દાહોદના સ્ટ્રીટ ફૂડમાં દાહોદની કચોરી અને રતલામી સેવ ખૂબ જ પ્રખ્યાત છે તમને બીજી બધી ઘણી બધી દુકાનોમાં દાહોદના નામથી ટ્રીટ ફૂડમાં દાહોદની કચોરી અને રતલામી સેવ મળશે પણ સાચો સ્વાદ માણવો હોય તો તમારે દાહોદમાં જ આ કચોરી અને રતલામી સેવ ખાવી એક વખત ખૂબ જ જરૂરી છે તો જ તમને સાચો સ્વાદ મળશે. તો આપણે અહીં દાહોદમાં કઈ રીતે કચોરી અને રતલામી સેવ બને છે તે રેસિપી તમારી સાથે શેર કરીશું
દાહોદની કચોરી અને રતલામી સેવ બનાવવાની રીત | કચોરી બનાવવાની રીત

દાહોદની રતલામી સેવ ખાવામાં ખૂબ જ તીખી અને ચટપટી ટેસ્ટ વાળી હોય છે તે દરેક બાળકોને ખૂબ જ પસંદ હોય છે તો એકદમ દાહોદની પ્રખ્યાત રતલામી સેવ જેવી સેવ બનાવવા માટે આ રેસીપી પૂરેપૂરી વાંચજો અને જો તમે આ રેસિપી પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો અને બીજી આવી અવનવી વાનગી ની રેસીપી મેળવવા માટે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો જેથી કરીને અમે રેસીપી તમારી સાથે શેર કરી શકીએ
રતલામી સેવ | રતલામી સેવ બનાવવાની રીત | નાસ્તા માટે રેસીપી | ratalami sev banavvani rit

રતલામી સેવ બનાવવા માટે જરૂરી સામગ્રી :
- 1 બાઉલ બેસન
- 8-10 કાળા/સફેદ મરી
- 1 ટુકડો તજ
- 1 ચમચી જીરૂ
- 1 ચમચી અજમા
- 1 ચમચી મરચું પાઉડર
- 1/4 ચમચી બેકિંગ સોડા
- 4-5 લવિંગ
- 1 ચમચી લીંબુનો રસ
- 1/2 ચમચી હળદર
- 1/2 ચમચી હિંગ
- સ્વાદ અનુસાર નમક
- જરૂરિયાત મુજબ પાણી લોટ બાંધવા માટે
- તળવા માટે તેલ
how to make ratlami sev | પરફેક્ટ માપ સાથે બજાર જેવી રતલામી સેવ બનાવવા માટેની રીત
રતલામી સેવ બનાવવા માટે સૌ પ્રથમ આપણે મસાલા બનાવી લેશું મસાલાને શેકવા માટે આપણે તૈયાર કરેલ અજમો તજ લવિંગ અને મરીને ધીમે ધીમે તાપે ગેસ પર શેકી લેવા હવે આ શેકેલા મસાલા ઠંડા પડી જાય પછી તેનો પાવડર બનાવી લેવું. આ પાવડર આપે વધારે સમય સુધી પણ તમે સ્ટોર કરી શકો છો આ પાવડર એક સાથે વધારે બનાવી લેવું જેથી જ્યારે પણ તમે રતલામી સેવ બનાવવા માંગતા હોય ત્યારે આ મસાલાનો પાવડર તમે ઉપયોગ કરી શકો છો આ મસાલો સ્ટોર કરવા માટે તમારે એરટાઇટ ડબા નો ઉપયોગ કરવાનો છે જેથી લાંબા સમય સુધી મસાલો બગડશે નહીં
રતલામી સેવની કણક બનાવવા માટે ચણાના લોટમાં મીઠું તેમ જ તૈયાર કરેલો મસાલો તેમજ મરચું બેકિંગ સોડા નાખી એકદમ બરાબર સરખું મિક્સ કરી લેવું. હવે તેમાં મોણ નાખી લોટમાં બરાબર મિક્સ કરી લેવું. આ બાંધેલો લોટને તમે 15 થી 20 મિનિટ સુધી રેસ્ટ આપો જેથી કરીને લોટ સરસ એવું કુણો બની જશે જે સરસ રતલામી સેવ બનાવવા માટે તૈયાર થશે હવે રતલામી સેવ બનાવવા માટે આ લોટના લુવા બનાવી ગાંઠિયાનો છે સંચો હોય છે તેમાં ઝીણી સેવની જાળી લઈ રતલામી સેવ બનાવવી
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો અને સંચા ની મદદથી તેલમાં સેવ પાડતા જાવ ધીમા તાપે સેવ ને તળી લેવી અને મરુન જેવી તળાઈ ત્યાં સુધી તળી લેવી તો તૈયાર છે એકદમ તીખી અને ટેસ્ટી રતલામી સેવ.
