દે ડની ફેલ્યરના એક્યુટ અને ક્રોનિક – ( ARF અને CRF ) કેસોમાં ( ડાયાલિસીસથી દદીની જિંદગી બચાવી શકાય છે . થોડાક સમય માટે કે કામચલાઉ ધોરણે ડાયાલિસીસની સાર વાર યોગ્ય છે , પરંતુ નાના કે મોટા માણસોમાં જ્યારે કિડની કામ કરતી સદંતર બંધ થાય ત્યારે અંતે પ્રત્યારોપણ વિશે જ વિચારવું પડે છે .
મોટી ઉંમરનાં બાળકોમાં આ ખાસ ઉપયોગી નીવડે છે , કારણ કે જિંદગીનાં મોટા ભાગનાં વર્ષો હજી તેમણે જીવવાના બાકી હોય છે . જુદાં જુદાં અંગોના પ્રત્યારોપણનાં વર્ષોના ચાલતા પ્રયત્નો બાદ આપણે કિડની પ્રત્યારોપણ . માં મોટી સફળતા મેળવી છે . જ્યારે યકૃત , ફેફસાં અને હૃદયના પ્રત્યારોપણના પ્રયત્નો ચાલુ છે , પરંતુ સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી નઈ . કોઈપણ અંગના પ્રત્યારોપણ વખતે મુખ્ય ધ્યાન
રાખવાની બાબત , તેનો પ્રતિકારરિજેક્શન – રિજેક્શાન એટલે શું ? – આપણાં શરીરમાં બહારથી આવતાં જીવાણુ , વિષાણુ કે જંતુઓ સાથે લડવા પ્રતિકાર તંત્ર રહેલું છે જે આપણાંપોતા નાં અંગોનો પ્રતિકાર કરતું નથી .પરંતુ જો બહારથી બીજાકોષો કે અંગ આપણાં શરીરમાં દાખલ કરવામાં આવે તો તેની સામે લડવા કટિબદ્ધ થઈ તેને નિષ્ફળ બનાવવા પ્રયત્ન કરે છે ,
તેને રિજેકશન ’ કહે છે . આવું ન થાય તે માટે પ્રત્યારોપણ કરેલા દદીને જીવનભર પ્રતિકારકતા ઘટાડતી દવાઓ આપવી પડે છે જો આ દવાઓ વધુ પડતી આપવામાં આવે તો ચેપ લાગવાનો ભયરહેછે તેથી સારવાર કરનાર ડૉક્ટરે કુશળતાપૂર્વક સમતોલ ન રાખી આ દવાઓ ચાલુ રાખવી પડે છે , પ્રત્યારોપણ
ડાયાલિસીસથી સારું શા માટે ? કિડની પ્રત્યારોપણની પ્રક્રિયા પ્રમાણમાં મોંઘી પડે છે પરંતુ એક જ વખત સફળતાપૂર્વક થયે લા પ્રત્યારોપણ . થી દદીને જીવનપર્યંત નિરાંત રહે છે . આમ , ડાયાલિસીસથી તે નીચેના મુદ્દે વધારે ફાયદાકારક જણાય છે . |
૧ . દર્દીની માનસિક પરિસ્થિતિ સુધરે છે અને તેને બીમારી ની લાગણી થતી નથી .
૨ . દર અક્વાડિયે બે કે ત્રણ દિવસ અંગ પર આધાર રાખવો પડતો નથી
. ૩ . દર્દીને ખોરાક અને પ્રવાહીની પરેજી દૂર થઈ જાય છે .
૪ . શાળા કે કામધંધે રાબે તા મુજબ જઈ શકે છે
. ૫ . કિડની ફેલ્યરથી એનિમિયા દૂર થાય છે . .
૬ . પુરુષો સફળ લગ્નજીવન ભોગવી શકે છે અને સ્ત્રીઓ ગર્ભ ધારણ કરી શકે છે . પ્રત્યારોપણની યોગ્ય ઉંમર કઈ ? મોટેભાગે ૧૦થી ૬૦ વર્ષના દર્દીઓમાં આ ક્રિયા સફળ તાપૂર્વક થઈ શકે છે . કોની કિડની કામમાં આવી શકે ? કેટલીક વખત અકસ્માતે મરણ પામનારા કે મગજના કારણે મરણપામે લાં માણસની કિડની પણ કાઢી લઈ કામમાં લઈ શકાય છે ,
પરંતુ તેના કેટલાંક મેચગ થવાં જરૂરી છે . ૧ . લોહીનાં મેચિંગ – કોસ મેચિંગ – ૨ . ટિટ્યૂ રાઈપિંગ – લોહીના શ્વેતકણોને છૂટાં પાડીને કરવામાં આવતી તપાસને એચ એલ .એ હ્યુમન લ્યુકો સાઈટ એન્ટિજના ટાઈપિંગ કહે છે જેના દારા માણસનું જનીન બંધારણ સ્પષ્ટ થાય છે દદી અનેદાતા વચ્ચે એકરૂપતાની માત્રા નક્કી કરીને પ્રત્યારોપણ કરી શકાય છે માતાપિતા અને બાળક વચ્ચે પO % એકરૂપતા જોવા મળે છે , જ્યારે ભાઈ – બહેન માં આ પ્રમાણ 100 % , ૫૦ % કે૦ % હોઈ શકે છે . એક જ ગર્ભનાં જોડકાંમાં તે ૧૦૦ % જોવા મળે છે .
પ્રત્યારોપણની શસ્ત્રક્રિયા સાધારણ રીતે દદીને સંપૂર્ણ શારીરિક તપાસ માટે ૧થી ૪ દિવસ પહેલાં દાખલ કરવામાં આવે છે આ શસ્ત્રક્રિયા લગભગ ચારથી પાંચ કલાક ચાલે છે આમાં ડૉક્ટરો ની બે ટીમ સમાંતરે કામ કરે છે .
એક ટીમ દાતાની કિડની કાઢી તેને સંપૂર્ણ સાફ કરે છે અને બીજી ટીમ તેને શિરા અને ધમની સાથે જોડે છે દાતા કિડનીની મૂત્રવાહિની દદીના મૂત્રાશય સાથે જોડી દેવામાં આવે છે પ્રત્યારોપણ શાકિયા પછીનીકાળજીઆ શસ્ત્રક્રિયા પછીથી કિડનીનું રિજેક્શન ન થાય કે ચેપ ન લાગે તેનું સતત ધ્યાન રાખવું પડે છે .તે માટે ડૉક્ટરની સલાહ મુજબ કુદરતી પ્રતિકાર ઘટાડતી દવાઓ અને ચેપ ન લાગે તેની દવા ઓ સતત ચાલુ રાખવી પડે છે . સાથે સાથે લોહીનું દબાણ
માપતાં રહી તેની દવાઓ અને ખોરાક ની પરેજી જરૂરી છે . . હોસ્પિટલમાંથી રજા મળી જાય પછીથી પણ ડૉક્ટરની સલાહ મુજબનિયમિત ચેકઅપ કરાવી દવાઓ ચાલુ રાખવી જોઈએ . આમ , જો પ્રત્યા રોપણ સફળ થાય તો દદીને પુન :
જીવન પ્રાપ્ત થાય છે અને ફરીથી તે પોતાનાં રોજિંદા કાર્યોમાં જોડાઈ શકે છે .