ઝટપટ નાયલોન ખમણ બનાવવાની રીત અચૂક વાંચજો અને શેર કરજો

0
2972

નાયલોન ખમણ બનાવવા જરૂરી સામગ્રી : ચણાનો લોટ : ૨૫૦ gm, આદુ, મરચાની પેસ્ટ : ૧ ટી.સ્પુન, લીંબુ નાં ફૂલ : ૧ ૧/૨ ટી.સ્પુન, ખાવાનો સોડા [ સોડા બાઈકાર્બ ] : ૧ ટી.સ્પુન, તેલ : ૨ ટી.સ્પુન, મીઠું : સ્વાદ પ્રમાણે, ખાંડ : ૨ ટી.સ્પુન

•વઘાર માટે : તેલ : ૨ ટે.સ્પુન, રાઈ : ૧ ટી.સ્પુન, તલ : ૧ ટી.સ્પુન, લીલા મરચા : ૪ થી ૫ નંગ, ખાંડ : ૩ ટી.સ્પુન, કાજુ : ૧ ટે.સ્પુન,કોથમીર : ૫ ટે.સ્પુન, ટોપરાનું ખમણ [ GRATED COCONUT ] : ૪ ટે.સ્પુન, પાણી : ૧ ૧/૨ કપ, હિંગ : ચપટી

રીત: 1. ચણાના લોટ માં મીઠું, આદુ-મરચાની પેસ્ટ, હિંગ, તેલ નાખી ખીરું તૈયાર કરવું. ઢોકળાં ની થાળીને તેલ થી ગ્રીસ કરી ઢોકડીયામાં મૂકી ગેસ પર ગરમ કરવા મૂકી દેવું. હવે તૈયાર ખીરા માં લીંબુ નાં ફૂલ અને ખાવાનો સોડા નાખી એક જ દિશામાં ખુબ જ ફીણવું. હવે તરત જ આ ખીરું થાળી માં રેડી ઉપર નું ઢાકણ ફીટ બંધ કરવું. વરાળ બહાર ન જાય તેનું ધ્યાન રાખવું.

2. આ ખમણ ૧૫ મિનીટ માં રેડી થઇ જાય છે. હવે વઘાર માટે તેલ ગરમ કરી તેમાં રાઈ, તલ, હિંગ અને લીલા મરચા નાખવા. હવે તેમાં ૧ ૧/૨ કપ પાણી રેડી ખાંડ, કાજુના ટુકડા ઉકળતા પાણી માં નાખી તૈયાર ખમણ પર વઘાર રેડી ખમણ ના પીસીસ પાડી દેવા. સર્વિંગ કરતી વખતે તેને કોથમીર આને ટોપરાનાં છીણ થી ડેકોરેટ કરવા.

3. તો તૈયાર છે સૌ કોઈને પ્રિય એવા INSTANT સુરતી ખમણ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here