દાહોદની કચોરી બનાવવાની રીત | dahod ni ratlami sev | ખાસ્તા કચોરી
દાહોદની કચોરી બનાવવા માટે જરૂરી સામગ્રી
- 1.5 કપ મેંદા નો લોટ
- 1/2 કપ પાણી
- સ્ટફિન્ગ માટે
- ફોતરાં વગરની 1 કપ મગ ની દાળ
- 1 ચમચી આખા ધાણા
- 2 ચમચી ચણા નો લોટ
- 1/2 ચમચી વરિયાળી
- 1/4 ચમચી આમચૂર પાઉડર
- 1/2 ચમચી ગરમ મસાલો
- સૂકા મસાલા
- 1/2 ચમચી જીરું
- 1/4 ચમચી હળદર
- 1/2 ચમચી લાલ મરચા પાઉડર
- 1/2 ચમચી ધાણાજીરું
ખાસ્તા કચોરી બનાવવાની રીત
કચોરી બનાવવા માટે સૌપ્રથમ ફોતરા વગરની મગની દાળને એક કલાક માટે પલાળી રાખો હવે આ દાળ પલળી જાય એટલે ત્યાં સુધીમાં મેંદાના લોટની આપણે કણક એટલે કે લોટ તૈયાર કરી લેશો મેંદાના લોટમાં મીઠું મુઠી પડતું મોણ નાખીને લોટ બાંધી લેવો
આ બાંધેલો લોટ 10 મિનિટ સુધી સેટ થવા માટે મૂકવો હવે આપણે કચોરીમાં ભરવાનું સ્ટફિંગ તૈયાર કરીશું સ્ટફિંગ બનાવવા માટે એક કડાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ લેવું અને તેમાં જીરું વરિયાળી ધાણા નાખી સુગંધ આવે ત્યાં સુધી ગરમ કરી શેકી લેવું. આ સ્ટફિંગમાં ચણાનો લોટ પણ ઉમેરી દેવું ચણાનો લોટ શેકાય એટલે સરસ ચણાનો લોટો છૂટો પડી જશે
આ બધા મસાલાને તેમાં ઉમેરી દેવા જેમકે ગરમ મસાલો આમચૂર પાવડર હિંગ, મરી પાવડર બધુ બરાબર મિક્સ કરી લેવું પછી મગની દાળને મિક્સરમાં અધકચરી વાટી અને તેને પણ તૈયાર કરેલા સ્ટફિંગમાં ઉમેર્યું દેવું એ બાબતનું ધ્યાન રાખવું કે સ્ટફિંગને એકદમ છૂટું છૂટું રહે એવું મિશ્રણ બનાવવાનું છે. સ્ટફિંગ છૂટું છૂટું હશે તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી આવશે જો વધારે ભેગું હશે તો ખાવાનો સ્વાદ સરસ આવશે નહીં
. કચોરી બનાવવા માટે હવે જે મેંદાના લોટનો તૈયાર કરેલો છે તેના લુવા બનાવી વેલણની મદદથી ઝાડુ વણી લેવું. પછી તેમાં તૈયાર કરેલ સ્ટફિંગ ઉમેરી લોટના લુવાને બધી બાજુ ગોળ ગોળ વાળીને કચોરી તૈયાર કરવી. કચોરી તૈયાર થઈ જાય પછી એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં ધીમા તાપે કચોરી તરી લેવી. કચોરીને તરવા માટેની આ ખાસ ટીપ્સ યાદ રાખવી કચોરી તળવા મૂકો પછી વચ્ચેથી તેલને ઉછાળવું એટલે તેલને કચોરી ઉપર પડે એટલે કચોરી કાચી પણ નહીં રહે અને કચોરી ફુલાશે પણ અને ક્રિસ્પી પણ બનશે આમ કચોરીની બંને બાજુ તળી લેવી જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી તળી લેવી. તો તૈયાર છે ફુલેલી ક્રિસ્પી ખાસ્તા કચોરી. . આ કચોરી નો સ્વાદ બિલકુલ દાહોદની કચોરી જેવો જ આવશે કચોરીને તમે ચટણી સાથે પણ ખાઈ શકો છો