તમે કયારેય ન સાંભળી હોય એવી મહિલાઓને સુપર કિંગ્સ બનાવશે આ ટિપ્સ

0
2774

સ્નાન કરવાના પાણીમાં એક લીંબુનો રસ ભેળવી સ્નાન કરો. આનાથી શરીરમાં સ્ફૂર્તિ આવશે અને ત્વચા નિખરશે. 7 સ્નાન માટે લીમડા સાબુનો ઉપયોગ કરો અને એની અસરનો અનુભવ કરો.

પીન, કાંટા કે બીજી કોઈ અણીદાર ચીજ ગળે ઊતરી જાય તો કાચા કેળાનું શાક અથવા ઘટ્ટ ખીર કરી પીવાથી તે ચીજ મળ વાટે બહાર ફેંકાઈ જાય છે.

બટન કે કોઈ બીજી ચીજ વસ્તુ બાળક ગળી જાય તો જુલાબ આપી દેવો. મળ વાટે વસ્તુ સરળતાથી બહાર નીકળી જશે. શરીરમાં ફાંસ ઘૂસી જાય તો તે ભાગ પર બરફ ઘસી દેવાથી થોડા સમય માટે તે ભાગ ખોટાં જેવો થઈ જશે, જેથી સરળતાથી ફાંસ કાઢી શકાશે.

મચ્છર કે કોઈ જંતુ કાનમાં ઘૂસી જાય તો કાનમાં ટોર્ચથી પ્રકાશ નાખવાથી જંતુ બહાર આવી જશે. રૂની પાતળી વાટ બનાવી નાકમાં નાખવાથી છીંકની સાથે નાકમાં અટકેલી વસ્તુ બહાર ફેંકાઈ આવશે.

તપકીર સુંઘી છીંક ખાવાથી નાકમાં ફસાયેલી વસ્તુ બહાર આવી જશે.

મધમાખીના ડંખ પર મધમાં ચૂનો ભેળવી લગાડવાથી રાહત થશે. 7 આંખમાં કચરો પડે તો આંખમાં કાચું દૂધ નાંખી આંખ બંધ કરી થોડીવાર સૂઈ રહેવાથી કચરો બહાર નીકળી જશે.

કેનની બનાવટના ફર્નિચર સાફ કરવા પાણીમાં થોડું મીઠું ભેળવી સ્વચ્છ કપડાં વડે લૂંછવું.

ગુટકા અને પાનના ડાઘા દૂર કરવા લીંબુનો રસ રગડવો. વપરાયેલી ચાની ભૂક્કીને ધોઈ ફૂલછોડમાં ભભરાવવાથી ઉત્તમ ખાતર થશે

પાકેલા સફરજનના રસમાં ખડી સાકર ભેળવી પીવાથી જૂની સૂકી ઉધરસથી છૂટકારો મળે છે. કપડાં પરથી મહેંદીના ડાઘ દૂર કરવા ડાઘા પર ગરમ દૂધ રગડી સાફ કરવું.

એક ચમચો બોરિક પાવડર તથા એક ચમચો ચણાના લોટની પેસ્ટ બનાવી ચહેરા પર લગાડી સૂકાઈ જાય બાદ ચહેરો ધોવાથી ત્વચા ચમકીલી થશે.

પાલકમાં એક ચમચો સાકર નાંખી રાંધવાથી સ્વાદિષ્ટ લાગશે. શરીર પરથી હેરડાઈના ડાઘા દૂર કરવા તરત જ શેમ્પૂને રૂના પૂમડાંથી લગાડી દો. થોડીવાર રહી ધોવાથી ડાઘ સરળતાથી નીકળી જશે. રેફ્રિજરેટરનો દરવાજો ઉઘાડ બંધ કરતી વખતે અવાજ થતો હોય તો મિજાગરા પર થોડો ટેલકમ પાવડર છાંટી દો.

વિનેગરમાં કપડું બોળી પ્લેટફોર્મ લૂછવાથી ચીકાશ દૂર થશે તથા પ્લેટફોર્મ ચળકતું થશે.

નેઈલ પોલીશ જામી ગયું હોય તો બે-ત્રણ ટીપાં એસિટોનનાં ઉમેરી દો. થોડા સમય બાદ વાપરવા જેવું થશે.

ફોટો ફ્રેમ દીવાલ પર ટાંગતા પહેલા ફેમની પાછળની ધારી પર સેલો ટેપ લગાડી દો. જેથી દીવાલ પર નિશાન નહીં પડે.

બ્રેડ સુકાઈ જાય તો એક તપેલીમાં પાણી લઈ તેનાં પર ચાળણી મૂકી ચાળણીમાં બ્રેડ પાથરી બે મિનિટ ગરમ કરવું. બ્રેડ તાજા જેવી પોચી થઈ જશે.

શાહીના ડાઘ દૂર કરવા ડાઘની બંને બાજુ ટુથપેસ્ટ લગાડી થોડી વાર પછી ધોવું. ફિજરમાં બરફની ટ્રે ચોંટી ન જાય તેથી તળિયે ગ્લિસરીન લગાવવું.

સ્પંજ પાતળુ થઈ જાય તો મીઠાના પાણીમાં પલાળી સુકવવાથી પૂર્વવત સ્થિતિમાં આવી જશે.

શરીરના કોઇપણ ભાગ પર થયેલ દરજને મટાડવા માટે કોબીજ ના પાંદડાનો રસ કાઢી દરાજ પર લગાડવાથી રાહત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here