દરેકને કામની અગત્યની કિચન ટીપ્સ , રસોઈ ટીપ્સ અને હેલ્થ ટીપ્સ

0
3

કપડાં પર કાટ ના ડાઘા કેવી રીતે હટાવાય | ટાઈલ્સ પરથી કાટના ડાઘ દુર કરવા માટે ની અગત્યની ટીપ્સ બેકિંગ સોડાની મદદ લો: કાટના ડાઘને રિમૂવ કરવા માટે તમે બેકિંગ સોડાની મદદ લઇ શકો છો. તેના માટે તમે બેકિંગ સોડામાં થોડુ પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. પછી કપડા પર જ્યાં કાટનું નિશાન હોય, તે ભાગ પર આ પેસ્ટને લગાવીને એક કલાક માટે મુકી દો. તે બાદ હળવા હાથે ઘસીને સાફ પાણીથી કપડુ ધોઇ લો. તેનાથી પણ કાટના ડાઘ જલ્દી દૂર થઇ જશે

રેફ્રિજરેટરમાંથી આવતી ગંધને દૂર કરવા માટે, સાફ કરતી વખતે બેકિંગ સોડાનો ઉપયોગ કરો. ફ્રિજને સાફ કરતા પહેલા તેની સંપૂર્ણ સફાઈ કરી લો. રેફ્રિજરેટરમાં ખુલ્લી વસ્તુઓ ન રાખો

નાઇફ સ્ટેન્ડઃ લાકડાના છરીના સ્ટેન્ડમાં ક્યારેય ભીની છરી ન રાખો. લાકડું પાણીને ખૂબ જ સરળતાથી શોષી લે છે, જેના કારણે બેક્ટેરિયા વધવા લાગે છે. તેથી, હંમેશા સ્ટીલ અથવા પ્લાસ્ટિકના હેન્ડલ્સવાળા છરીઓનો ઉપયોગ કરો, જેથી તેમને ધોવા, સૂકવવામાં અને સાફ કરવામાં કોઈ સમસ્યા ન આવે.

ફ્રિજ સાફ કરતા પહેલા ફ્રિજની બધી સામગ્રી બહાર કાઢી લો. હવે ફ્રિજના આધાર પર કાગળ ફેલાવો અને દરવાજો બંધ કરો અને ડિફ્રોસ્ટ કરો. થોડા સમય પછી અંદરની ગંદકી સાફ કરીને ભીના કાગળને કાઢી લો

ભીંડીને લાંબા સમય સુધી તાજી રાખવા માટે તેના પર થોડું સરસવનું તેલ લગાવો આમ કરવાથી ભીંડી લાંબા સમય સુધી તાજી રહે છે

નૂડલ્સને બાફતી વખતે ઉકળતા પાણીમાં થોડું મીઠું અને તેલના બે-ત્રણ ટીપાં નાખીને બહાર કાઢ્યા પછી ઠંડા પાણીથી ધોઈ લો જેથી નૂડલ્સ એકબીજા સાથે ચોંટી ન જાય.

ટાઈલ્સ ઉપરથી બ્લીચના ડાઘ દુર કરવા માટે | સુતરાઉ કાપડને વિનેગરમાં બોળીને સારી રીતે નિચોવીને રસોડાના પ્લેટફોર્મને સાફ કરી લો. તેનાથી પ્લેટફોર્મ પર જમા થયેલી ગંદકી સાફ થશે અને કીટાણુઓ પણ મરી જશે.

લોખંડના દરવાજામાં કાટ લાગીયો હોય તો દલોખંદના દરવાજામાંથી કાટના ડાઘ દુર કરવા માટે બોરેક્સ પાવડરની મદદથી દરવાજા પર લાગેલ કાટ દુર થાય છે સૌપ્રથમાં એક બાઉલમાં બોરેક્સ પાવડર લો અને તેમાં પાણી નાખી પેટ બનાવો ત્યાર બાદ ૧૦ મિનીટ રહેવા દોં અને સેન્ડ પેપરની મદદથી ઘસીને લાગેલ કાટ દુર કરો આમ લોખંડમાં દરવાજામાં લાગેલ કાટના ડાઘ દુર થશે અને તમે દરવાજામાં જે કલર હોય તે કલર કરીને દરવાજાને મૂળ સ્થિતિમાં લાવી શકો છો

ટાઈલ્સ ઉપરથી બ્લીચના ડાઘ દુર કરવા માટે | લોખંડના દરવાજામાં લાગેલ કાટના ડાઘ દુર કરવા માટે | ભીંડીને લાંબા સમય સુધી તાજી રાખવા માટે | રેફ્રિજરેટરમાંથી આવતી ગંધને દૂર કરવા માટે | કપડાં પર કાટ ના ડાઘા કેવી રીતે હટાવાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here