કારેલા ની છાલ નું શાક.મિત્રો, કારેલા નું શાક મોટા ભાગના બાળકો ખાતા નથી, પરંતુ કરેલા સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયી છે આ રીતે કારેલાની છાલનું શાક કરીને બાળકોને ખવડાવશો તો રોજ કારેલાનું શક માંગશે જો આવી રીતે બનાવી ને આપશો તો જરૂરથી ખાશે, અને કારેલા karela આપણી health માટે ઘણા જ ઉપયોગી છે. તો આજે આપણે કારેલા ની છાલ માંથી શાક બનાવીશું, અને મિત્રો આ શાક બિલકુલ પણ કડવું નથી લાગતું.અને બનાવ્યા પછી ખબર પણ નથી પડતી કે આ કારેલા નું શાક છે.
કારેલાનું શાક બનાવવા જરૂરી સામગ્રી 100 ગ્રામ કારેલા ની છાલ, 50 ગ્રામ ચણાનો લોટ, 25 ગ્રામ ભાખરી નો લોટ, 2 ચમચી દહીં આદું મરચા ની પેસ્ટ, 1ચમચી લસણ ની પેસ્ટ, 1/2 ચમચી મીઠુ, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી અજમો, 2 ચમચી તેલ મોણ માટે,
શાક બનાવવાની રીત
સૌ પ્રથમ કારેલાની છાલને ચોખા પાણીથી ધોઈ નાખવી ત્યારબાદ કારેલા ની છાલ ને મીઠુ નાખીને 25 મિનીટ સુધી રાખવા. ત્યાર બાદ પાણી નીચવી લેવું અને 3 થી 4 વાર પાણી વડે ધોઈ લેવી જેથી કડવાશ દુર થઇ જાય ત્યારબાદ ચણા લોટ માં છાલ મિક્સ કરી નેઃઉપર મુજબ મસાલા કારી ને મુઠીયા નો લોટ બાંધી મુઠીયા બનાવી લેવા
ગ્રેવી માટે ની સામગ્રી: 1 નંગ ડુંગળી, 1 નંગ ટામેટા, 1 ચમચી લાલ મરચું પાવડર, 1ચમચી ગરમ મસાલો, 1/2 ધાણાજીરું પાવડર, 1 ચમચી આદું મારચા ની pest , મીઠુ જરૂર મુજબ, તેલ વઘાર માટે
ગ્રેવી બનાવવા ની રીત: પેન મા તેલ ગરમ થાય એટલે ડુંગળી સાંતળી લેવી. ત્યાર બાદ ઝીણા સમારેલા ટામેટા નાખવા અને ડુંગળી ટામેટા ચડી જાય પછી આદું મંરચા ની પેસ્ટ મરચું પાવડર ધાણા પાવડર મીઠુ ગરમ મસાલો નાખી ચડવા દેવું બધુજ એકરસ થય જાય પછી 1 ગ્લાસ પાણી નાખી ઉકળવા દેવું પછી મુઠીયા કટ કરી ને નાખવા. મુઠીયા ચડી જાય ઍટલે કોથમીર થી સજાવી ઉપરથી ચીઝ અથવા પનીર છીણી ને નાખવું અથવા ઝીણી સેવ ભભરાવી. Variation મે અહિયાં મુઠીયા oven મા બેક કરીને બનાવ્યા છે તમે તળી ને અથવા વરાળ થી બાફીને બનાવી સકાય છે.