સિઝનમાં ખાવા જેવું ફળ એટલે ખારેક ચોમાસું સમયસર આવે કે ના આવે પણ માર્કેટમાં સુંદર મજાની મારું અને પીળા રંગની ફ્રેશ – મીઠી ખારેક જરૂર આવી જાય . અત્યારે તો બજારમાં નીકળીએ કે ખારેકથી ઢંકાયેલ ફૂટની લારીઓ ચારે બાજુ નજરે ચડે . પહેલાં તે ખારેક તૂરી પણ આવતી . ચાખીને લેવી પડતી નહિતર ખાવામાં ડૂચા વળે ન ભાવે આમ ચાખીને ખારેક લઇએ છી આપણે અમુક વળી રેસાદાર અને કડક આવતી પણ હવે સુધારેલી જાતોની ખારેક એકસરખા રંગ અને આકારની અને માવાદાર અને મીઠી આવે છે ,
પાછો ભાવ પણ એકદમ ઓછો કે દરેક વર્ગના લોકોને પોસાય એવો હોય છે ને ખરીદીને હોશે હોશે ખાય છે અંગ્રેજીમાં ખારેકને ફ્રેશ ડેટ’ તરીકે ઓળખવામાં આવે છેખારેકની સીઝન માં અચૂક ખાવી જોઈએ આપણા શરીરમ ખુબ મહત્વની છે. ખારેક ખૂબ જ પૌષ્ટિક ફળ છે , જો તમે ખારેક વિષે જાણશો તો ખરેખર ખારેક ખાતા થઈ જશો , . ગુજરાતમાં દેશી ભાષામાં ખલેલા તરીકે ઓળખાતી માં ખારેકનું ઘર કચ્છ અને મુંદ્રા ગણાય છે , આમ તો ખલેલા એ ખારેક વર્ગનું છે પણ જરા અલગ ફળ છે . જેમાં માવો ઓછો હોય પણ સ્વાદ ખૂબ સરસ હોય છે .
કચ્છનો સૂકો – ખારા વિસ્રતાર મધમીઠી ખારેક પકાવી જાણે છે. આમ કચ્છની ખારેક ખુબ મીઠી અને ભરાવદાર હોય છે ખારેક પીળાં અને લાલરંગમાં મળે છે . ખારેકની સ્વાદિષ્ટ વેરાઈટીઓમાં બરીહી , હાયાની , ખસ્તાવી , આમીર હજુ અને મિગ્રાહ જેવા વેરાઇટીને ખૂબ જ સ્વાદિષ્ટ ખારેક ગણવામાં આવે છે . આપણે ત્યાં બરીહી વેરાયટી સામાન્ય રીતે મળે છે , ખારેક ” માં ન્યૂટીટીવ ફૂટ છે , ખારેક બીજાં ફળોની સરખામણીમાં વધુ કેલેરી ધરાવતું ફળ છે . તમને જાણીને નવાઈ લાગરો કે ખારેક કેળાં કરતાં પણ વધુ શક્તિ આપે છે. ૧૦૦ ગ્રામ કેળાં ખાઈએ તો ૧૧૬ કી હો કેલરી મળે છે પરંતુ ૧૦૦ ગ્રામ ખારેકમાંથી ૧૪૪ ગ્રામ કેલેરી મળે છે, આમ ખારેક કેળા કરતા પણ વધારે કેલેરી ધરાવે છેએટલે આ જ ભાષામાં ” છોટી સી ભૂખે લાગે’ ત્યારે અને ચિપ્સ કે નમકીનને બદલે કાંઈક હેલ્થ ખાવાની ઇચ્છા થાય ત્યારે ખારેક બેસ્ટ ઓપ્શન છે .
બાળકો માટે તો ખારેક કેલેરી અને ખનીજક્ષારથી ભરપૂર હોવાથી રોજ અચૂક ખાવા લાયક ફળ છે પણ ખારેકની હેલ્થ માટે જો તમને વજન વધવાનો ડર લાગતો . હોય તો જાણી લો કે ખારેક ફક્ત ૦ .૪ ગામ ફેટ ધરાવે છે . એની સામે એપલ ૦.૫ ગ્રામ ફેટ ધરાવે છે . એટલે ખારેક ખાવાથી વજન વધી જશે મને એપલ ખાવાથી વજન ઘટી જશે. એવી માન્યતા હોય તો આ હકીક્ત જાણી લેજો . ખારેકમાં ૧.૨ગ્રામ’ જેટલું ઠીક – ઠીક કહી શકાય તેટલું પ્રોટીન હોય . જો કે એપલ જેવાં ફલોમાંમાં માંડ ૦.૨ ગ્રામ પ્રોટીન હોય છે .
