કૅન્સર : વધારે પડતી શેકેલી , બળી ગયેલી કે ખુલ્લી ભઠ્ઠી પર બનાવેલી વાનગીમાં કાળા પડી ગયેલા ભાગમાં પોલી સાઈકલીક એરોમેટિક હાઈડ્રોકાર્બન જમા થાય છે જે ખાવાથી કૅન્સનરની શક્યતા ૭૦ થી ૮૦ ટકા વધી જાય છે . કોબીજ , ફલાવર અને સરસવ કેન્સરમાં ઉપયોગી છે . કેન્સરની દવા જેવાં જ કેન્સર વિરોધી રસાયણો ફલાવરમાં હોય છે , જે મોટા આંતરડામાં રહેલાં કૅન્સરના જીવાણુંઓને નાશ કરે છે .
એલાઈલ આઈસોથિયોસાઈનેટ ( AITC ) તરીકે ઓળખાતું આ રસાયણ જ્યારે આ શાકભાજીને કાપવામાં , ચાવવામાં , રાંધવામાં કે પચાવવામાં આવે છે ત્યારે છુટું પડે છે . બ્રાસિકા વર્ગનાં શાકભાજીમાંના આ રસાયણો મોટા આંતરડામાંના કેન્સરના જીવાણુઓની વૃદ્ધિ અને કોષ વિભાજનની પ્રક્રિયાને ખતમ કરી નાખે છે . આ રસાયણ ફેકસાના કેન્સરને રોકવામાં પણ અસરકારક છે . કેન્સરને રોકવા માટે આ શાકભાજીનું વધુ પ્રમાણમાં સેવન કરવું જરૂરી છે .
( ૨ ) કૅન્સરની માત્ર શરૂઆત હોય તો કાળી ગાયનું મૂત્ર ૧૫ ગ્રામ સુતરાઉ કપડાથી ગાળી તેમાં ૮-૧૦ પાન કડવા લીમડાનાં અને ૮-૧૦ પાન તુલસીનાં વાટીને નાખવાં અથવા એ પાન આખાં જ ખૂબ ચાવીને ખાઈ ઉપરથી મૂત્ર પીવું . પ્રયોગ નિયમિત કરવાથી કૅન્સર વધતું અટકે છે . ( ૩ ) કાંચનારની છાલ અને ત્રિફલાનો ઉકાળો નિયમિત પીવાથી કેન્સરમાં ફાયદો થાય છે . ( ૮ ) આખું અનાજ , કઠોળ , ફળફળાદિ અને કોબી લેવાથી તેમાં રહેલ ફાઈબર કૅન્સર થતું રોકે છે . ( પ ) રોજ ઓછામાં ઓછાં બે ટામેટાં ખાવાથી આંતરડાં , હોજરી અને ગુદાનું કેન્સર થતું અટકાવી શકાય છે .