આપણા આયુર્વેદશાસ્ત્રમાં અનેક પ્રકારની જડીબુટીઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે કે, જેનાથી લોકો પોતાની દરેક બિમારીમાંથી છૂટકારો મેળવી શકે છે. આયુર્વેદશાસ્ત્રમાં અમુક એવા ફુલો વિશે પણ વર્ણન કરવામાં આવ્યું છે કે, જે તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ઉપયોગી છે. એક ફૂલ વિશે જેનું નામ છે કરેણ.
કરેણ સામાન્ય રીતે બાગમાં જોવા મળે છે. આ વનસ્પતિ છથી દશ ફૂટ જેટલટી ઊચાઇ ધરાવતું સર્વત્ર જોવા મળતું ફૂલઝાડ છે. કરેણ સફેદ, પીળી તથા લાલ એમ ત્રણ જાતની થાય છે, જેમાં પીળી કરેણ અન્ય કરતાં વધુ ઝેરી હોય છે. સફેદ કરેણના મૂળને પાણીમાં ઘસી કપાળે લેપ કરવાથી કફ-વાયુની મસ્તકપીડા મટે છે.દાદર થઈ હોય તો કરેણના પાનને શેરડી સાથેં વાટીને લેપ કરવો.
સાપ કરડયો હોય કે વીંછીનો ડંખ લાગ્યો હોય તો ધોળી કરેણનું મૂળ પાણીમાં ઘસી ડંખ પર લેપ કરવો અને ૧-૨ ચમચી પાનનો રસ પી જવો. આમ કરવાથી જો બેચેની જેવું લાગે તો ઉપર થોડું ઘી પી જવું. કરેણનું મૂળ ખોદી લાવી દર્દીના કાને બાંધવાથી મલેરિયા તાવ મટે છે.કરેણ છોડ લગભગ ભારતના દરેક વિસ્તારોમાં થાય છે. કરેણ ના છોડ માં સામાન્ય રીતે બે પ્રકારના ફૂલ આવે છે એક પીડા અને એક સફેદ. અને લગભગ તમે દરેકે ક્યાંકને ક્યાંક આ કારણો છોડ તથા તેના ફૂલ જોયા હશે. પરંતુ તમને તેના આયુર્વેદિક ગુણો વિશે જરા ખરો પણ ખ્યાલ નહીં હોય. પરંતુ આ કરેણના ફૂલ આયુર્વેદ પ્રમાણે આપણા માટે એક સંજીવની બૂટી જેવું કાર્ય કરે છે આ કરણ ના ફૂલ નો અનેક રીતે ઉપયોગ કરી શકાય છે.
કરેણના ફૂલ ને પીસી તેની લુગદી બનાવી લો. ત્યાર બાદ જો તમારા શરીર પર કોઈ જગ્યાએ ફોડલાઓ થયા હોય અથવા તો ગુમડા થયા હોય તો તે જગ્યાએ લગાવી દો. આમ કરવાથી બે થી ત્રણ દિવસની અંદર તમારા ફોડલાઓ મટી જશે.કરેણ ના ઝાડ ની નું મૂળ પાણીમાં લસોટી તમારા શરીર પર જે જગ્યાએ ફોડલાઓ થયા હોય ત્યાં લગાવો આમ કરવાથી ફોલ્લાઓ તુરત જ મટી જશે. ખાસ ધ્યાન રાખવું કે, ફોલ્લા ઉપર આ લેપ હાથેથી ન લગાવો. કેમ કે આમ કરવાથી તે ફોડલાઓનું ઇન્ફેક્શન થવાની સંભાવના વધી જાય છે.
જો તમને કોઈ જગ્યાએ ઝેરી સર્પ કરડ્યો હોય તો તે જગ્યા પર સફેદ કરેણના મૂળ ને વાટીને લગાવો આમ કરવાથી ઝેરની અસર ઓછી થશે તથા તમારા શરીરમાં અસહ્ય બળતરા થતી હોય તો તે પણ દૂર થશે.આ ઉપરાંત આ ફૂલ ભગવાન ની માળા બનાવવામાં તથા અન્ય સુશોભન ની વસ્તુઓ બનાવવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે.