દોઢ કપ દૂધ, એક કપ ખાંડ, પા કપ કોર્ન ફ્લોર, પા કપ ઘી, પા ટી સ્પૂન ફૂડ કલર, એક ટી સ્પૂન ઘી, એક ટી સ્પૂન ઇલાયચી પાવડર, બટર પેપર, બદામ-પિસ્તાની કતરણ
રીત: એક પેનમાં દોઢ કપ દૂધ લો. હવે તેમાં એક કપ ખાંડ ઉમેરો. ત્યારબાદ તેમાં પા કલ કોર્ન ફ્લોર અને પા કપ ઘી નાખી ધીમા ગેસ પર રાખી હલાવતા રહો. બધી ખાંડ આંગળી જાય અને મિશ્રણ જાડું થવા લાગશે. પેન પર ચોંટે નહીં એટલે એમાં એક ટીસ્પૂન ફૂડ કલર અને એક ટી સ્પૂન ઘી ઉમેરી બરાબર હલાવો. મિડિયમ ગેસ પર થોડી વાર હલાવતા રહો. મિશ્રણ એકદમ સોફ્ટ થઈ જાય અને પેનમાં જરાપણ ચોંટે નહીં ત્યારે તેમાં ઇલાયચી પાવડર નાખી બરાબર મિક્સ કરી લો. હવે એક બટર પેપર લઈ તેના પર એક ચમચો હલવાનું મિશ્રણ મૂકી ઉપર બીજુ બટર પેપર મૂકો. ત્યારબાદ હળવા હાથે થપથપાવી વેલણથી હળવા હાથે પાતળો વણી લો. ઉપરનું બટર પેપર ઊંચુ કરી પિસ્તા અને બદામની કતરણ નાખી ઉપર બટર પેપર મૂકી હળવા હાથે દબાવી લો.
હવે હલવાને બે કલાક માટે સેટ થવા મૂકી દો. બે કલાક પછી બટર પેપર સાથે ચોરસ આકારમાં કાપી લો. તૈયાર છે બોમ્બેનો પત્તરિયો હલવો.