આ ફૂલમાંથી બનતી હર્બલ ચા પીધી છે ? ફાયદા જાણીને જરૂર સેવન કરશો

શું તમે ક્યારેય જાસૂદના ફૂલમાંથી બનતી હર્બલ ચા પીધી છે ? ફાયદા જાણીને જરૂર સેવન કરશો જાસૂદના ફૂલની ચાનું સેવન કરવાથી ચરબી નિયંત્રિત શરીરને વાયરલ ઇન્ફકશન બેકટેરિયલ અને વાયરલ ઇન્ટેકશનથી રાહત મળે છે ( હિબિસ્કસ ) જાસુદના ફૂલની ચા વિશે ક્યારેય સાંભળ્યું છે ? શું આ ચા તમે ક્યારેય પીધી છે ? હિબિસ્કસ ફૂલ દેખવામાં ખૂબ જ સુંદર હોય છે . પરંતુ તે સુંદર હોવાની સાથે સ્વાથ્યને અનેક પ્રકારના લાભ પણ પ્રદાન કરે છે . આ હર્બલ ટી ખૂબ જ ગુણકારી છે તથા કેલરી અને કેફીનથી મુક્ત હોય છે . આ હિબિસ્કસ ચા એન્ટી – ઓકસીડન્ટ તત્વોથી ભરપૂર છે . અહીંયા હિબિસ્કસ ચાની રેસિપી અને તેના ફાયદા વિશે જણાવવામાં આવ્યું છે . બ્લડપ્રેશર નિયંત્રિત રાખે છે : ( હિબિસ્કસ ) જાસુદના ફૂલની ચા ચાનું સેવન કરવાથી તમને હાઈ બ્લડપ્રેશરથી રાહત મળે છે , જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવાનું કાર્ય કરે છે . જે વ્યકિતને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ હોય તે આ હર્બલ ટીનું સેવન કરે છે . પરંતુ તમે લો બ્લડ પ્રેશર રહે છે તો આ હિબિસ્કસ ચાનું સેવન ન કરવું .

વજન ઓછુ કરવામાં લાભદાયીઃ હર્બલ ટી ( હિબિસ્કસ ) જાસુદના ફૂલની ચાનું સેવન કરવાથી વજન ઓછુ કરવામાં લાભદાયી છે . આ ચાનું સેવન કરવાથી શરીરનું વજન અને ચરબી નિયંત્રિત રહે છે . જે લોકો તેમના વધુ વજનને લઈને પરેશાન છે તે લોકો આ હર્બલ ટીનું સેવન કરી શકે છે . બૈકટીરિયલ અને વાયરલ ઇન્સ્ટ્રકશનથી રાહતઃ જાદના ફૂલોની ચાનું સેવન કરવાથી બેકટીરિયલ અને વાયરલ ઇન્ફકશનથી રાહત મળે છે . આ એક પ્રકારની હર્બલ ટી છે , જે ચા શરીરને વાયરલ ઇન્ફકશન અને બૅક્ટીરિયા સામે સુરક્ષા પ્રદાન કરે છે . તણાવથી રાહત પ્રદાન કરે છે : હિબિસ્કસ ચા પીવાથી તમારો દિવસભરનો થાક અને તણાવ દૂર થાય છે તથા યોગ્ય ઊંધ પ્રદાન કરે છે . હિબિસ્કસ એન્ટી – ઓકસીડેન્ટથી ભરપૂર છે , જે તણાવ દૂર કરવામાં સહાયક છે .

જાસુદના ફૂલની ચા બનાવવાની રેસિપી જાસુદના ફૂલને ધોઈને તેની પાંદડીઓ અલગ કરીને તેને પાણીમાં ઉકાળી લો . તે પાણીમાં પ્રતિ વ્યક્તિના હિસાબથી હિબસ્કસ ફૂલની પાંખડીઓ ઉમેરીને તેને બે મિનિટ સુધી ઉકળવા દો . ત્યારબાદ તેને ગાળીને તેમાં લીંબુનો રસ અને મધ ભેળવી દો . તમારી હિબિસ્કસ ટી તૈયાર છે . જાસુદના ફૂલને સુકવીને તેનો પાઉડર બનાવીને પણ ચા બનાવી શકો છો . તમે બજારમાંથી તેનો તૈયાર પાઉડર અને હિબિસ્કસ ટી બેગનો પણ ઉપયોગ કરી શકો છો .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles