોય છે અને નકલી માવા નો કલર સફેદ હોય છે અને સામાન્ય પીળાશ પડતો આવે છે આ કલર ઉપરથી પણ તમે નક્કી કરી શકો છો કે માવો અસલી છે કે નકલી. જ્યારે તમે દુકાનમાં માવો લેવા જાઓ છો ત્યારે ખાસ કરીને હાથમાં માવો થોડોક મસળીને જોઈ લો હાથમાં માવો લઈને મસળશો એટલે તમને ખબર પડી જશે કે માવો અસલી છે કે નકલી જો માવો મસળતી વખતે રબરની જેમ ટાઈટ થઈ જાય તો સમજી લેવું કે માવો નકલી છે અસલી માવો મોઢામાં ચોટતો નથી પરંતુ નકલી માવો મોઢામાં ચોંટી જાય છે. હથેળીમાં માવો લઈને ગોળી બનાવશો તો માવો ફાટવા લાગે તો તે નકલી છે અથવા તો જો તેમાં ઘીની સુગંધ આવે તો માવો અસલી છે અને અસલી માવામાં દૂધ જેવો સ્વાદ આવે છે જે નકલી મારવામાં આ સ્વાદ આવતો નથી આ રીતે તમે માવાની પરખ કરી શકો છો માવો અસલી છે કે નકલી

શાકમાં મીઠું વધી ગયું છે | દાળમાં મીઠું વધી ગયું હોય તો શું કરવું

શાકમાં મીઠું વધી ગયું હોય તો કાઢવું ખૂબ મુશ્કેલ છે જો મીઠું ઓછું હોય તો શાકમાં મીઠું નાખી શકો છો પરંતુ મીઠું વધી જાય તો તેને કાઢવું મુશ્કેલ છે તો શાકમાંથી મીઠાનો સ્વાદ ઓછો કરવા માટે અથવા તો સંતુલિત કરવા માટે તમે શાકમાં મલાઈ દહી તથા તાજુ ક્રીમ ઉમેરી શકો છો અને જો દાળમાં મીઠું વધી ગયું હોય તો ફ્રેશ ક્રીમ ઉમેરી શકો છો

દહી વડા સોફ્ટ રૂ જેવા પોચા બનાવવા માટે અને સ્વાદિષ્ટ બનાવવા માટે

દહીં વડા ને સોફ્ટ રૂ જેવા પોચા બનાવવા માટે તમે દહીં વડા નું બેટર બનાવો છો ત્યારે દાળને મિશ્રણ બનાવતી વખતે તેમાં બાફેલા બટેટાને સારી રીતે મિક્સ કરીને જો દાળ પીસવામાં આવે તો દહીં વડા નું બેટર જે છે તેમાંથી દહીં વડા સોફ્ટ અને ખૂબ જ સ્વાદિષ્ટ બનશે જે ખાવામાં રૂ જેવા પોચા બનશે

દહીં જમાવવાની સરસ ટિપ્સ

દહીંને પોળા જેવું જમાવવા માટે અને બે ત્રણ દિવસ સુધી દહીંને તાજુ રાખવા માટે દહીં જમાવો છો ત્યારે જો દૂધમાં નાળિયેરનો એક નાનો એવો ટુકડો ઉમેરી દેવામાં આવે તો દહીં સરસ પોળા જેવું જામે છે અને બે થી ત્રણ દિવસ સુધી સરસ તાજુ રહે છે ખાટું પડતું નથી

ફણગાવેલ કઠોળ માંથી વાસ આવશે નહીં આટલું કરો

ફણગાવેલ કઠોળને વધારે સમય જવાથી કઠોળમાંથી વાસ આવે છે આ ફણગાવેલ કઠોળમાં વાસ દૂર કરવા માટે તમે જ્યારે ફણગાવેલું કઠોળને ફ્રીજમાં મૂકો છો ત્યારે ફ્રિજમાં મુકતા પહેલા કઠોળમાં એક ચમચી લીંબુનો રસ નાખી દેશો તો ફણગાવેલ કઠોળમાંથી વાસ આવશે નહીં અને તાજે તાજુ રહેશે

કેળાની વેફર ક્રિસ્પી બનાવવા માટે

કેળાની વેફર બજાર જીવી ક્રિસ્પી અને સફેદ બનાવવાં માટે જ્યારે તમે વેફર તળો છો ત્યારે તેલ મા થોડું મીઠુ ઉમેરી દો એટલે વેફર સરસ કુરકુરી બનશે

આ પણ વાંચો:

Leave a Comment