આમ સરખામણી કરીએ તો ખારેક પ્રોટીન પણ સારૂ ધરાવે છે એમ કહી શકાય .. હવે ખનીજ ક્ષારોની વાત કરીએ તો ખારેક ખનીજ ક્ષારોથી ભરપૂર છે . ને ત્યાં મળતાં લગભગ બધા ફળોમાં સૌથી વધુ ખનીજકાર હોય છે ! એટલે માઈક્રોમીનરલ્સ અને ટ્રેસ એલીમેન્ટસ કે જે ઇમ્યુનિટી માટે ખૂબ અગત્યના ખારેકમાંથી મળી રહે છે . ખારેકમાં કેળા કરતા વધુ કેલ્શિયમ અને ખનીજક્ષાર વધુ હો ય છે , દર ૧૦૦ ગ્રામ ખારેકમાથી ૧.૭ ગ્રામ જેટલી ખૂબ સારી ખાઈ શકાય એટલી માત્રામાં ખનીજક્ષાર મળે છે , જેમાં રર મીલી.ગ્રામ જેટલું કેલ્શિયમ અને ૩૮ મીલીગ્રામ જેટલું ફોસ્ફરસ શામેલ છે .
પાકી ખારેક માં કાર્બોદિત પદાર્થ માંડ ૩૩ ગ્રામ જેટલા હોય છે . અને જે શર્કરા મોજૂદ હોય છે તે સૂકોઝનાં રૂપે હોય છે . ખારેક ડાયાબિટીસના દર્દીઓ પર રોજની ૫-૬ નંગ ખાઈ શકે છે , કેમ કે સુક્રોઝ શાર્કરાનાં શરીરમાં ઉપયોગ માટે ઈન્લિસુન જરૂરી નથી . ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓ માટે હાઈ ફાઈબર ફળ ભલામણ કરાય છે . ખારેક ખૂબ જ સારી માત્રામાં ડાયેટરી ફાઇબર્સ ધરાવે છે
. નોંધી લો ખારેક ૩.૭ ગ્રામ જેટલા ભરપૂર માત્રામાં ડાયેટરી ફાઇબર્સ ધરાવે છે . ટૂંકમાં ડાયાબિટીસ હોય કે ના ખારેક , બધા માટે સારું ફળ છે . આ પણે ત્યાં મળતાં લગભગબધાં ફળોમાં , સૌથી વધુ ખનિજક્ષાર ખારેકમાં હોય છે એટલે માઇક્રોમિનરલ્સ અને ટ્રેસ એલિમેન્ટ્સ કે જે ઇમ્યુનિટી માટે ખૂબ અગત્યના છે તે ખારેક માંથી મળી રહે છે . વળી કેળાં કરતાં વધુ કેલ્શિયમ અને ખનિજક્ષાર હોય છે સીઝનમાં રોજ ખારેકના સેવનથી કબજિયાત થતી નથી .
પેટ સાફ આવે છે , ખાસ કરીને વૃધ્ધોમાં પાચનતંત્ર નબળું પડવાથી અને નાના બાળકો આજકાલ ફ્રાઇડ ફૂડ , નમકીન , ફાસ્ટ ફૂડ અને શાકમાં બટેટા ખુબ ખાતાં હોવાથી કજિયાત એક સામાન્ય તકલીફ છે , ખારેક ખાવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે . હાઇ બીપી હોય કે પછી ર્હદય રોગ હોય તેમના માટે પણ ખારેક એક ખાવાલાયક ફળ છે . કેમ કે ૬૯૬ મીલીગ્રામ જેટલું ભરપૂર પોટેશિયમ ધરાવની આ ઋતુમાં આવતા ફળોમાં પોટેશિયમનો ખૂબ સારો સ્ત્રોત છે પોટેશિયમને લીધે રક્તવાહીનીઓ હેલ્થી રહે છે . હાઇ બીપી હોય તો રાહત મળે છે .
ઉપરાંત ખારેકમાં મેગ્નેશિયમ , કોપર , ઝિંક જેવાં મૂમમાત્રા ખનીજો પણ ભરપૂર છે જે હાડકાંની મજબૂતી તેમજ લાલ રક્ત કણો બનાવવા માટે જરૂરી છે . ખારેક વિટામીન બી કોપ્લેક્ષનો સારો સ્ત્રોત તો છે જ સાથોસાથ તેમાં વિટામીન બીપ અને બી ૬ પણ મોજૂદ છે . ખારેકમાં બીટા કેરોટીન ભરપૂર હોય છે . ખારેકનો પીળો મને લાલ રંગ બીટા કેરોટીનને લીધે જ હોય છે . આ બીટા કેરોટીન શરીરમાં જઈને વિટામીન એમાં રૂપાંતરિત થાય છે . ખારેકમાં ફ્લેવેનોઇડ અને લ્યુટીન નામના એન્ટી ઓક્સીડન્ટ પણ હાજર છે . આ બધું જોતાં ખારેક ખરેખર એક ખૂબ જ સારું ફળ ગણી શકાય ખારેક સસ્તુ અને સૌને પરવડે એવું અને છતાયે અત્યંત પોષક ફળ હોવાથી ઝડપી વિકાસ પામતાં બાળકોને તો અચૂક આપવું જ જોઈએ