હાર્ટએટેક બાદ કસરત કરશે કલ્યાણ માહીતીને ૧૦ લોકો શેર કરે તો ૧ જીવન બચાવી શકાય

હાર્ટ એટેકનો હુમલો થયા બાદ કેટલીક પ્રકારની કસરત હંમેશા મદદરૂપ સાબિત થાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્‍યાસમાં જાણવા મળ્‍યું છે કે હાર્ટ એટેકનો હુમલો થયા બાદ વહેલી તકે કસરતથી ફાયદો થાય છે. આરામ કરવાનો વિકલ્‍પ શ્રેષ્ઠ વિકલ્‍પ નથી.

હુમલો થયા બાદ વહેલી તકે કસરત કરવાની બાબતથી હાર્ટની સ્‍થિતિ વધારે સારી થાય છે. લાંબાગાળા સુધી કસરત યોગ્‍ય વિકલ્‍પ છે. યુનિર્વસિટી ઓફ અલબર્ટામાં અભ્‍યાસ કરનાર મુખ્‍ય સંશોધક માર્ક હેકોવસ્‍કીએ કહ્યું છે કે હાર્ટની કામગીરી પર કસરત ખૂબ જ યોગ્‍ય અસર કરે છે. અગાઉની ગણતરી આ અભ્‍યાસમાં ખોટી સાબિત થઈ ગઈ છે. અલબર્ટામાં સંશોધક અને અભ્‍યાસમાં સહસાથી એલેક્‍સ ક્‍લાર્કે કહ્યું છે કે ભૂતકાળમાં કેનેડા અને અમેરિકામાં દર્દીઓને તેમની નિયમતપણે કસરત, સારવાર શરૂ કરતાં પહેલા એક મહિના સુધી રાહ જવા કહેવા માં આવ્‍યું હતું. હાર્ટ એટેકનો હુમલો થયા બાદ એક સપ્તાહ બાદ જ નિયમિતપણે કસરત શરૂ કરી દેનાર દર્દીઓને ફાયદો થયો છે. આ અભ્‍યાસના પરિણામ વધુ અભ્‍યાસ તરફ પણ દોડી જશે.

તારણોમાં જણાવવામાં આવ્‍યું છે કે ઓછામાં ઓછા છ મહિના સુધીની કસરત સૌથી ઉપયોગી સાબિત થાય છે. દેશ અને વિદેશમાં હાર્ટ એટેકના દર્દીઓમાં સતત વધારો થયો છે. આધુનિક સમયમાં લોકોની બદલાતી લાઈફ સ્‍ટાઇલ પણ હાર્ટ એટેક માટે જવાબદાર છે. હાર્ટ એટેકનો હુમલો થયા બાદ લોકોમાં વ્‍યાપક દહેશત વ્‍યાપેલી હોય છે જેથી તેઓ આરામમાં વધારે વિશ્વાસ કરે છે પરંતુ આ અભ્‍યાસમાં જણાવામાં આવ્‍યું છે કે નિયમિત કસરત ઉપયોગી છે.

એક હૃદયરોગના તબીબે એમ જણાવ્યું કે જો આ માહીતીને ૧૦ લોકો શેર કરે તો ૧ જીવન બચાવી શકાય છે. મેં તો આ માહિતીને શેર કરી હવે તમે શું કરશો? આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો એ કોઈકનું જીવન બચાવી શકે છે.

કસરત કરવી દરેક માટે યોગ્ય સમાન છે કસરત તમારા શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે જે લોકોનો વજન વધારે છે તેમજ હાર્ટની બીમારી છે ડાયાબીટીસ હોય કે પછી કોઈપ્રકારની બીમારી ન હોય તો પણ સવારે વહેલા ઉઠીને ચાલવાનું રાખવું જોઈએ બને તો સવારે ઉઠીને સૂર્યનમસ્કાર કરો જેથી તમારુ શરીર તંદુરસ્ત રહેશે તમે ક્યારેય બીમાર નહિ પડો સાથે કસરત પણ કરો આજ કાલ હાર્ટની બીમારીથી નાના નાના લોકો મૃત્યુ પામે છે અને હા આજનો આ જમાનો એટલે વ્યસ્થ છે કે લોકો પોતાના શરીરનું ધ્યાન નથી રાખી શકતા ખાવા પીવામાં પણ ધ્યાન નથી રાખતા જો ઘરે બનાવેલો પૌષ્ટિક આહાર લેવામાં આવે તો પણ અનેક ગંભીર બીમારીથી બચી શકાય છે

Leave a Comment