એવુ કહેવાય છે કે કલોંજી મોત ને છોડીને દરેક દદઁની દવા છે . તો અમે આજે તમને જણાવીએ કે કલોંજી ના કયા કયા ફાયદા ઓ છે.વિભિન્ન રોગોમાં કલોંજી નો ઉપયોગ કેવી રીતે કરવો . ભારતીય વ્યંજનો , મસાલાઓ, તથા અનેક પ્રકારના રોગો મા કલોંજી નો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે .સૌથી વધારે યુનાની દવાઓ મા ઘણી રીતે જુદા જુદા રોગોમા કરવામા આવે છે . કલોંજી નો છોડ નાનો હોય છે અને તેમા લીલા પાંદળા ને પપલ કલરના ફૂલ હોય છે . mતેમના બીજ કાળા રંગના હોય છે . જેમ તલ સફેદ રંગ ના હોય એવી જ રીતે કલોંજી કાળાતલ જેવી જ હોય છે. નાઇજેલા સતાઈવા નામના છોડના બીને કલોંજી કહે છે તે દેખાવે ડુંગળીના બી જેવા હોય છે તેથી ઘણાં લોકો તેને ડુંગળીના બી માની લે છે. સૌરાષ્ટ્રમાં અત્યારે લગભગ ૪૦૦ ટન જેવો સ્ટોક ખેડુતો પાસે પડેલો છે. અમે લોકો અમારી રુટસ્બેરી કંપનીમાં અમારા ૬ જાતના સ્લાડ ઓઇલમાં આ કલોંજી અને અળસીના તેલનો ભરપુર ઉપયોગ કરીએ છીએ.
કલોંજીમાં સારી માત્રામાં ઓમેગા – ૩, ઓમેગા – ૬, કેલ્શિયમ, ફાયબર, આયર્ન, પોટેશિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને હેલ્ધી ફેટ હોય છે. આ સિવાય આ કલોંજીમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઈન્ફ્લામેટરી, એન્ટીફંગલ, એન્ટીઅલ્સર જેવી પ્રોપર્ટી પણ રહેલી છે. કલોંજીના આ દાણા ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ચમત્કારી રીતે અસર કરે છે. રોજ કલોંજીના તેલથી માથામાં માલિશ કરવાથી વાળ ખરતાં અટકે છે, બ્લડપ્રેશર કંટ્રોલ કરે છે, ટાઈપ-2 ડાયાબિટીસમાં ફાયદાકારક છે, લીવરને હેલ્ધી રાખે છે, મેમરી બૂસ્ટ કરે છે, અસ્થમામાં અસરકારક છે, કેન્સરના રિસ્કને ઓછું કરે છે વગેરે જેવા અદભૂત ફાયદાઓ કલોંજી ખાઈને મેળવી શકાય છે. આજકાલ સાંધામાં દુખાવાની ફરિયાદ ઘણી વધી ગઈ છે. કલોંજીના તેલમાં લસણને શેકીને તેને દુખાવો થતો હોય ત્યાં માલિશ કરો. ત્યારપછી ત્યાં પટ્ટો બાંધી લો. રોજ આ રીતે માલિશ કરવાથી દુખાવામાં રાહત મળશે અને સમસ્યા દૂર થઈ જશે.
કલોંજીના તેલને લઈને હેર ઓઇલ મા મેળવી ને નિયમિત રૂપથી માથાના વાળમાં માલિશ કરવાથી ખરતા વાળ અટકશે અને ગંજાપન દૂર થશે, નવા વાળ આવશે. કલોંજી ના તેલ ને ગરમ કરીને તે તેલ ને ઠંડો કયાઁ પછી કાનમા તેલ ને નાખવાથી કાનમા જે સૂજન છે તે દૂર થાય છે અને ઓછુ સાંભળવુ અને બહેરા પન જેવા રોગો મા ફાયદો થાય છે . દાગ, ખાજ, ખુજલી મા કલોંજી ના ચુણઁ મા નાળિયેરનું તેલ ને મિક્સ કરીને પ્રભાવિત ત્વચા પર આ લેપ લગાવવાથી ચમઁ રોગો મા આરામ થાય છે . મિત્રો એટલુ યાદ રાખજો કે કલોંજી એટલે ડુંગળીના બી નહીં જ… મિત્રો એટલુ યાદ રાખજો કે કલોંજી એટલે કાળીજીરી નહીં જ…
નોંધ :- ક્લોંજી ના ઉપયોગ યુનાની સારવાર ની પદ્ધતિ માં વધુ થાય છે. ક્લોંજીનાં તેલ ના આ સિવાય પણ ઘણાં ફાયદાઓ છે જેમકે વજન ઘટાડવા માટે, નાની ઉંમરે સફેદ વાળ થતાં હોય તો આ તેલ સાથે બીજી હોમિયોપેથીક દવાઓ લેવાથી નાની ઉંમરે વાળ સફેદ થતાં અટકે છે