આ આયુર્વેદિક વનસ્પતિ વેલની જેમ આધાર સાથે ચડતો કંટાળો છોડ પાણીવાળા ભાગમાં ખેતરમાં અથવા વાડ પર જોવામાં મળે છે. આ વેલ બારેમાસ લીલો રહે છે. આ વેલને પીળા ફૂલ ખરી પડયા બાદ સખત કવચવાળા ઘેરા કથ્થઈ રંગના ફળ બેસે છે. આ ફળની અંદર જે બીજ મળે તેને કાકચિયા કે સાગરગોટા કહેવાય છે. આ આયુર્વેદિક વનસ્પતિના બીજ ડિસેમ્બર થી જાન્યુઆરી માસ દરમ્યાન જ જોવા મળે છે તેથી આ બીજ એકઠા કરવાનો ઉત્તમ સમય છે.
ફાયદાઓ : પેટની વ્યાધિમાં અને તાવ મટાડવામાં ખૂબ ઉપયોગી ગણાય છે.
કાંચકાને થોડા શેકી તેની મીંજનું ચૂર્ણ ઔષધ તરીકે ઉપયોગ કરી શકાય છે. આ મીંજનું ચૂર્ણ ચપટી સવાર-સાંજ લેવું જેથી પેટના બધા પ્રકારના કૃમિ મટી જાય છે. આ ઔષધ ઉત્તમ કૃમિ નાશક હોવાથી તેનો ઉપયોગ પશુઓના પેટમાં થતાં કૃમિના નિયંત્રણ માટે કરી શકાય છે.
ખેતર ફરતે જીવંત વાડ બનાવવા માટે પણ આ વનસ્પતિ ઉપયોગી છે. આ વેલ પર કાંટા હોવાથી ખુબ જ મજબૂત અને અભેદ વાડ બને છે. બાળકોનાં અનેક રોગો માટે ઉપયોગી પ્રસિદ્ધ ઔષધ સંયોજન કે જે “સોમવા ૩૪” તરીકે ઓળખાય ચૂર્ણમાં ૩૪ પ્રકાર ના ઔષધ નાં સંયોજન પૈકી કાંચકા સૌથી વધારે ૨૦ ટકા મિશ્ર કરેલ હોય છે.
કાંચકાના બીજ માથી બનાવેલ ચૂર્ણના ઉપયોગથી ભૂખ સારી લાગે છે, ગેસ મટે છે, મળ સાફ ઉતરે છે અને ઝીણો તાવ પણ દૂર થાય છે.
તાવ અને પેટ માટે ઉપયોગી
અજમો, સંચળ અને કાચકાના બીજનું ચૂર્ણ કરીને સરખા ભાગે લઈને પા ચમચી રોજ સવારે 8 દિવસ લેવાથી પેટના કૃમિ નિકળી જાય છે, તેવું આયુર્વેદ જણાવે છે. પછી ભૂખ લાગે, ગેસ મટે, મળ સાફ ઉતરે, પેટનો દુઃખાવો મટે, આંકડી મટે, જીણો તાવ, દાહ મટાડે, ચામડી, ખીલ મટાડે છે. વજન ઘટાડે છે કારણ કે તે એસ્ટ્રોજનના સ્તરને અંકૂશમાં રાખે છે. સોરાયિસસ , કફ, સંધિવા, કબજિયાત, હરસ, અલ્સરની સારવાર માટે ભલામણ કરવામાં આવે છે.
કેન્સરમાં ઉપયોગી
જૂદાજૂદા જાતના કેન્સરની રાહત માટે ઉપયોગી છે. એન્ટી બેક્ટેરિયલ છે. ગાંઠ વિરોધી ગુણધર્મોને કારણે પાંદડાનો ઉપયોગ થાય છે. તેના અર્કથી ગાંઠનું કદ, ગાંઠના કોષનું પ્રમાણ અને ગાંઠના કોષ ઓછા થઈ શકે છે.
ચૂર્ણનો અનેક રોગમાં ઉપયોગ
જખમ પર એરંડીના તેલમાં શેકી તેના કુમળા પાન લગાડવાથી રાહત મળે છે. કાકચિયાને થોડા શેકી તેની મીજનું ચૂર્ણ બનાવી પા ચમચી સવાર સાંજ અનેક રોગમાં ઔષધ તરીકે વપરાય છે. જેના બીનું તેલ જ્ઞાનતંતુના કારણે પેદા થતાં રોગોમાં ઉપયોગી છે. કાળા મરી (1: 3 રેશિયો) સાથે પાવડર કરીને મધ સાથે એક ચમચી મેળવી ગોળી બનાવી લઈ શકાય છે. અસ્થમા માટે મધ સાથે કરવામાં આવે છે.